Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

બ્રાઝિલમાં કુદરતનો કહેર: સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની વિશાળ પ્રતિમા જમીનદોસ્ત, જુઓ લાઈવ વીડિયો

બ્રાઝિલના ગુઆઈબામાં આવેલા ભયાનક વાવાઝોડાને કારણે 'સ્ટેચ્યુ ઓફ લિબર્ટી'ની ૨૪ મીટર ઊંચી વિશાળ પ્રતિકૃતિ પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ છે. ૯૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયેલા પવનમાં પ્રતિમા પાર્કિંગ એરિયામાં તૂટી પડવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. સદનસીબે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. હાવન કંપનીના મેગાસ્ટોરની બહાર વર્ષ ૨૦૨૦માં મુકાયેલી આ પ્રતિમા ધરાશાયી થતા હાલ તેની સુરક્ષા અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.
બ્રાઝિલમાં કુદરતનો કહેર  સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની વિશાળ પ્રતિમા જમીનદોસ્ત  જુઓ લાઈવ વીડિયો
Advertisement
  • બ્રાઝિલના ગુઆઈબામાં ભયાનક વાવાઝોડાએ મચાવી તબાહી ( Brazil storm Statue Collapse)
  • 90 કિમીની ઝડપે ફૂંકાયેલા પવનમાં 24 મીટર ઊંચી પ્રતિમા જમીનદોસ્ત
  • સ્ટોરના પાર્કિંગમાં પ્રતિમા પત્તાના મહેલની જેમ પડી, વીડિયો વાયરલ
  • સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી
  • વર્ષ 2020 માં સ્થાપિત પ્રતિમા કુદરતી પ્રકોપ સામે ટકી શકી નહીં

 Brazil storm Statue Collapse : બ્રાઝિલના દક્ષિણ ભાગમાં આવેલા વિનાશક વાવાઝોડાએ એક આશ્ચર્યજનક ઘટનાને જન્મ આપ્યો છે. અમેરિકાના પ્રખ્યાત સ્ટેચ્યુ ઓફ લિબર્ટી (Statue of Liberty Replica) જેવી જ એક વિશાળ પ્રતિમા અહીં ભારે પવનને કારણે જમીનદોસ્ત થઈ ગઈ છે. આ ચોંકાવનારી ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ રહ્યો છે.

આ ઘટના 15 ડિસેમ્બરના રોજ રિયો ગ્રાન્ડે ડો સુલ રાજ્યના ગુઆઈબા (Guaíba) શહેરમાં બની હોવાનું સામે આવ્યું છે. સદનસીબે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

Advertisement

Advertisement

 Brazil storm Statue Collapse : 24 મીટર ઊંચી પ્રતિમા ધરાશાયી

ગુઆઈબામાં આવેલી જાણીતી રિટેલ કંપની 'હાવન' (Havan) ના મેગાસ્ટોરની બહાર સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની 24 મીટર ઊંચી પ્રતિકૃતિ સ્થાપિત કરવામાં આવી હતી. વર્ષ 2020માં તમામ એન્જિનિયરિંગ સર્ટિફિકેટ સાથે મુકાયેલી આ પ્રતિમા શક્તિશાળી વાવાઝોડા સામે ટકી શકી નહોતી. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, આશરે 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયેલા પવનમાં પ્રતિમા ધીમે ધીમે નમી જાય છે અને પછી સીધી સ્ટોરના પાર્કિંગ લોટમાં જઈને પડે છે. જોકે, પ્રતિમાનો 11 મીટર ઊંચો બેઝ મજબૂત રીતે ઉભો રહ્યો હતો.

 Brazil storm Statue Collapse : મોટો અકસ્માત ટળ્યો, કોઈને ઈજા નહીં

દુર્ઘટના સમયે પાર્કિંગ એરિયામાં હાજર લોકોએ સમયસૂચકતા વાપરીને પોતાના વાહનો ત્યાંથી હટાવી લીધા હતા, જેના કારણે મોટી જાન-માલની હાનિ ટળી હતી. સ્થાનિક પ્રશાસને પુષ્ટિ કરી છે કે આ અકસ્માતમાં કોઈને ઈજા પહોંચી નથી. ગુઆઈબાના મેયર માર્સેલો મરાનાટાએ સોશિયલ મીડિયા પર જણાવ્યું કે પવનની ગતિ ખૂબ જ વધારે હતી, પરંતુ રાહતની વાત એ છે કે તમામ સુરક્ષિત છે.

કંપની દ્વારા સુરક્ષા તપાસ શરૂ

હાવન કંપનીએ સત્તાવાર નિવેદન બહાર પાડતા જણાવ્યું કે ઘટના બાદ તરત જ સમગ્ર વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો હતો અને તમામ સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવામાં આવ્યું હતું. કંપનીએ સ્પષ્ટતા કરી છે કે પ્રતિમા તમામ ટેકનિકલ માપદંડો મુજબ બનાવવામાં આવી હતી.

પરિસ્થિતિ સામાન્ય થઈ

દુર્ઘટનાના થોડા કલાકોમાં જ વહીવટીતંત્ર અને કંપનીની ટીમે કાટમાળ હટાવવાની કામગીરી પૂર્ણ કરી હતી અને મેગાસ્ટોરને ફરીથી શરૂ કરી દેવામાં આવ્યો છે. હાલ કંપની આંતરિક તપાસ કરી રહી છે કે શું પ્રતિમા પડવા પાછળ માત્ર વાવાઝોડું જ જવાબદાર હતું કે અન્ય કોઈ ટેકનિકલ ખામી. બ્રાઝિલના આ વાવાઝોડાની ભયાનકતા આ વીડિયો દ્વારા સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય બની છે.

આ પણ વાંચો : દુબઇમાં સવારે 4 વાગ્યે પણ ટ્રાફિકના નિયમોનું સ્વ-શિસ્તથી પાલન, મહિલાએ જણાવી હકીકત

Tags :
Advertisement

.

×