In-flight Death: બ્રિટિશ એરવેઝમાં મહિલાનું મોત, જાણો 113 મુસાફરોએ પછી શું કર્યું ?
હજારો ફૂટની ઊંચાઈએ જ્યારે જિંદગીનો શ્વાસ થંભી જાય છે, ત્યારે આસમાનમાં એક અલગ જ કસોટી શરૂ થાય છે. લંડન જતી ફ્લાઈટમાં બનેલી આ ઘટનામાં માત્ર એક મહિલાનું મોત જ નહોતું, પરંતુ ૩૩૧ મુસાફરો માટે ૧૩ કલાકની એવી મુસાફરી હતી જેની કલ્પના પણ ધ્રુજારી લાવી દે છે. એરલાઇન્સના આકરા નિયમો અને હવામાં સર્જાયેલી આ અસામાન્ય સ્થિતિ પાછળનું સત્ય જાણવા જેવું છે.
Advertisement
- વિમાનમાં મહિલાનું મોત: મુસાફરોની 13 કલાકની કસોટી!
- હોંગકોંગથી લંડન જતી ફ્લાઈટમાં 60 વર્ષીય મહિલાનું આકસ્મિક નિધન
- ઉડાનના 1 કલાકમાં મોત છતાં વિમાન પરત ન ફર્યું, મુસાફરી ચાલુ રખાઈ
- મૃતદેહ સાથે 13.5 કલાકની સફર કરવા મજબૂર બન્યા 331 મુસાફરો
- એરલાઇન્સના નિયમો મુજબ મુસાફરનું મોત એ 'મેડિકલ ઈમરજન્સી' નથી
In-flight Death : કલ્પના કરો કે તમે હજારો ફૂટની ઊંચાઈએ હવામાં ઉડી રહ્યા છો અને તમારી બાજુમાં જ કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય, છતાં તમારે કલાકો સુધી તેની લાશ સાથે જ મુસાફરી કરવી પડે! સાંભળવામાં જ ધ્રુજારી લાવી દે તેવી આ સત્ય ઘટના હોંગકોંગથી લંડન જઈ રહેલી બ્રિટિશ એરવેઝની (British Airways) ફ્લાઈટ BA32 માં બની છે. જ્યાં એક 60 વર્ષીય મહિલાનું મધ્ય આકાશમાં જ મોત (In-flight Death) નિપજ્યું હતું.

