દુબઈમાં વરસાદી માહોલ વચ્ચે બુર્જ ખલીફા પર પડી વીજળી, જુઓ Viral Video
- વિશ્વની સૌથી ઊંચી ઇમારત પર વીજળી પડવાનો વીડિયો વાયરલ (Burj Khalifa Lightning)
- દુબઈના ક્રાઉન પ્રિન્સ શેખ હમદાને સોશિયલ મીડિયા પર શેર કર્યો નજારો
- ગગનચુંબી ઇમારતના સ્ટીલ શિખર સાથે વીજળી ટકરાતા લોકો દંગ
- 'ફઝ્ઝા' નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરાઈ રોમાંચક પોસ્ટ
- દુબઈ સહિત સમગ્ર UAEમાં વરસાદ અને વાવાઝોડાની આગાહી
દુબઈના ક્રાઉન પ્રિન્સ શેખ હમદાન બિન મોહમ્મદ બિન રાશિદ અલ મકતુમે સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો શેર કર્યો છે જેને જોઈને લોકો દંગ રહી ગયા છે. આ વીડિયોમાં વિશ્વની સૌથી ઊંચી ઈમારત બુર્જ ખલીફાના શિખર પર વીજળી ત્રાટકતી જોવા મળે છે. ક્રાઉન પ્રિન્સે આ વીડિયોમાં વરસાદી વાદળો અને હાઈ વોલ્ટેજના ઈમોજીનો ઉપયોગ કર્યો છે, જે કુદરતની અદભૂત શક્તિ અને ઉર્જાનો પરિચય આપે છે.
Burj Khalifa Lightning વીડિયોમાં શું છે ખાસ?
ભલે આ વીડિયો ટૂંકો હોય, પરંતુ તેની દરેક સેકન્ડ રોમાંચક છે. અંધકારમય આકાશ વચ્ચે ઊભેલી બુર્જ ખલીફાની ગગનચુંબી ઇમારત પર અચાનક વીજળી તેની સ્ટીલની ટોચ સાથે ટકરાય છે. વીડિયોમાં વરસાદ અને ગર્જનાનો અવાજ આ દ્રશ્યને વધુ મનમોહક અને જીવંત બનાવે છે. ગલ્ફ ન્યૂઝના અહેવાલ મુજબ, નેશનલ સેન્ટર ઓફ મેટરોલોજીએ હાલમાં જ સંયુક્ત આરબ અમીરાતના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ, વાવાઝોડું અને કરા પડવાની ચેતવણી પણ જાહેર કરી હતી.
View this post on Instagram
Burj Khalifa Lightning : કોણ છે શેખ હમદાન?
દુબઈના ક્રાઉન પ્રિન્સ, જેમને લોકો પ્રેમથી 'ફઝ્ઝા' (Fazza) તરીકે ઓળખે છે, તેઓ માત્ર એક રાજનેતા જ નહીં પરંતુ સોશિયલ મીડિયા પર અત્યંત લોકપ્રિય વ્યક્તિ પણ છે. હાલમાં તેઓ UAE ના નાયબ વડાપ્રધાન અને સંરક્ષણ મંત્રી તરીકે ફરજ બજાવી રહ્યા છે. વર્ષ 2008માં તેમને દુબઈના યુવરાજ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
સોશિયલ મીડિયા પર 'ફઝ્ઝા'નો ક્રેઝ
ઈન્સ્ટાગ્રામ પર શેખ હમદાનના 17 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. તેમણે અત્યાર સુધીમાં 2,400 થી વધુ પોસ્ટ શેર કરી છે. તેમના પ્રોફાઇલ બાયોમાં લખ્યું છે કે, "દરેક તસવીર પાછળ એક વાર્તા હોય છે અને દરેક વાર્તામાં એક એવી ક્ષણ હોય છે જે હું તમારી સાથે શેર કરવા માંગુ છું." કુદરત અને ફોટોગ્રાફી પ્રત્યેના તેમના આ પ્રેમને કારણે જ વિશ્વભરના લોકો તેમની પોસ્ટની આતુરતાથી રાહ જોતા હોય છે.
આ પણ વાંચો : મુંબઇમાં Dolphin ની ડૂબકીનો ક્યૂટ વીડિયો વાયરલ, યુઝરે લખ્યું, 'ધૂરંધર ફિલ્મ જોવા આવ્યા'


