ભારતના આ શહેરમાં રોમાંસ માટે ખાસ કેબ સર્વિસ શરૂ
- ભારતના આ શહેરમાં રોમાંસ માટે ખાસ કેબ શરૂ
- પ્રેમી કપલને હવે ચિંતા કરવાની જરૂર નથી
- લોકો આવી સેવાનો વિરોધ પણ કરવા લાગ્યા
cab service : ઘણીવાર પાર્ક,ટ્રેન,બસ વગેરેમાં પ્રેમી કપલ રોમાન્સ (cab service)કરતા જોવા મળી જાય છે.જોકે,આ દરમિયાન ઘણી વાર તેમણે ડિસ્ટર્બ કરવા માટે પોલીસ આવી જાય છે કે પછી સ્થાનિક લોકો જ ટોકે છે. આવા પ્રેમી કપલને હવે ચિંતા કરવાની જરૂર નથી. તેમની સુવિધા માટે બેંગલુરુમાં એક સ્ટાર્ટઅપ કંપનીએ સ્મુચ કેબ (smooch cab bangalore)સેવા શરૂ કરી છે.આ કેબમાં કપલ પોતાની મરજી મુજબ સમય પસાર કરી શકે છે. જોકે કંપનીની આ સેવાને અમુક લોકો (private cab service bangalore)એપ્રિલ ફૂલ કહી રહ્યા છે.ત્યારે ઘણા લોકો આવી સેવાનો વિરોધ પણ કરવા લાગ્યા છે.
જણાવી દઈએ કે તમામ કેબ ચાલકોએ પોતાની કારમાં આવું બોર્ડ લગાવી રાખ્યું છે કે 'કૃપા કરીને અહીં રોમાન્સ ન કરો, આ કેબ છે તમારું ઘર નથી.' આ પ્રકારના બોર્ડ કપલની માટે થોડા પરેશાની ભર્યા હતા.આ બધા વચ્ચે આવી સ્મુચ કેબ સંબંધિત નવી ખબરે કપલને ઉત્સાહિત કરી દીધા છે.આ સ્મુચ કેબ્સમાં વ્યવસ્થા છે કે યાત્રા દરમિયાન કપલને મુસાફરી દરમિયાન કોઈ તકલીફનો સામનો કરવો ન પડે.તેના બદલે,આ કેબમાં ચઢ્યા પછી,તેઓ તેમનું ગંતવ્ય સ્થાન અને કેબમાં કેટલો સમય પસાર કરવા માંગે છે તે જણાવશે. આ પછી, કેબ ડ્રાઈવર આરામથી વાહન ચલાવશે અને જરૂરી સમયમાં તમને ગંતવ્ય સ્થાન પર લઈ જશે.
આ પણ વાંચો -CM Yogi : હવે વકફના નામે લૂંટ બંધ થશે...વકફ સુધારા બિલ પર CM યોગીનું ચોકવનારું નિવેદન
કંપનીએ રાખ્યું પ્રાઈવસી પૂરું ધ્યાન
આમાં કેબ ચાલકને પણ કોઈ ઉતાવળ નહિ હોય.તેમનું કામ માત્ર ધીમે-ધીમે કાર ચલાવવાનું રહેશે.આ કેબમાં કપલની પ્રાઇવસીનું પૂરું ધ્યાન રાખવામાં આવ્યું છે. આમાં આગળની અને પાછળની સીટ વચ્ચે પડદો હશે.કેબની બારીઓ પણ અપારદર્શી હશે. ગાડીનું કેબિન સંપૂર્ણ રીતે જીરો નોઈસ હશે.આનાથી ગાડીની બહારનો અવાજ, અને આગળની સીટથી પણ કોઈ અવાજ પાછળ સુધી નહીં પહોંચી શકે.જેથી કોઈ ઝઘડાનો કે બૂમો પાડે, પાછળ બેઠેલા કપલની શાંતિ ભંગ નહિ થાય.
આ પણ વાંચો -MA ભણેલા ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન થઈ રહ્યું છે વાયરલ, યુઝર્સ કરી રહ્યા છે રંગ બે રંગી કોમેન્ટ્સ
અન્ય કેબ કરતાં થોડી મોંઘી છે આ સેવા
કંપનીએ જણાવ્યું કે આ કેબમાં પ્રવાસ કરવામાં જરૂર થોડો વધારે સમય લાગે છે. તે એટલા માટે છે કે અહીં સમય નહિ પરંતુ કેબમાં સવાર થનારના પ્રાઈવેટ ક્ષણો વધારે મહત્વ રાખે છે. કંપનીએ જણાવ્યું કે,મેજેસ્ટીકથી જયાનગર જવામાં આમ તો 1 કલાક લાગે છે.પરંતુ જો કેબમાં સવાર કપલ કહે છે કે તેમણે સાંજ સુધી ગંતવ્ય સુધી પહોંચવાનું છે તો તે પોતાના જણાવેલા સમય પર જ પહોંચશે.આ દરમિયાન કાર રસ્તા પર ચાલતી રહેશે.જોકે કેબની ઝડપને કપલની મરજી અને જરૂર અનુસાર વધારી કે ઘટાડી શકાય છે. કેમકે આ સેવામાં સમય વધારે લાગે છે, એટલા માટે આ અન્ય કેબ કરતાં થોડી મોંઘી પણ છે.