Camel In Sea : દરિયાના પાણીમાં ઊંટની ટોળકીની લટાર દુનિયામાં છવાઇ
- Camel In Sea, નો વીડિયો લોકોના દિલ સુધી પહોંચ્યો છે
- દરિયાના પાણીમાં ઊંટની ટોળકી શિસ્તબદ્ધ રીતે ચાલી
- કન્ટેન્ટ ક્રિએટરે આ વીડિયોને પોતાના કેમેરામાં કેદ કર્યો
Camel In Sea : કુદરત ક્યારેક એવા દૃશ્યો રજૂ કરે છે, જે ફક્ત અવિશ્વસનીય હોય છે. ઉમ્મ અલ ક્વાઇનના દરિયામાં (Umm Al Quwain - Sea) ઊંટોના ટોળાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ (Social Media - Viral Video) થઈ રહ્યો છે. પાણીની વચ્ચે મેંગ્રોવ્સ (Water And Mangrove Trees) પાસે ચાલતા આ ઊંટો એક અનોખી અને સુખદ ઝલક આપે છે.
Camel In Sea, અત્યંત દુર્લભ દ્રશ્ય
આ વાયરલ વીડિયોમાં, ઊંટોનું ટોળું સમુદ્રના છીછરા પાણીમાં ધીમે ધીમે ચાલતું જોવા મળે છે. મેંગ્રોવ્સના વૃક્ષોમાંથી પસાર થતાં, આ ઊંટો એક મંત્રમુગ્ધ કરનાર દ્રશ્ય બનાવે છે. આ દૃશ્ય માત્ર સુંદર જ નથી પણ અત્યંત દુર્લભ પણ માનવામાં આવે છે.
View this post on Instagram
આ પણ વાંચો ------------ Nala Party : વાયરલ થવા ગંદકીથી ખદબદતા નાળામાં ડૂબકી લગાવીને કોલ્ડ ડ્રિંક ગટગટાવ્યું
Camel In Sea, આ દ્રશ્ય આકસ્મિક રીતે મળ્યું
આ અદભુત વીડિયો કન્ટેન્ટ ક્રિએટર નોરા અલ શમસી (Noora Alshamsi - Content Creator) દ્વારા રેકોર્ડ કરવામાં આવ્યો હતો. મીડિયા સાથે વાત કરતાં, તેણીએ સમજાવ્યું કે, તેણીને આ દ્રશ્ય આકસ્મિક રીતે મળ્યું હતું. હું ત્યાં હતી, અને આ દ્રશ્ય અચાનક મારી સામે આવ્યું હતું. મને લાગ્યું કે, મારે તેને કેમેરામાં કેદ કરવું જોઈએ, કારણ કે, તે આપણા પર્યાવરણની એક અનોખી ઝલક આપે છે. નોરા ઘણીવાર યુએઈના સુંદર અને ઓછા જાણીતા સ્થળોને તેના કેમેરામાં કેદ કરે છે.
ચર્ચા વધુ ગરમાઇ ગઇ
આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે, અને લાખો લાઈક્સ તથા શેર મેળવ્યા છે. અત્રે નોંધનીય છે કે, હમદાન બિન મોહમ્મદ બિન રશીદ અલ મક્તોમે પણ આ વિડીયોને લાઈક કર્યો છે, જેનાથી તેની ચર્ચા વધુ ગરમ થઈ ગઈ છે. નોરાએ પ્રેમના વરસાદ પર પોતાનો આનંદ વ્યક્ત કર્યો છે. આ વિડીયો લાખો લોકો સુધી પહોંચ્યો છે, તમામે તેને સુંદર અને સુખદ ગણાવ્યો છે. ઘણા યુઝર્સે તેને કુદરતની અનોખી સુંદરતાનું ઉદાહરણ ગણાવ્યું છે.
આ પણ વાંચો ------------ Youtuber Abhinav Arora ની કાર પર ચારે બાજુથી હુમલો, પરિવારમાં દહેશત


