શું આકાશમાંથી જમીન પર વાદળ પટકાઈ શકે છે ? શું છે Viral Videoની સચ્ચાઈ ?
- ધરતી પર પટકાયો વાદળનો ટુકડો
- વાદળ પટકાયાની ઘટનાનો વીડિયો થઈ રહ્યો છે વાયરલ
- યુઝર્સ કરી રહ્યા છે રંગ બે રંગી કોમેન્ટ્સ અને વૈજ્ઞાનિક સવાલો
એક વાદળમાંથી ટુકડો છુટો પડીને ધરતી પર પટકાય છે આ સાંભળીને આપને શું લાગે છે કે આ કોઈ કવિની કલ્પના છે કે સાચી ઘટના. જો કે આ ઘટનાની સત્યાર્થતા ચકાસતા પહેલા આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. અમે આપને આજે આ વીડિયો પર યુઝર્સની કોમેન્ટ્સ, યુઝર્સે કરેલા વૈજ્ઞાનિક સવાલો અને વીડિયોની સત્યાર્થતા વિશે જણાવીશું.
શું છે વાયરલ વીડિયોમાં ?
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં આકાશમાંથી વાદળનો એક મોટો ટુકડો પડતો જોવા મળે છે. શરુઆતમાં આકાશમાં વાદળો દેખાય છે પરંતુ અચાનક તેનો મોટો ભાગ તૂટી જાય છે અને નીચે પડવા લાગે છે. આ વાદળનો ટુકડો ધીમે ધીમે પૃથ્વી તરફ આગળ વધે છે અને પછી જમીન પર પહોંચ્યા પછી વિખેરાઈ જાય છે. આ જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે કે આ કેવી રીતે શક્ય છે ?
આ પણ વાંચોઃ બલ્લે...બલ્લે.. હોલીવૂડ સ્ટાર Will Smith અને Diljit Dosanjhનો વીડિયો વાયરલ, બંનેએ કર્યા જોરદાર ભાંગડા
યુઝર્સ પરેશાન...
આ વીડિયોમાં દર્શાવાતી ઘટના એટલી આશ્ચર્યજનક છે કે તેને જોયા પછી લોકો પોતાની આંખો પર વિશ્વાસ કરી શકતા નથી. વીડિયોમાં આસપાસના લોકો આ ઘટના જોઈને આશ્ચર્યચકિત થઈ રહ્યા છે, અને કેટલાક લોકો તેને પોતાના ફોનમાં રેકોર્ડ કરતા પણ જોવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ ગયો છે. લોકો તેને શેર કરી રહ્યા છે અને વિવિધ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, આ શું જાદુ છે? વાદળ જમીન પર કેવી રીતે પડી શકે? જ્યારે બીજા યુઝરે મજાકમાં લખ્યું કે, એવું લાગે છે કે હવે આકાશ તૂટી પડવાની શરૂઆત થઈ ગઈ છે. 2025 માં બીજું શું જોવાનું બાકી છે !
That's a piece of cloud pic.twitter.com/aZn42JcXFE
— Viral Videos (@the_viralvideos) November 27, 2024
શું છે સચ્ચાઈ ?
કેટલાક લોકોએ તેને કુદરતનો ચમત્કાર ગણાવ્યો હતો તો કેટલાક લોકોએ તેને સાયન્સ ફિક્શન ફિલ્મનું દ્રશ્ય ગણાવ્યું હતું. જો કે ઘણા લોકોએ આ વીડિયોની સત્યાર્થતા પર પણ સવાલ ઉઠાવ્યા છે. કેટલાક માને છે કે આ વીડિયો ડિજિટલી ક્રિયેટ કરાયો હશે. એક યુઝરે લખ્યું, આ CGI (computer-generated imagery) જેવું લાગે છે, વાસ્તવિક વાદળો આ રીતે પડતા નથી. આ વાયરલ વીડિયો ટ્વિટર પર @the_viralvideos હેન્ડલથી પણ શેર કરવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ Viral Video : ડેરિંગબાજ યુવાન ખૂંખાર ચિત્તાઓને આરામથી થાળીમાં આપી રહ્યો છે પાણી