ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

બિલાડીને રસ્તો કાપવા બદલ મળી સજા, મહિલા અને મિત્રોએ કરી આગને હવાલે, FIR નોંધાઈ

ઉત્તર પ્રદેશના મુરાદાબાદથી દિલધડક સમાચાર સામે આવ્યા છે. એક મહિલા અને તેના મિત્રોએ એક બિલાડીને ફક્ત એટલા માટે આગ લગાવી દીધી કારણ કે તેણે તેમનો રસ્તો કાપ્યો હતો. વીડિયો વાયરલ થયા બાદ પોલીસે કેસ નોંધ્યો છે.
06:48 PM Mar 12, 2025 IST | MIHIR PARMAR
ઉત્તર પ્રદેશના મુરાદાબાદથી દિલધડક સમાચાર સામે આવ્યા છે. એક મહિલા અને તેના મિત્રોએ એક બિલાડીને ફક્ત એટલા માટે આગ લગાવી દીધી કારણ કે તેણે તેમનો રસ્તો કાપ્યો હતો. વીડિયો વાયરલ થયા બાદ પોલીસે કેસ નોંધ્યો છે.
uttar pradesh incident

Uttar Pradesh Crime: ઉત્તર પ્રદેશના મુરાદાબાદથી એક હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે જે સાંભળીને તમારા પણ રૂંવાડા ઉભા થઈ જશે. શુક્રવારે, એક મહિલા અને તેના કેટલાક મિત્રોએ કથિત રીતે બિલાડીને આગ લગાવી દીધી હતી. બિલાડીનો માત્ર એટલો જ વાંક હતો કે તણે તેમનો રસ્તો ઓળંગવાની હિંમત કરી હતી. પોલીસે આ મામલે FIR નોંધી છે. સાથે જ એક પ્રશ્ન પણ ઉઠાવવામાં આવ્યો છે કે મૂંગા પ્રાણી પર આવી ક્રૂરતા કરનારાઓને શું સજા આપવી જોઈએ? ચાલો વિગતવાર જણીએ કે આખો મામલો શું છે.

એક નિર્દોષ બિલાડીનું મોત થયું

આપણે ઘણીવાર સાંભળ્યું છે કે જો તમે કોઈ કામ માટે બહાર જઈ રહ્યા છો અને કોઈ બિલાડી તમારો રસ્તો કાપી જાય તો તેને અશુભ માનવામાં આવે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે જો તે મૂંગું પ્રાણી કોઈનો રસ્તો કાપે તો તે કોઈને કેવી રીતે નુકસાન પહોંચાડી શકે ? આમા કોઈ તર્ક તો દેખાતો નથી, છતા લોકો માની રહ્યા છે. પણ શું આવા મુંગા પ્રાણીને કોઈ માન્યતા કે અંધશ્રદ્ધાના કારણે મારી દેવા એ તો કેવી માણસાઈ? ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં, કેટલાક લોકોએ ક્રૂરતાની હદ વટાવી દીધી અને એક બિલાડીને સળગાવીને મારી દીધી.

જે લોકોનો રસ્તો બિલાડીએ કાપ્યો હતો કે ઓળંગ્યો હતો તેઓ મોટરસાઇકલ પર આવી રહ્યા હતા, આ લોકોમાં એક મહિલા પણ હતી. આ દરમિયાન બિલાડીએ તેમનો રસ્તો કાપ્યો, જે બાદ તે લોકો ગુસ્સે થઈ ગયા અને પહેલા તો બિલાડીને ખુબ માર માર્યો અને પછી તેને આગ ચાંપી દીધી. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર છે પરંતુ તેને પોસ્ટ કરવો યોગ્ય નથી કારણ કે તેમાં તે લોકોની બર્બરતા જોઈને કોઈનું પણ દિલ હચમચી શકે છે.

આ પણ વાંચો :  RIL : અચાનક પરિવારને ઘરમાં મળ્યો એક કાગળ અને થયા માલામાલ!

આરોપીઓ સામે FIR દાખલ

વાસ્તવમાં, વાઇલ્ડલાઇફ ક્રાઇમ કંટ્રોલ બ્યુરોને વીડિયો સાથેનો એક ઇમેઇલ મળ્યો, જેના પછી કાર્યવાહી કરવામાં આવી. આરોપીઓ પર વન્યજીવન સંરક્ષણ અધિનિયમ, 1972 હેઠળ આરોપ મૂકવામાં આવ્યો છે. FIR મુજબ, આરોપીઓ કેમેરા સામે પણ આ કૃત્ય કરતા જોવા મળ્યા હતા. અધિકારીઓએ તેમની મોટરસાઇકલ શોધી કાઢી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઉપરોક્ત જણાવેલ ઘટના ખુબ જ આઘાતજનક છે. ઘણા લોકો પોતાનો વટ પાડવા આવા મુંગા પ્રાણીઓને પત્થર કે અન્ય કોઈ વસ્તુ વડે મારી જાણે કોઈ મહાન કામ કર્યુ હોય તેમ વર્તતા હોય છે. પણ શું તમે કોઈ દિવસ વિચાર્યુ છે કે તમારી આવી એક હરકતથી કોઈ પણ પ્રાણી જીવનભર અપંગ થઈ શકે છે. તેને આખી જીંદગી અપંગતામાં જીવવી પડી શકે છે. જેનો આપણને એહસાસ સુદ્ધા નથી હોતો. આવુ કૃત્ય જો કોઈ પણ કરતુ જણાય તો તાત્કાલિક તેના વિરુદ્ધ પગલા લો. છેલ્લે એટલુ કહી શકાય કે, જો તમે કોઈ પ્રાણીને સાચવી શકતા નથી, પાળી શકતા નથી, ખવડાવી શકતા નથી, તો તમને કોઈ અધિકાર નથી કે તમે કોઈ પણ પ્રાણીને નુક્શાન પહોંચાડો. ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં જે ઘટના બની તેના આરોપીઓને સખ્ત સજા મળવી જોઈએ, જેથી સમાજમાં એક દાખલો બેસાડી શકાય.

આ પણ વાંચો :  Darjeeling : બે હાથીઓ વચ્ચે થઈ લડાઈ, એકનું મોત; વન વિભાગે જણાવ્યું ઝઘડાનું કારણ

Tags :
AnimalRightsCrueltyIsNotCultureEndAnimalCrueltyGujaratFirstJusticeForAnimalsJusticeForTheCatMihirParmarMoradabadAnimalAbuseProtectAnimalsSaveInnocentLivesSayNoToCrueltyStopAnimalAbuse
Next Article