Motivational Story : ઓટો ચલાવે છે અને Google-Microsoftમાં આપે છે લેક્ચર! જાણો કોણ છે ચેન્નાઈના ‘ઓટો અન્ના’
Motivational Story : આજના સમયમાં સોશિયલ મીડિયા (Social Media) પર અનેક વીડિયો અને પ્રેરણાદાયક કિસ્સાઓ વાયરલ થતા રહે છે, પરંતુ કેટલીક કહાનીઓ એવી હોય છે જે લોકોને વિચારવા મજબૂર કરી દે છે. ચેન્નાઈ (Chennai)ના શોલિંગનલ્લુર (Sholinganallur) વિસ્તારમાંથી સામે આવેલી એક એવી જ ઘટના હાલમાં ચર્ચાનો વિષય બની છે. અહીં એક મહિલાએ શેર ઓટોરિક્ષા (Shared Auto Rickshaw)માં મુસાફરી દરમિયાન એવો અનુભવ કર્યો કે તે આશ્ચર્યચકિત થઈ ગઈ.
સામાન્ય ઓટો નહીં, VIP લાઉન્જ જેવી સુવિધાઓ
ધરણી (Dharani) નામની મહિલાએ જ્યારે ઓટોરિક્ષામાં પ્રવેશ કર્યો ત્યારે તેને લાગ્યું કે તે કોઈ પ્રીમિયમ લાઉન્જ (VIP Lounge)માં આવી ગઈ હોય. ઓટોની અંદર મુસાફરો માટે અનેક સુવિધાઓ ઉપલબ્ધ હતી. તેમાં તાજા અખબારો (Newspapers), મેગેઝિન (Magazines), બે કાર્યરત આઈપેડ (iPads), મફત વાઇ-ફાઇ (Free Wi-Fi), ચોકલેટ્સ (Chocolates), છત્રીઓ (Umbrellas), મીની કૂલર (Mini Cooler) અને ગરમ કોફી (Hot Coffee) જેવી સુવિધાઓનો સમાવેશ હતો.
‘ઓટો અન્ના’ની અનોખી સેવા (Motivational Story)
ચેન્નાઈમાં "ઓટો અન્ના" (Auto Anna) તરીકે જાણીતા અન્નાદુરાઈ (Annadurai) માત્ર મુસાફરોને આરામદાયક સફર જ નથી કરાવતા, પરંતુ સમાજ માટે પણ વિશેષ યોગદાન આપે છે. તેમના ઓટો પર લગાવવામાં આવેલા બોર્ડમાં સ્પષ્ટ લખેલું છે કે નર્સ (Nurses), ડોકટર (Doctors), શિક્ષક (Teachers) અને સફાઈ કર્મચારી (Sanitation Workers) માટે તેમની સેવા સંપૂર્ણપણે મફત છે. અન્નાદુરાઈ 7 અલગ-અલગ ભાષાઓમાં વાતચીત કરી શકે છે. મુસાફરોને આનંદિત રાખવા માટે તેઓ ક્યારેક નાનકડા ડાન્સ સ્ટેપ્સ (Dance Steps) પણ કરે છે, જે તેમની ઓળખનો ખાસ ભાગ બની ગયો છે.
Google અને Microsoftમાં આપે છે લેક્ચર
મુસાફરી દરમિયાન એક અન્ય કોર્પોરેટ કર્મચારીએ અન્નાદુરાઈને ઓળખી લીધા. ત્યારબાદ જાણવા મળ્યું કે તેઓ માત્ર ઓટો ડ્રાઈવર નથી, પરંતુ 7 વખત TEDx Speaker રહી ચૂક્યા છે. તેઓ ગ્રાહક સેવા (Customer Service), ગ્રાહક સંબંધો (Customer Relations) અને બિઝનેસ મેનેજમેન્ટ (Business Management) જેવા વિષયો પર લેક્ચર આપવા માટે Google, Microsoft સહિત અનેક આંતરરાષ્ટ્રીય કંપનીઓની મુલાકાતે લેતા રહે છે.
View this post on Instagram
ડોક્ટર મહિલા પાસેથી ભાડું લેવાનો કર્યો ઇનકાર
મુસાફરી દરમિયાન અન્નાદુરાઈને ખબર પડી કે ધરણી વ્યવસાયે ડોક્ટર અને શિક્ષિકા છે. આ જાણ્યા બાદ તેમણે સન્માનરૂપે તેમની પાસેથી ભાડું લેવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો. આ ઘટનાથી પ્રભાવિત થઈ મહિલાએ સમગ્ર અનુભવ સોશિયલ મીડિયા પર શેર કર્યો. આ વીડિયો જેવો સોશિયલ મીડિયામાં વાયરલ થયો કે લોકો તેની પ્રશંસા કરવા લાગ્યા છે.
આ પણ વાંચો : Kerala Shocking case : પરીક્ષા પાસ કર્યાના 21 વર્ષ બાદ આવ્યો Appointment Letter!


