Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

શાકભાજીની જેમ ચાઇનામાં ચાંદી વેચવા રેંકડીઓ લાગી, જાણો કારણ

આજકાલ દુનિયા ડિજિટલ તરફ વળી રહી છે. સોના-ચાંદી સહિતમાં રોકાણ માટે પણ ડિજિટલ વિકલ્પો ઉપલબ્ધ છે. જો કે, આ વાતથી વિપરીત ચાઇનામાં રોડ પર રેંકડીઓ લગાવીને ચાંદીના વજનદાર સ્લેબ વેચવામાં આવતા હોવાનું સોશિયલ મીડિયા થકી સામે આવ્યું છે. આ તસ્વીરો વાયરલ થતાની સાથે જ લોકોમાં ભારે ઉત્સુકતા વ્યાપી છે. અને ખરીદીના ક્રેઝની એક ઝલક સામે આવી છે.
શાકભાજીની જેમ ચાઇનામાં ચાંદી વેચવા રેંકડીઓ લાગી  જાણો કારણ
Advertisement
  • ચાઇનામાં ચાંદીના વેચાણની વાયરલ તસ્વીરોએ દુનિયામાં ઉત્સુકતા વધારી
  • શાકભાજીની જેમ રેંકડનીઓ નાંખીને 15 કિલોના ચાંદીના સ્લેબ વેચાઇ રહ્યા છે
  • ચાંદીની ખરીદીમાં લોકોનો ઉત્સાહ સમજવા માટે આ તસ્વીરો મહત્વની

China's Shuibei Biggest Jewelry Trading Hub : સોના અને ચાંદીના ભાવની ચમક દરરોજ ઉપર-નીચે થવી સામાન્ય વાત છે, પરંતુ ચાઇનામાં 15 કિલોગ્રામ ચાંદીનો સ્લેબ ચોક્કસપણે ભીડને આકર્ષિત કરી રહ્યો છે . ચીનના સૌથી મોટા સોના અને દાગીનાના કેન્દ્ર, શુઇબેઈની આ ઝલક હાલમાં સોશિયલ મીડિયા પર યુઝર્સનું ધ્યાન ખેંચી રહી છે. શેનઝેનના લુઓહુ જિલ્લામાં સ્થિત શુઇબેઈ વિસ્તારને ચીનનું સૌથી મોટું સોના અને દાગીનાનું ખરીદ-વેચાણનું કેન્દ્ર માનવામાં આવે છે. અહીં દરરોજ ટનબંધ સોનું અને ચાંદીની લે-વેચ થાય છે, પરંતુ તાજેતરમાં અહીં વેચાયેલા 15 કિલોગ્રામ SGE ચાંદીના સ્લેબે દરેકનું ધ્યાન ખેંચ્યું છે. આ સામાન્ય ચાંદી નથી, પરંતુ શાંઘાઈ ગોલ્ડ એક્સચેન્જ (SGE) સ્ટાન્ડર્ડ સિલ્વર છે, જેને શુદ્ધતા, વિશ્વાસ અને આંતરરાષ્ટ્રીય વેપાર માટેનું એક માનક માનવામાં આવે છે.

Advertisement

તસ્વીરો સોશિયલ મીડિયામાં વાયરલ

શેનઝેનના લુઓહુ જિલ્લામાં સ્થિત શુઇબેઈમાંથી દેશભરના ઘરેણાં ઉત્પાદકો, જથ્થાબંધ વેપારીઓ અને રોકાણકારો સોના અને ચાંદી ખરીદે છે. મોટા પાયે ફિઝિકલ ચાંદી અને સોનાના વ્યવહારો અહીં દરરોજ થાય છે, અને અહિં તેના ભારે સ્લેબ જોવા મળવા સામાન્ય બાબત છે. જો કે, સામાન્ય વ્યક્તિ માટે, આ દૃશ્ય ચોક્કસપણે ઉત્સુકતા વધારે તેવા છે. આ વિશાળ ચાંદીના સ્લેબની એક ઝલક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જોનારાઓ માટે, તે ફક્ત એક સ્લેબ નહોતો, પરંતુ સખત મહેનત, વ્યવસાય અને ભવિષ્યની અપેક્ષાઓનું પ્રતીક હતું. SGE ચાંદીનો અર્થ એ છે કે, તેનો સીધો ઉપયોગ રોકાણ, ઘરેણાં ઉત્પાદન અને મોટા વેપારીઓ વચ્ચે થઈ શકે છે.

Advertisement

15 કિલોના સ્લેબનું અલગ મહત્વ

SGE એટલે શાંઘાઈ ગોલ્ડ એક્સચેન્જ—ચીનનું સત્તાવાર અને નિયમન કરાયેલું કોમોડિટી એક્સચેન્જ. SGE ચાંદીના સ્લેબ ચોક્કસ શુદ્ધતા (સામાન્ય રીતે 99.9%) નું ચાંદી છે, જે રોકાણ, ઘરેણાં ઉત્પાદન અને ઔદ્યોગિક ઉપયોગ માટે માન્ય છે. 15-કિલોગ્રામ ચાંદીનો સ્લેબ સામાન્ય રીતે છૂટક ગ્રાહકો માટે નહીં, પરંતુ મોટા વેપારીઓ અને કંપનીઓ માટે હોય છે.

ધાતુની ફિઝીકલ માંગ યથાવત

આટલો ભારે ચાંદીનો સ્લેબ ચીનમાં ફિઝીકલ ચાંદીના વેપારના સ્કેલને દર્શાવે છે. એવા સમયે જ્યારે વિશ્વ ડિજિટલ રોકાણ તરફ વળ્યું છે, ત્યારે શુઇબેઈ જેવા બજારો દર્શાવે છે કે, ફિઝીકલ ધાતુની માંગ મજબૂત છે. શુઇબેઈ ખાતે વેચાતો 15-કિલોગ્રામ SGE ચાંદીનો સ્લેબ ફક્ત એક વાયરલ છબી નથી, પરંતુ ચીનની મજબૂત ઘરેણાં અને ચાંદીના વેપાર પ્રણાલીની ઝલક છે. આ સમાચાર એવા લોકો માટે મહત્વપૂર્ણ છે, જેઓ સોના અને ચાંદીને માત્ર ઘરેણાં જ નહીં, પણ એક મહત્વપૂર્ણ રોકાણ તરીકે સમજવા માંગે છે.

આ પણ વાંચો -------  Canada Airport પર Air India ના પાયલટની ધરપકડ, જાણો આ પગલું કેમ ભરાયું

Tags :
Advertisement

.

×