Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

વજન ઘટાડો અને લાખો કમાઓ! આ કંપનીએ કર્મચારીઓ માટે શરૂ કરી અનોખી ઓફર

ચીનની ટેક કંપની 'ઇન્સ્ટા360' કર્મચારીઓને વજન ઘટાડવા બદલ લાખોનું બોનસ આપી રહી છે. આ 'વેઇટ લોસ ચેલેન્જ'માં દરેક 500 ગ્રામ વજન ઘટાડવા પર આશરે ₹6,000નું ઇનામ મળે છે. તાજેતરમાં એક મહિલા કર્મચારીએ 20 કિલો વજન ઘટાડી ₹2.38 લાખ જીત્યા છે. સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપતી આ સ્કીમમાં વજન વધે તો દંડનો પણ નિયમ છે, જે હાલ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચામાં છે.
વજન ઘટાડો અને લાખો કમાઓ  આ કંપનીએ કર્મચારીઓ માટે શરૂ કરી અનોખી ઓફર
Advertisement
  • ચીની કંપની વજન ઘટાડવા બદલ કર્મચારીઓને આપી રહી છે લાખોનું બોનસ (Weight Loss Bonus)
  • દર 500 ગ્રામ વજન ઘટાડવા પર કર્મચારીને મળે છે ₹6000 નું રોકડ ઇનામ
  • એક મહિલા કર્મચારીએ 20 કિલો વજન ઘટાડી ₹2.38 લાખનું બોનસ જીત્યું
  • વર્ષ 2023માં 99 કર્મચારીઓએ મળીને કુલ 950 કિલો વજન ઓછું કર્યું
  • વજન ઘટે તો ઇનામ પણ જો ફરી વધી જાય તો દંડ ભરવાનો રહેશે નિયમ

Weight Loss Bonus : ચીનની એક ટેક કંપનીએ તેના કર્મચારીઓને ફિટ રાખવા માટે એક અનોખી પહેલ શરૂ કરી છે, જે હાલ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચામાં છે. શેનઝેન સ્થિત 'ઇન્સ્ટા360' (Arashi Vision Inc) નામની કંપની તેના કર્મચારીઓને વજન ઘટાડવા બદલ લાખો રૂપિયાનું રોકડ ઇનામ આપી રહી છે. આ અનોખા પડકારનો હેતુ કર્મચારીઓમાં સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવાનો છે.

કર્મચારીઓ માટે 'મિલિયન યુઆન' વેઇટ લોસ ચેલેન્જ

સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટના અહેવાલ મુજબ, ઇન્સ્ટા360 એ 12 ઓગસ્ટના રોજ તેની વાર્ષિક "મિલિયન યુઆન વેઇટ લોસ ચેલેન્જ" શરૂ કરી છે. આ સ્પર્ધા માટે કંપનીએ કુલ 1 મિલિયન યુઆન (આશરે 1.40 લાખ યુએસ ડોલર)નું ઈનામી ભંડોળ રાખ્યું છે. વર્ષ 2022 થી શરૂ થયેલી આ પહેલ દ્વારા કર્મચારીઓને કસરત અને સંતુલિત આહાર માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.

Advertisement

Weight Loss Bonus : વજન ઘટાડો તો બોનસ, વધારો તો દંડ

આ પડકારના નિયમો ખૂબ જ રસપ્રદ છે. કોઈપણ કર્મચારી આમાં નોંધણી કરાવી શકે છે. દરેક 0.5 કિલોગ્રામ વજન ઘટાડવા પર કર્મચારીને 500 યુઆન (આશરે 70 ડોલર) નું બોનસ મળે છે. જોકે, સાવધાની પણ રાખવી પડે છે, કારણ કે જો વજન ફરી વધી જાય, તો વધેલા દરેક 0.5 કિલોગ્રામ દીઠ 800 યુઆનનો દંડ ભરવો પડે છે. જોકે, કંપનીના જણાવ્યા અનુસાર અત્યાર સુધી કોઈને દંડ થયો નથી.

Advertisement

Fitness Incentive

Weight Loss Bonus : 99 કર્મચારીઓએ ઘટાડ્યું 950 કિલો વજન

આ યોજનાના અત્યાર સુધીમાં સાત રાઉન્ડ યોજાયા છે, જેમાં કંપનીએ કુલ 2 મિલિયન યુઆન (આશરે 2.80 લાખ ડોલર) વહેંચ્યા છે. વર્ષ 2023 માં, 99 કર્મચારીઓએ મળીને કુલ 950 કિલોગ્રામ વજન ઘટાડ્યું હતું અને 1 મિલિયન યુઆનનું ઈનામ જીત્યું હતું.

20 કિલો વજન ઘટાડીને જીત્યા 2.38 લાખ રૂપિયા

આ વર્ષની સૌથી સફળ સ્પર્ધક 20 વર્ષીય કર્મચારી ઝી યાકી રહી છે. તેણે માત્ર 90 દિવસમાં 20 કિલોગ્રામ વજન ઘટાડ્યું અને તેને 20,000 યુઆન (આશરે 2,800 ડોલર અથવા 2.38 લાખ રૂપિયા) નું ઇનામ મળ્યું. ઝી યાકીએ તેની સફળતા માટે શિસ્ત, સખત આહાર નિયંત્રણ અને દરરોજ 1.5 કલાકની કસરતને જવાબદાર ગણાવી છે.

Fitness Incentive

ચીનનું રાષ્ટ્રીય વજન વ્યવસ્થાપન અભિયાન

કંપનીની આ પહેલ ચીનના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન સાથે પણ સુસંગત છે. જૂન 2024 માં, ચીનના રાષ્ટ્રીય આરોગ્ય પંચે "વેઇટ મેનેજમેન્ટ યર" નામની ત્રણ વર્ષની યોજના શરૂ કરી છે, જેનો ઉદ્દેશ્ય 2026 સુધીમાં દેશભરમાં વૈજ્ઞાનિક ફિટનેસ અને તંદુરસ્ત ખાનપાનની આદતો કેળવવાનો છે.

આ પણ વાંચો : છોલેને પડતા મુકીને ભટુરેએ પીઝા સંગ જોડી બનાવી, યુઝર્સે લખ્યું, 'ભગવાન માફ નહીં કરે' !

Tags :
Advertisement

.

×