Mayor ના ઘરેથી ટનના હિસાબે સોનું-રોકડ મળતા અધિકારીઓ ચોંક્યા !
- Chinese Mayor ના ઘરેથી તપાસ એજન્સીઓને ગુપ્ત ભોંયરૂ મળી આવ્યું
- ભોયરામાંથી રોકડા અને સોનું ટનના હિસાબે મળી આવતા ચકચાર
- કોર્ટે ભ્રષ્ટાચારી Mayor ને મૃત્યુદંડની સજા ફટકારતા ખળભળાટ મચ્યો
Chinese Mayor Gold And Cash Recovered In Tone Weight : ભ્રષ્ટાચાર દ્વારા એક Mayor એ એટલું બધું સોનું અને રોકડ ભેગી કરી કે તમે પણ ચોંકી ઉઠશો. સરકારી એજન્સીઓએ ટીમોએ મેયરના ઘરની તપાસ કરતા, તેમને ત્યાંથી 13.5 ટન સોનું, 23 ટન રોકડ અને ડઝનબંધ લક્ઝરી વાહનો મળી આવ્યા છે. આ ઘટના ચીનમાં બની છે. કોર્ટે ભ્રષ્ટાચારના આરોપી આ મેયરને મૃત્યુદંડની સજા ફટકારી છે. આ ઘટના ચીનના કડક ભ્રષ્ટાચાર વિરોધી અભિયાનનું એક મોટું ઉદાહરણ બની ગઈ છે, જેણે બધાને ચોંકાવી દીધા છે.
🔴 In China, a search of the house of a mayor accused of corruption uncovered 13.5 tons of gold, 23 tons of cash, and numerous luxury vehicles.
The mayor was sentenced to death for corruption.pic.twitter.com/cUwSDZXW3y
— China pulse 🇨🇳 (@Eng_china5) January 29, 2026
મિલકત, હોટલો, વિલા અને કાર પર પણ કાર્યવાહી (Chinese Mayor Gold And Cash Recovered In Tone Weight)
અહેવાલો અનુસાર, આ કેસ ચાઇનાના હાઇકોઉ (હાઇકોઉ) ના પૂર્વ મેયર સાથે સંકળાયેલો છે, જેઓ ઝાંગ ક્વિ તરીકે ઓળખાય છે. તપાસ એજન્સીઓએ તેમના ઘરે દરોડા પાડ્યા, અને ગુપ્ત ભોંયરામાંથી 13.5 ટન શુદ્ધ સોનાની ઇંટો અને બાર જપ્ત કર્યા છે. વધુમાં, 23 ટન રોકડ, જેમાં અનેક અબજ ડોલરની ચલણી નોટો અને અન્ય નોટો જપ્ત કરવામાં આવી છે. તપાસકર્તાઓએ જણાવ્યું હતું કે, તેઓએ ચીન અને વિદેશમાં ભ્રષ્ટ મેયરની અસંખ્ય વૈભવી મિલકતો, મોંઘી હોટલો, વિલા અને મોંઘી કારનો કાફલો પણ જપ્ત કર્યો છે. તેમની સંપત્તિનું કુલ મૂલ્ય અબજો ડોલર હોવાનો અંદાજ છે.
આ પણ વાંચો ------ America Video : અમેરિકનો કપાળ પર પાસપોર્ટ લગાવી કેમ ફરી રહ્યાં છે ? સોશિયલ મીડિયા પર વાયરલ થયો Video
ભ્રષ્ટાચારીને મૃત્યુદંડની સજા આપવામાં આવી (Chinese Mayor Gold And Cash Recovered In Tone Weight)
તપાસ એજન્સીઓ અનુસાર, મેયરે મુખ્યત્વે સરકારી કરારો, જમીન સોદાઓ અને બાંધકામ પ્રોજેક્ટ્સ સંબંધિત લાંચ દ્વારા આ સંપત્તિ એકઠી કરી હતી. તેમના 10 વર્ષના કાર્યકાળ દરમિયાન, મેયરે તેમની સત્તાનો દુરુપયોગ કર્યો અને નોંધપાત્ર લાંચ લીધી હતી. તપાસમાં જાણવા મળ્યું કે, આ પૈસા વિદેશી બેંક ખાતાઓ અને શેલ કંપનીઓ દ્વારા પણ ગેરકાયદેસર રીતે ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. ચીનની એક કોર્ટે તેમને ભ્રષ્ટાચાર, સત્તાનો દુરુપયોગ અને જાહેર ભંડોળના દુરુપયોગના આરોપમાં દોષિત ઠેરવ્યા હતા. તેમને મૃત્યુદંડની સજા સંભળાવતા, કોર્ટે જણાવ્યું કે, આ ગુનો સમાજ માટે અત્યંત ગંભીર છે, અને પક્ષની કડક નીતિ હેઠળ કોઈ પણ પ્રકારની ઉદારતા દાખવવામાં આવશે નહીં.
વિશ્વભરમાં ખળભળાટ મચી જવા પામ્યો
ભ્રષ્ટ મેયરને આપવામાં આવેલી મૃત્યુદંડની સજા ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના ભ્રષ્ટાચાર વિરોધી ઝીરો ટોલરન્સ અભિયાનનો એક ભાગ છે, જેમાં ઘણા હાઇ-પ્રોફાઇલ લશ્કરી અધિકારીઓની ધરપકડ અને દોષિત ઠેરવવામાં આવ્યા છે. ઘણા અન્ય લોકોની તપાસ ચાલુ છે. આ ખુલાસાથી માત્ર ચીનમાં જ નહીં પરંતુ પરંતુ વિશ્વભરમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. સોશિયલ મીડિયા પર લોકો આશ્ચર્ય પામી રહ્યા છે કે, એક મેયર આટલી મોટી સંપત્તિ કેવી રીતે ભેગી કરી શકે છે. આ ઘટના ભ્રષ્ટાચારની ઊંડાઈ દર્શાવે છે, અને ચીની સરકાર તેના પર કેટલી કડક કાર્યવાહી કરી રહી છે. એકંદરે, આ કેસ ભ્રષ્ટાચાર સામે નિર્ણાયક કાર્યવાહીનું પ્રતીક બની ગયો છે.
આ પણ વાંચો ------ Viral : સુર્યપ્રકાશ નહીં આવતા મહિલાએ Washing Machine માં અનાજ સુકવ્યું !


