Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Aliens અંગે CIAની સિક્રેટ ફાઈલ વાયરલ, ધરતી પર પાંચ એલિયન્સ આવ્યા હોવાનો દાવો

સોવિયત સૈનિકોની એલિયન્સ સાથે અથડામણ, એલિયન્સે 23 સૈનિકને પથ્થર બનાવી દીધા હતા, છાયામાં ઉભેલા બે સૈનિકો બચી ગયાનો પણ દાવો
aliens અંગે ciaની સિક્રેટ ફાઈલ વાયરલ  ધરતી પર પાંચ એલિયન્સ આવ્યા હોવાનો દાવો
Advertisement
  • સોવિયત સૈનિકોની એલિયન્સ સાથે અથડામણ
  • એલિયન્સે 23 સૈનિકને પથ્થર બનાવી દીધા હતા
  • છાયામાં ઉભેલા બે સૈનિકો બચી ગયાનો પણ દાવો

એલિયન્સ અંગે CIAની સિક્રેટ ફાઈલ વાયરલ થઇ છે. જેમાં ધરતી પર પાંચ એલિયન્સ આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જેમાં સોવિયત સૈનિકોની એલિયન્સ સાથે અથડામણ, એલિયન્સે 23 સૈનિકને પથ્થર બનાવી દીધા હતા, છાયામાં ઉભેલા બે સૈનિકો બચી ગયાનો પણ દાવો કરવામાં આવ્યો છે. જેમાં 250 પાનાંના રિપોર્ટમાં અનેક ચોંકાવનારા દાવા કરવામાં આવ્યા છે.

રિપોર્ટમાં જણાવ્યું છે કે UFOમાંથી પાંચ એલિયન્સ નીકળ્યા હતા

રિપોર્ટમાં જણાવ્યું છે કે UFOમાંથી પાંચ એલિયન્સ નીકળ્યા હતા. તથા એલિયન્સ ગોળાકાર વસ્તુમાં વિલીન થઈ ગયા હતા. અમેરિકન ઇન્ટેલિજન્સ એજન્સી CIAને સોવિયત સંઘની સુરક્ષા એજન્સી કેજીબીનો એક રિપોર્ટ મળ્યો છે જે વાઇરલ થઈ રહ્યો છે. 250 પાનાંના આ રિપોર્ટમાં એલિયન્સ અંગે દાવો કરાયો છે.

Advertisement

એક મિસાઇલ છોડી જે યુએફઓ સાથે ટકરાઈ અને તે જમીન પર પડી ગયું

સીઆઇએ દસ્તાવેજોમાં એક અમેરિકન એજન્ટે આ ઘટનાને અલૌકિક પ્રાણીઓ દ્વારા લોહી થીજવી દેનારી તસવીર તરીકે નોંધી છે. રિપોર્ટમાં દાવો કરાયો છે કે યૂક્રેનમાં ટ્રેનિંગ દરમિયાન સોવિયત સૈનિકોએ એક રકાબી આકારની ઓછી ઊંચાઈએ ઊડતી સ્પેસશિપ એટલે કે યુએફઓ જોઈ. જોતાં જ સોવિયત સેનાના એક જવાને જમીન પરથી એક મિસાઇલ છોડી જે યુએફઓ સાથે ટકરાઈ અને તે જમીન પર પડી ગયું.

Advertisement

મોટી કાળી આંખોવાળા પાંચ નાના માનવ નીકળ્યા

યુએફઓ જમીન પર પડયા પછી તેમાંથી મોટી કાળી આંખોવાળા પાંચ નાના માનવ નીકળ્યા. પોતાના નષ્ટ યાનના કાટમાળમાંથી બચી નીકળ્યા બાદ આ પ્રાણી એકઠા થયા અને એક વસ્તુમાં વિલીન થઈ ગયા જેણે ગોળાકાર ધારણ કર્યો. થોડી સેકંડમાં ગોળો મોટો થતો ગયો અને ખૂબ રોશની સાથે ફાટી ગયો. તે જ ક્ષણે આ ઘટના નજરે જોનારા 23 સૈનિકો પથ્થરના થાંભલા બની ગયા.

આ ઘટનામાં માત્ર બે સૈનિકો જ બચી શક્યા જેઓ છાયામાં ઊભા હતા

રિપોર્ટમાં કહેવાયું છે કે આ ઘટનામાં માત્ર બે સૈનિકો જ બચી શક્યા જેઓ છાયામાં ઊભા હતા અને વિસ્ફોટના પ્રભાવમાં ઓછા આવ્યા હતા. સીઆઇએના રિપોર્ટમાં જણાવાયું કે કેજીબીએ કથિત રીતે સૈનિકોને અને નષ્ટ સ્પેસશિપને પોતાના કબજામાં લઈ લીધાં અને તેને મોસ્કોના એક સિક્રેટ થાણામાં લઈ જવાયા હતા. ત્યાર બાદ સોવિયત વૈજ્ઞાનિકોએ જોયું કે રોશની ભલે જેવી હોય તેવી, તેણે કોઈક રીતે સૈનિકની જીવિત કોશિકાઓને એક એવા પદાર્થમાં બદલી નાખી જે ચૂનાના પથ્થર જેવો હતો.

આ પણ વાંચો: Success Story : 21 વર્ષના યુવાને કરી કમાલ, જૂના સ્માર્ટફોનને નવા જેવા બનાવી કરોડોની કંપની બનાવી

Tags :
Advertisement

.

×