ઈશ્કમાં નાકામ થયેલા આશિકે માતા-પિતાની માફી માગીને જીવન ટૂંકાવ્યું, જુઓ Video
- યુવતીએ અભિષેક સાથે લગ્ન કરવાની ના કહી હતી
- તું મારી સાથે લગ્ન નહીં કરે તો હું આત્મહત્યા કરી લઈશ
- કોલ્ડ્રિંક પીવાથી તેનું ઘટનાસ્થળ ઉપર મોત થયું હતું
College Student Commited Suicide : પ્રેમમાં પાગલ યુવકે આત્મહત્યા કરી લીધી છે. તો આ યુવકની હિંમત એટલી હતી કે, તેણે આત્મહત્યા કરતા સમયનો એક વીડિયો પણ બનાવ્યો હતો. જે વીડિયો સોશિયલ મીડિયા ઉપર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. તો યુવકે આ વીડિયો તેની પ્રેમિક સાથે તેના મિત્રોને પણ શેર કર્યો હતો. ત્યારે આ ઘટના ભોપાલમાં આવેલા સીહોર જિલ્લામાં ઘટી છે. તો આ મામલે પોલીસે ફરિયાદ નોંધીને આગળ તજવીજ હાથ ધરી છે. જોકે આ યુવક કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હતો.
યુવતીએ અભિષેક સાથે લગ્ન કરવાની ના કહી હતી
પોલીસના જણાવ્યા અનુસાર, યુવકે વીડિયોમાં પોતાનું અભિષેક યદૂવંશી જણાવ્યું છે. તે છીંદગામના મોજીમાં રહે છે. જોકે આ યુવક મૂળ સ્વરૂપે ભોપાલ રાજ્યમાં આવેલા સીહોર જિલ્લાના નસરૂલ્લાગંજનો રહેવાસી છે. તેના માતા આ વિસ્તારમાં જ રહે છે. ત્યારે તેને છીંદગામમાં રહેતી એક યુવતી સાથે પ્રેમ થયો હતો. જોકે યુવતી તેને પ્રેમ કરતી હતી કે નહીં, તે વાત હજુ સુધી સ્પષ્ટ થઈ નથી. પરંતુ યુવતીએ અભિષેક સાથે લગ્ન કરવાની ના કહી હતી.
આ પણ વાંચો: Food Blogger ને દુકાનદારે ભગાડી મુક્યો..જુઓ Video
તું મારી સાથે લગ્ન નહીં કરે તો હું આત્મહત્યા કરી લઈશ
અભિષેકે વીડિયોમાં જણાવ્યું હતું કે, તેની પ્રેમિકાએ જ્યારે તેની સાથે લગ્ન કરવા માટે ના પાડી છે. ત્યારે તે આત્મહત્યા કરવાનું પગલું માંડી રહ્યો છે. મેં તેને જણાવ્યું હતું કે, જો તું મારી સાથે લગ્ન નહીં કરે તો હું આત્મહત્યા કરી લઈશ. પરંતુ તેણે મારી વાત સાંભળી નહીં. અને તેને મારી મજાક લાગી હતી. તેથી હું આત્મહત્યા કરવા જઈ રહ્યો છું. મતા-પિતા મને માફ કરજો. બસ આટલું કહીને એક બોટલ પીવા લાગે છે.
કોલ્ડ્રિંક પીવાથી તેનું ઘટનાસ્થળ ઉપર મોત થયું હતું
જોકે અભિષેકના હાથમાં રહેલી બોટલમાં કોલ્ડ્રિંક હતી, પરંતુ આ કોલ્ડ્રિકમાં એક જંતુનાશક દવા ભેળવી હતી. ત્યારે આ કોલ્ડ્રિંક પીવાથી તેનું ઘટનાસ્થળ ઉપર મોત થયું હતું. જોકે જ્યારે તેના મિત્રોએ અભિષેક દ્વારા શેર કરવામાં આવેલા વીડિયો જોયો હતો, ત્યારે તેઓ તત્કાલ તેની પાસે પહોંચી ગયા હતાં. પરંતુ ત્યાં સુધીમાં અભિષેદ પરસ્પર બેહોશ હાલમાં પડ્યો હતો. તો તેને મિત્રો હોસ્પિટલ લઈ ગયા હતાં. ત્યાં હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.
આ પણ વાંચો: મુસ્લિમ યુવક સાથે લગ્ન કરવાની આ તો કેવી સજા, જુઓ Viral Video