2020 માં કોરોના અને 2025 માં HMPV! સોશિયલ મીડિયામાં આ મીમ્સ થયા વાયરલ
- HMPV વાયરસના મીમ્સ સોશિયલ મીડિયામાં વાયરલ
- વર્ક ફ્રોમ હોમ પરત ફરશે જેવા મીમ વાયરલ
- HMPV વાયરસને લઈને લોકો ચીન પર ગુસ્સે થયા
HMPV : ચીન એકવાર ફરી 2020 નો સમય યાદ અપાવી રહ્યું છે. મળી રહેલી માહિતી અનુસાર, ચીનમાં કોરોનાની જેમ એક નવો HMPV વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે અને હવે તેનો ભારતમાં પણ પગપેસારો થઈ ગયો છે. 5 વર્ષ પહેલા, 2020માં, નવું વર્ષ શરૂ થવાની સાથે જ કોરોના વાયરસે વૈશ્વિક સ્તરે હડકંપ મચાવ્યું હતું. કેટલાક લોકો તેને ચીન સાથે જોડી રહ્યા છે, જ્યારે કેટલાક લોકો 2025ને 2020ની નકલ તરીકે જોઈ રહ્યા છે, કારણકે આ જ સમયે, 5 વર્ષ પહેલા, Covid-19એ પણ દુનિયામાં પ્રવેશ કર્યો હતો. આ પછી, સમગ્ર વિશ્વમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું.
સોશિયલ મીડિયામાં બન્યા મીમ્સ
હવે, આ નવા HMPV વાયરસના આગમન બાદ, સોશિયલ મીડિયા પર લોકો ફરીથી શંકાસ્પદ બની રહ્યા છે અને વિવિધ પ્રકારની મેમ્સ અને પ્રતિક્રિયાઓ શેર કરી રહ્યા છે. આ ચર્ચાઓમાં પ્રોટોકોલ અને પ્રતિબંધો માટેની તૈયારીઓ વિશે વાતચીત થઈ રહી છે. લોકો ફરીથી સંકટનો સામનો કરતી વખતે, આ નવા વાયરસ વિશે શું કહે છે, તે જાણવા માટે હવે સોશિયલ મીડિયા પર નજર રાખી રહ્યા છે. ત્યારે ચાલો આપણે પણ જોઈએ કે લોકો આ નવા વાયરસ HMPV વિશે શું કહે છે.
2020 માં કોરોના અને 2025 માં HMPV
એક યુઝરે 2020 અને 2025 ના કેલેન્ડરની તસવીરો શેર કરી છે, જેમાં 2020માં કોરોનાના ફેલાવવાની શરૂ થતી તારીખોને અન્ડરલાઇન કરીને બતાવવામાં આવ્યું છે. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, HMPV પણ એ જ તારીખે દસ્તક આપી છે, જે 2020માં કોરોના ફેલાયો હતો. આ રીતે, આ પોસ્ટ તે આગાહીઓ સાચી સાબિત કરે છે, જેમા કહેવામાં આવ્યું હતું કે 2025માં પણ કોરોના જેવી મહામારી ફેલાશે.
ફરી Work from home
કેટલાક યુઝર્સ નવા HMPV વાયરસ અને ફરીથી Work from home જેવા નિયમો લાગુ કરવાના મીમ્સ શેર કરી રહ્યા છે, જ્યારે બીજા યુઝર્સ આ ઘટનાને 2025માં ચીનના નવા વિસ્ફોટ તરીકે જોતા મીમ્સ પોસ્ટ કરી રહ્યા છે. ચીનને જવાબદાર ગણાવતા એક યુઝરે લખ્યું, "અમે એક નવું વેરિઅન્ટ ઉમેરી રહ્યા છીએ," અને આ સાથે 'મિર્ઝાપુર' વેબ સિરીઝનો ફોટો પણ જોડવામાં આવ્યો છે.
બાળકો અને શિક્ષકોની પ્રતિક્રિયાઓ પર મીમ્સ
આ વાયરસના ફેલાવાના સમાચાર પર હવે શાળામાં ભણતા બાળકો અને તેમને ભણાવતા શિક્ષકો પર એક મીમ્સ જોવા મળ્યો છે. આ મીમ્સ મુજબ વાલીઓ અને શિક્ષકોની ખરાબ પરિસ્થિતિને દેખાડવામાં આવી છે. આ મીમ્સમાં બાળકો મસ્તી કરતાં અને હસતાં નજર આવે છે, જ્યારે તેમના શિક્ષકો અને માતા-પિતાની ચિંતાઓ અને મુશ્કેલીઓ સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવી છે. આ મીમ્સ દ્વારા તે દર્શાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે કે નવા HMPV વાયરસના કારણે બાળકો ખુશ થવાના છે જ્યારે વાલીઓ અને શિક્ષકોના ખરાબ દિવસો એકવાર ફરી પાછા આવવાના છે.
કોરોના સમયગાળાની યાદો અને સાવચેતીઓ પર મીમ્સ
કેટલાક યુઝર્સ સોશિયલ મીડિયા પર એ સમયના વીડિયો અને ફોટા શેર કરી રહ્યા છે, જેમાં કોરોના પેન્ડેમિક દરમિયાન લેવામાં આવેલી કેટલીક સાવચેતીઓ અને દરરોજની પ્રવૃત્તિઓની યાદ અપાવે છે. એક હેન્ડલ પર 'વગાડો થાળી' કૅપ્શન સાથે મીમ શેર કરવામાં આવ્યું છે, જે જૂના સમયમાં પાછા ફરવાની અને એ દરેક સંકટ સમયે કરવામાં આવેલા ઉપાયોને યાદ કરવા વિશે વાત કરે છે.
શું ધ્યાન રાખવું?
HMVP વાયરસ માટે હાલમાં કોઈ રસી અથવા એન્ટિવાયરલ સારવાર ઉપલબ્ધ નથી. જો કે, ઘણા લોકો આરામ અને હાઇડ્રેશન સાથે સ્વસ્થ થાય છે. પરંતુ ગંભીર કિસ્સાઓમાં, હોસ્પિટલમાં દાખલ થવું અને ઓક્સિજન ઉપચારની જરૂર પડી શકે છે. જોકે, નિષ્ણાતોનું કહેવું છે કે આ અંગે ગભરાવાની જરૂર નથી. આ હિસાબે શિયાળાની ઋતુમાં ખાસ તકેદારી રાખીને તેનાથી બચી શકાય છે.
આ પણ વાંચો: Alert : ચીનમાં ફેલાયેલો ખતરનાક HMPV વાયરસ ભારત પહોંચ્યો, 8 મહિનાની બાળકી સંક્રમિત