Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ચીનમાં કપલને મસ્તી મોંઘી પડી! પ્રેમિકાનો હાથ પ્રેમીના મોંઢામાં ફસાઈ ગયો અને પછી..! જુઓ Video

Hand Stuck in Mouth : ચીનના જિલિન પ્રાંતમાં થોડા દિવસો પહેલા એક એવી વિચિત્ર ઘટના બની, જેણે સોશિયલ મીડિયાને હચમચાવી દીધું. એક યુગલે એક વાયરલ ચેલેન્જનો પ્રયોગ કરવાનું નક્કી કર્યું, પરંતુ આ નિર્ણય તેમના માટે મુશ્કેલીઓ લઈને આવ્યો.
ચીનમાં કપલને મસ્તી મોંઘી પડી  પ્રેમિકાનો હાથ પ્રેમીના મોંઢામાં ફસાઈ ગયો અને પછી    જુઓ video
Advertisement
  • ચીનમાં એક કપલને મજાક ભારે પડ્યો!
  • વાયરલ ચેલેન્જનો અંજામ: પ્રેમિકાનો હાથ પ્રેમીના મોંઢામાં ફસાઈ ગયો!
  • અજીબ ઘટનાઃ પ્રેમીએ ગર્લફ્રેન્ડનો હાથ મોંઢામાં લીધા બાદ હોસ્પિટલ પહોંચ્યો!
  • "Hand-Eating Challenge"નો શિકાર બન્યું યુગલ!
  • મસ્તી પડી મોંઘી! 20 મિનિટની સારવાર બાદ દંપતી છૂટકારો મેળવી શક્યું!

Hand Stuck in Mouth : ચીનના જિલિન પ્રાંતમાં થોડા દિવસો પહેલા એક એવી વિચિત્ર ઘટના બની, જેણે સોશિયલ મીડિયાને હચમચાવી દીધું. એક યુગલે એક વાયરલ ચેલેન્જનો પ્રયોગ કરવાનું નક્કી કર્યું, પરંતુ આ નિર્ણય તેમના માટે મુશ્કેલીઓ લઈને આવ્યો. આ ઘટનામાં એક મહિલાનો હાથ તેના પ્રેમીના મોંઢામાં એવી રીતે ફસાઈ ગયો કે બંનેને હોસ્પિટલની મદદ લેવી પડી. આ બનાવનો વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાયો અને લોકોમાં ચર્ચાનો વિષય બની ગયો.

વાયરલ ચેલેન્જની શરૂઆત

આ ઘટના 18 માર્ચ, 2025ના રોજ જિલિન પ્રાંતની એક હોસ્પિટલમાં બની હતી. ચીનની ન્યૂઝ વેબસાઇટ નેટઇઝ ન્યૂઝના જણાવ્યા મુજબ, આ દંપતી સોશિયલ મીડિયા પર ચાલતા એક ચેલેન્જમાં ભાગ લઈ રહ્યું હતું, જેનું નામ હતું "Hand-Eating Challenge". આ ચેલેન્જમાં એક વ્યક્તિએ પોતાનું મોં પૂરું ખોલવાનું હતું અને બીજી વ્યક્તિએ પોતાની મુઠ્ઠી તેના મોંમાં મૂકવાની હતી. આ યુગલે પણ આ જ કરવાનું નક્કી કર્યું. પ્રેમીએ પોતાનું મોં ખોલ્યું અને પ્રેમિકાએ પોતાનો હાથ તેના મોંઢામાં નાખ્યો, પરંતુ જ્યારે તેણે હાથ બહાર કાઢવાનો પ્રયાસ કર્યો ત્યારે તે ફસાઈ ગયો. આ ઘટનાનો વીડિયો જોઈને ખબર પડે છે કે જ્યારે આ દંપતી આ સ્થિતિમાં હોસ્પિટલ પહોંચ્યું, ત્યારે તેમનો એક મિત્ર તેમને રેકોર્ડ કરી રહ્યો હતો અને હસી રહ્યો હતો. વીડિયોમાં પ્રેમી તેની પ્રેમિકાનો હાથ પકડીને ચાલતો જોવા મળે છે, અને એવું લાગે છે કે તે ગૂંગળાઈ રહ્યો હતો. હોસ્પિટલના વેઇટિંગ રૂમમાં બેસીને પણ તેની હાલત ગંભીર દેખાતી હતી. તેનો ચહેરો લાલ થઈ ગયો હતો અને મોંઢામાંથી લાળ સતત ટપકી રહી હતી. આ બધું છતાં, તે હળવું હસી રહ્યો હતો.

Advertisement

Advertisement

મહિલાનો અનુભવ અને મુશ્કેલી

આ ઘટના દરમિયાન મહિલાએ પોતાનો અનુભવ શેર કરતાં કહ્યું, "તેના ગળામાંથી એક કર્કશ અવાજ આવી રહ્યો હતો. મારા કાંડાથી લઈને કોણી સુધી લાળ વહેતી હતી. એવું લાગ્યું કે મારો હાથ કોઈ માંસના ગ્રાઇન્ડરમાં ફસાઈ ગયો હોય." બંનેએ હાથ બહાર કાઢવા માટે ઘણા પ્રયાસો કર્યા, પરંતુ દરેક વખતે તેઓ નિષ્ફળ રહ્યા. આખરે, તેમને સમજાયું કે આ સમસ્યાને હલ કરવા માટે તબીબી સહાયની જરૂર છે, અને તેઓ હોસ્પિટલ તરફ દોડ્યા. હોસ્પિટલમાં ડૉક્ટર ઝાંગ મિંગયુઆને આ કેસની જવાબદારી લીધી. તેમણે જણાવ્યું કે, શખ્સના મોંઢાના સ્નાયુઓમાં ખેંચાણ આવી ગયું હતું, જેના કારણે તેનું જડબું બંધ થઈ ગયું હતું. જેટલી વધારે પીડા થતી હતી, તેટલું જ તેના જડબાને ખોલવું મુશ્કેલ બનતું જતું હતું, જેનાથી પરિસ્થિતિ વધુ જટિલ બની રહી હતી. ડૉક્ટરે પહેલા શાંત સંગીત વગાડીને તે શખ્સને આરામ આપવાનો પ્રયાસ કર્યો, જેથી તે ઉલટી કે ગૂંગળામણથી બચી શકે. ત્યારબાદ, તેમણે એક ખાસ સાધનનો ઉપયોગ કરીને મોંઢુ થોડું ખોલ્યું અને સ્નાયુઓને શાંત કરવા માટે દવા આપી. આ પછી, મહિલાના કાંડાને ધીમે ધીમે ફેરવીને, જડબાના સાંધાની મદદથી, લગભગ 20 મિનિટની મહેનત પછી બંનેને અલગ કરવામાં સફળતા મળી.

મોંઢામાં છુપાયેલા જોખમો

ડૉક્ટર ઝાંગે આ ઘટના પરથી લોકોને ચેતવણી આપતાં કહ્યું કે, માનવ મોંઢુ ભલે નરમ લાગે, પરંતુ તેમાં ત્રણ ખતરનાક ભાગો હોય છે: દાંત, ગાલના હાડકાં અને સાંધા. જો મોંઢાને બળજબરીથી ખોલવાનો પ્રયાસ કરવામાં આવે તો નસોને નુકસાન થઈ શકે છે અથવા જડબું પોતાની જગ્યાએથી હટી શકે છે. આ ઘટના એક મહત્વનો પાઠ આપે છે કે સોશિયલ મીડિયા પર ચાલતા ચેલેન્જ ભલે મનોરંજક લાગે, પરંતુ તેમાં જોખમો પણ છુપાયેલા હોય છે. ઉલ્લેખનીય છે કે, આ જોડા સાથે જે થયુ તે વિશે સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચાઓ થઇ. ઘણા લોકો આ ઘટનાને હળવાશથી લઇને હસી રહ્યા હતા તો કેટલાક તેની ગંભીર પરિસ્થિતિ માની રહ્યા હતા. તો ઘણા એવું કહી રહ્યા છે કે, ક્યારેક મનોરંજનના ચક્કરમાં પોતાની સુરક્ષાને જોખમમાં મુકવી ન જોઇએ, આવા પડકારોમાં ભાગ લેતા પહેલા એકવાર વિચારવું જરૂરી છે કે તેના પરિણામો શું હોઈ શકે છે.

આ પણ વાંચો :   સમૂહ લગ્નમાં ભાઈ-બહેનના લગ્ન! સમાજ કલ્યાણ વિભાગ પર ઉઠ્યા સવાલ

Tags :
Advertisement

.

×