Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

'મમ્મી હું પાસ થઇ ગઇ.....!', Board Exam નું પરિણામ જણાવતા દીકરી રડી પડી

Board Exam ના પરિણામની માતાને જાણ કરતા દિકરી રડી પડી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો છે, વીડિયોમાં, થાનસિંહ પહેલા વિદ્યાર્થીની માતાને ફોન કરતા જોઈ શકાય છે, "તમારી દીકરી પાસ થઈ ગઈ છે. કૃપા કરીને વાત કરો." પછી છોકરી ફોન પર તેની માતા સાથે વાત કરે છે, અને પછી ખુશીથી થાનસિંહને ભેટે છે. બંની આંખોમાં આંસુ આવી જાય છે.
 મમ્મી હું પાસ થઇ ગઇ         board exam નું પરિણામ જણાવતા દીકરી રડી પડી
Advertisement
  • Board Exam ના પરિણામની માતાને જાણ કરતા દિકરી રડી પડી
  • ગરીબ પરિવારની દિકરી પોલીસ જવાન સંચાલિત શાળામાં ભણી હતી
  • પાસ થવાની ખુશી માતાને કહેતા દિકરી અને જવાન બંનેની આંખોમાં આંસુ
  • આ વીડિયો સોશિયલ મીડિયામાં લોકોના દિલ જીતી રહ્યો છે

Board Exam : જીવનમાં એવી ક્ષણો આવે છે, જે ફક્ત આનંદ જ નહીં પણ સંઘર્ષની જીત પણ વ્યક્ત કરે છે. આવી જ એક ભાવનાત્મક ક્ષણ બની જ્યારે દિલ્હીની એક વિદ્યાર્થીનીએ 10મા ધોરણની બોર્ડ પરીક્ષા પાસ કર્યા પછી તેની માતાને ફોન કર્યો હતો (Delhi Girl Call Mother). દિકરીના અવાજમાં ખુશી હતી, અને તેની આંખોમાં આંસુ હતા, અને આ ક્ષણ હવે સોશિયલ મીડિયા પર લાખો હૃદયને સ્પર્શી રહી છે.

Board Exam, અવાજ ખુશીથી ભરાઇ જાય છે

દિલ્હીની એક વિદ્યાર્થીનીનો 10 માં ધોરણની બોર્ડ પરીક્ષા પાસ કર્યા પછી, તેની માતાને ફોન કરવાનો એક વીડિયો ઝડપથી વાયરલ (Emotional Phone - Viral Video) થઈ રહ્યો છે. ફોન પર તે કહે છે, "મમ્મી, હું પાસ થઈ ગઈ," તેનો અવાજ ખુશીથી ભરાઈ જાય છે, અને તે રડ્યા વગર રહી શકતી નથી.

Advertisement

Advertisement

આ પણ વાંચો ----------- Viral Video : બળદના માથામાં આખી ટાંકી ફસાઇ જતા જાહેરમાં તોફાન મચ્યું !

Board Exam, ગરીબ બાળકોને મફત શિક્ષણ

આ વીડિયો થાનસિંહ કી પાઠશાળાના (Than Singh Ki Pathshala) ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. આ દિલ્હી પોલીસ હેડ કોન્સ્ટેબલ થાનસિંહ (Head Constable - Delhi Police) દ્વારા સંચાલિત એક સંસ્થા છે, જે ગરીબ બાળકોને મફત શિક્ષણ, શૈક્ષણિક સહાય અને આવશ્યક સુવિધાઓ પૂરી પાડે છે.

થાનસિંહની આંખમાં આંસુ આવ્યા

વીડિયોમાં, થાનસિંહ પહેલા વિદ્યાર્થીની માતાને ફોન કરીને કહેતા જોઈ શકાય છે, "તમારી દીકરી પાસ થઈ ગઈ છે. કૃપા કરીને વાત કરો." પછી છોકરી ફોન પર તેની માતા સાથે વાત કરે છે, અને પછી ખુશીથી થાનસિંહને ભેટે છે. તેમની આંખોમાં આંસુ આવી જાય છે, જે આ ક્ષણને વધુ ખાસ બનાવે છે.

ઉજ્જવળ ભવિષ્યની શરૂઆત

પોસ્ટના કેપ્શનમાં જણાવાયું છે કે, આ શાળાના સૌથી જૂના વિદ્યાર્થીઓ છે. ઘણી મુશ્કેલીઓ છતાં, તેણીએ ક્યારેય હાર માની નહીં, અને સખત મહેનત કરવાનું ચાલુ રાખ્યું. તેણીની સફળતા ફક્ત પરીક્ષા પાસ કરવા વિશે નથી, પરંતુ તેના માટે ઉજ્જવળ ભવિષ્યની શરૂઆત પણ દર્શાવે છે.

શિક્ષણ જીવન બદલશે

આ વીડિયોએ લોકોનું ઓનલાઈન ધ્યાન ખેંચ્યું છે. ઘણા યુઝર્સે તેને હૃદયસ્પર્શી ગણાવ્યું છે. લોકોએ વિદ્યાર્થીની મહેનત અને હિંમતની પ્રશંસા કરી છે. કેટલાક લોકોએ કહ્યું કે, આ ક્ષણ તેના જીવનમાં એક વળાંક હતો. ઘણા લોકોએ તેણીને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવી, અને કહ્યું કે, શિક્ષણ એ જીવન બદલવાની સૌથી મોટી શક્તિ છે.

આ પણ વાંચો ----------- Viral Video : બાલ્કનીમાં લટકતા બાળકને કપિરાજનો સહારો, લોકોએ કહ્યું, 'જય બજરંગબલી'

Tags :
Advertisement

.

×