Delhi Heatwave : તપતી ગરમીમાં ડબ્બામાં મુકેલા લાડુંનો 'શીરો' બની ગયો !
Delhi Heatwave : દિલ્હીની એક આગ ઓકતી બપોરનો એક વીડિયો ઓનલાઈન હેડલાઇન્સમાં છવાઈ રહ્યો છે. જ્યારે એક માતા અને પુત્રીએ ઘરમાં રાખેલા લાડુનું બોક્સ ખોલ્યું ત્યારે અંદરના લાડુ ગોળ ન હતા, પણ ડબ્બામાં શીરાની જેમ ફેલાઇ ગયા હતા. આ વાયરલ ક્લિપે લોકોને જોરથી હસાવ્યા છે, અને દિલ્હીની ગરમીની વાસ્તવિક સ્થિતિનો ખુલાસો કર્યો છે.
Delhi Heatwave, લોકોએ લાડુંનો શેક ગણાવ્યું
@hey.chan04 દ્વારા ઇન્સ્ટાગ્રામ પર શેર કરાયેલ આ ક્લિપ સાહિતી છે કે, દિલ્હીની ભીષણ ગરમીમાં મીઠાઇના લાડું પણ પોતાનો આકાર ગુમાવી ચૂક્યા છે. વીડિયોમાં, દીકરી તેની માતાને કહે છે, 'મમ્મી, હવે તે શીરાની જેમ ડબ્બામાં ગોઠવાઇ ગયા છે'. આ વીડિયો વાયરલ થતા લોકો પણ તેના પર લાઇક કોમેન્ટ કર્યા વગર રહી શક્યા નહીં, કેટલાકે તેને 'લડ્ડુ શેક' કહ્યું, જ્યારે કેટલાકે કહ્યું કે, હવે તેને ચમચીથી ખાવું પડશે. આ વિડીયો માત્ર રમુજી જ નથી, સાથો સાથ એ પણ બતાવે છે કે, આજકાલ ગરમીમાં બહાર જવું કેટલું 'ઘાતક' બની શકે છે.
View this post on Instagram
ગરમીને હળવાશથી ના લો
ફક્ત લાડુ જ નહીં, લોકો કહે છે કે, ચોકલેટ અને માખણ થોડીવારમાં પાણીમાં ફેરવાઈ જાય છે. દરમિયાન ગરમીની સ્થિતીના કારણે વહીવટીતંત્રે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. કાળઝાળ તડકામાં બહાર જવાનું ટાળવાની અને પોતાને હાઇડ્રેટેડ રાખવાની સલાહ આપવામાં આવે છે. આ સમાચાર એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે તે આપણને ચેતવણી આપે છે કે આ ગરમીના મોજાને હળવાશથી લેવાની ભૂલ ન કરીએ. અત્રે નોંધનીય છે કે, આ ગરમીની અસરમાં મૃત્યુ થવાથી લઇને સ્વાસ્થ્ય પર નાની-મોટી અસરોની ઘટના સામે આવી રહી છે. મોટા શહેરોમાં તો હોસ્પિટલોમાં અલાયદો હીટવેવ વોર્ડ શરૂ કરવાની ફરજ પણ પડી છે.
આ પણ વાંચો - Cheerleader પર નંબર લખેલી ચીઠ્ઠી ફેંકતા હોબાળો, IPL ના મેદાનની ઘટના


