Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Download Apps
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Delhi Metro Vending Machine : અંત:વસ્ત્રોના ATM થી અચરજ ફેલાયું

Delhi Metro Vending Machine ના વીડિયોએ ભારે ચર્ચા જગાવી છે. ઘણા લોકોએ આ વેન્ડિંગ મશીનના વિચારને ટેકો આપ્યો છે, અને વધુ સુધારા માટે સૂચનો આપ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરી કે, આ સુવિધા મહિલાઓ માટે ખૂબ મદદરૂપ થશે, જ્યારે બીજાએ સૂચન કર્યું કે, તેમાં સ્ટેશનરી અને અન્ય સામાનનો પણ સ્ટોક કરવો જોઈએ.
delhi metro vending machine   અંત વસ્ત્રોના atm થી અચરજ ફેલાયું
Advertisement
  • Delhi Metro Vending Machine નો વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ
  • મેટ્રો સ્ટેશન પર અંતવસ્ત્રો માટેનું વેન્ડિંગ મશીન મુકવામાં આવતા ઉત્સુકતા
  • મહિલાએ બનાવેલો વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો
  • વાયરલ વીડિયો પર ઇન્ટરનેટ યુઝર્સની તરહ તરહની પ્રતિક્રિયાઓ સામે આવી

Delhi Metro Vending Machine : દિલ્હી મેટ્રો કોઈને કોઈ કારણોસર સમાચારમાં રહે છે. ક્યારેક રીલ્સ બનાવવા માટે, ક્યારેક સીટની લડાઈ માટે, પરંતુ આ વખતે, દિલ્હી મેટ્રો કંઈક અનોખા અને અસામાન્ય કારણોસર ભારે ચર્ચામાં છે. રોહિણી ઇસ્ટ મેટ્રો સ્ટેશન પર અંડરગાર્મેન્ટ વેચતી વેન્ડિંગ મશીન જોઈને દિલ્હીની એક મહિલા આશ્ચર્યચકિત થઈ ગઈ છે. વેન્ડિંગ મશીનોમાં સામાન્ય રીતે ચિપ્સ, ચોકલેટ અથવા પીણાંનું વિતરણ કરવામાં આવે છે, પરંતુ આમાં તો અંડરવેર હતા. આ વિડીયોને સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિક્રિયાઓ મળી છે, કેટલાકને તે રમુજી લાગ્યું, જ્યારે અન્ય લોકોએ તેને મુસાફરો માટે ઉપયોગી સુવિધા ગણાવી છે.

 

View this post on Instagram

 

A post shared by Billu Baddie (@baddie.billu)

મેટ્રો સ્ટેશન પર કોણ ઊભા રહીને કહેશે (Delhi Metro Vending Machine)

સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલા એક વિડીયોમાં મેટ્રો સ્ટેશનની અંદર એક વેન્ડિંગ મશીન બતાવવામાં આવ્યું છે, તેમાં મહિલા કહે છે કે, આ મશીન લોકોને બ્રા અને અંડરવેર ખરીદવાનો વિકલ્પ આપે છે. આપણે કયા સ્તરે નવીનતા પર પહોંચ્યા છીએ ? અંડરવેર વેન્ડિંગ મશીનો, પરંતુ કલ્પના કરો કે મેટ્રો સ્ટેશન પર કોણ ઊભા રહીને કહેશે, "અરે, હું મારા અંડરવેર પહેરવાનું ભૂલી ગયો. ચાલો તેને અહીંથી ખરીદી લઉં." આ વિચિત્ર દૃશ્યે લોકોને ઓનલાઈન આનંદ આપ્યો, અને ચર્ચા જગાવી છે. ઘણા યુઝર્સે આ પ્રયાસની પ્રશંસા કરી, જ્યારે અન્ય લોકોએ તેની આવશ્યકતા પર સવાલ ઉઠાવ્યા છે.

Advertisement

આ પણ વાંચો -----  દહેજને 'દાન' નું રૂપાળું નામ આપીને છટ્ક્યાં? 71 લાખ સ્વીકારતા વીડિયો જોઈને તમે ચોંકી જશો!

Advertisement

જાપાનમાં વેન્ડિંગ મશીનો ખૂબ સામાન્ય (Delhi Metro Vending Machine)

આ વિડીયો ઇન્સ્ટાગ્રામ અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ઘણા લોકોએ આ વેન્ડિંગ મશીનના વિચારને ટેકો આપ્યો છે, અને વધુ સુધારા માટે સૂચનો આપ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરી કે, આ સુવિધા મહિલાઓ માટે ખૂબ મદદરૂપ થશે, જ્યારે બીજાએ સૂચન કર્યું કે, તેમાં સ્ટેશનરી અને અન્ય સામાનનો પણ સ્ટોક કરવો જોઈએ. નોંધનીય છે કે, જાપાન જેવા દેશોમાં આવી આવશ્યક વસ્તુઓ માટે વેન્ડિંગ મશીનો ખૂબ સામાન્ય છે.

ડાઘ કે લીકેજમાં કામ લાગશે

એક મહિલાએ કોમેન્ટ કરી કે, "મને લાગે છે કે, તે સારી વાત છે. જો આ સુવિધા ઉપલબ્ધ થશે, તો આપણે પિરિયડ વિશે ચિંતા કરવાની જરૂર રહેશે નહીં. તે ડાઘ કે લીકેજ જેવી સમસ્યાઓ માટે ખૂબ મદદરૂપ થશે." બીજા યુઝરે વેન્ડિંગ મશીનમાં બાળકો માટે સ્ટેશનરી, સીવણનો સામાન, ટીશ્યુ પેપર, હેન્ડ સેનિટાઇઝર અને વોટરકલર્સ રાખવાનું સૂચન કર્યું છે.

આ પણ વાંચો ------ Illegal Bio Lab : ઘરમાંથી HIV-Ebola Virus સાથે 1 હજાર ઉંદરો રિકવર

Tags :
Advertisement

.

×