ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Delhi Police પણ હેકર્સના સકંજામાં આવી ગઈ, X Account થઈ ગયું હેક

Delhi Police X Account : આ બનાવથી પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો
10:32 PM Dec 10, 2024 IST | Aviraj Bagda
Delhi Police X Account : આ બનાવથી પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો
Delhi Police X Account Hacked

Delhi Police X Account : વધુ એક સરકારી સોશિયલ મીડિયા X Account Hackers દ્વારા હેક કરવામાં આવ્યું છે. આ પહેલા અનેક ભારતના સરકારી વિભાગના સોશિયલ મીડિયા X Account અને યૂટ્યૂબ ચેનલ હેક કરવામાં આવી હતી. તો આ વખતે Hackers દ્વારા Delhi Police નું X Account મંગળવારની રાત્રે હેક કરવામાં આવ્યું છે. ત્યારે ચારેય બાજુ એક જ સવાલ ઉભો થયો છે કે, Delhi Police નું X Account શા માટે અને કેવી રીતે હેક કરવામાં આવ્યું હશે.

X Account માંથી ડીપી અને કવર ફોટો હટાવી દેવામાં આવ્યો

સોશિયલ મીડિયા પર હંમેશા Delhi Policeનું X Account એક્ટિવ રહે છે. ત્યારે હાલમાં Hackers દ્વારા Delhi Police ના એક્સ હેન્ડલની ડીપી જ બદલીને બાયો ડિટેલ પણ બદલી નાખી છે. તે સાથે કવર ફોટો બદલતી વખતે હેકરે Magic Eden ની તસવીર મૂકી. તે ઉપરાંત લિંકમાં linktr.ee/magiceden હાઇપરલિંક કરવામાં આવી હતી. હાલમાં, Delhi Police ના X Account પરથી ડીપી અને કવર ફોટો હટાવી દેવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Jaya Kishori એ ફેશન શૂટ કરાવ્યું! જાણો Viral Photos નું વાસ્તવિકતા

આ બનાવથી પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો

જોકે, હવે સફળતાપૂર્વક X Account ને પરત મેળવવામાં આવ્યું છે. આ બનાવથી પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો હતો. Delhi Police નું X Account હેક થયા બાદ તે X પર ટ્રેન્ડ થવા લાગ્યું અને યુઝર્સ તેના પર પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે. જ્યારે કેટલાક લોકોએ આની મજાક ઉડાવી હતી, તો કેટલાક લોકો ખૂબ જ ચિંતિત હતા કે સાયબર ક્રાઈમ સામે લડતી Delhi Police નું પોતાનું X Account પણ હેક થઈ ગયું છે.

આ પણ વાંચો: પત્ની અને સાસરિયાના ત્રાસથી પતિએ આત્મહત્યા પહેલા Video બનાવીને...

Tags :
change bioDelhi PoliceDelhi Police Twitter HackedDelhi Police X AccountDelhi Police X Account Hackeddp removedGujarat FirstTrendingViralViral NewsViral Photos
Next Article