Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

અતિથિ દેવો ભવ: ની પરંપરાને દિલ્હીમાં કલંક લગાવતા રિક્ષાચાલકો, જુઓ વીડિયો

Delhi માં બે વિદેશી યુવતીઓની સાથે છેતરપિંડી 1000 રૂપિયાના બદલે 6000 રૂપિયા માંગવાનું શરૂ કર્યું Sylvia Chan ને 2000 રૂપિયા ચૂકવવા પડ્યા Delhi Viral Video: ભારતમાં મહેમાનોને ભગવાન માનવામાં આવે છે. કારણ કે... ભારતમાં પ્રાચીનકાળથી અતિથિ દેવો ભવ: ની...
અતિથિ દેવો ભવ  ની પરંપરાને દિલ્હીમાં કલંક લગાવતા રિક્ષાચાલકો  જુઓ વીડિયો
Advertisement
  • Delhi માં બે વિદેશી યુવતીઓની સાથે છેતરપિંડી

  • 1000 રૂપિયાના બદલે 6000 રૂપિયા માંગવાનું શરૂ કર્યું

  • Sylvia Chan ને 2000 રૂપિયા ચૂકવવા પડ્યા

Delhi Viral Video: ભારતમાં મહેમાનોને ભગવાન માનવામાં આવે છે. કારણ કે... ભારતમાં પ્રાચીનકાળથી અતિથિ દેવો ભવ: ની પરંપરાનું અનુકરણ કરવામાં આવી રહ્યું છે. જોકે આ પરંપરા પાછણનું મુખ્ય કારણ એ હતું કે, ભારતમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો કરવામાં આવે. અને તેના પરિણામ સ્વરૂપે ભારતની સંસ્કૃતિ સમગ્ર વિશ્વમાં નામના મેળવે. પરંતુ આ આધુનિક જમાનામાં ભારતમાં એવા પણ લોકો છે, જે ભારતમાં આવતા વિદેશી મહેમાનો સાથે ગેરવર્તન કરે છે.

Delhi માં બે વિદેશી યુવતીઓની સાથે છેતરપિંડી

ત્યારે Delhi માંથી આજરોજ એક કિસ્સો સામે આવ્યો છે. જોકે આ ઘટનાની માહિતી એક વિદેશી મહિલા દ્વારા પોતાના સત્તાવાર Instagram Account પર જાહેર કરવામાં આવી હતી. આ ઘટનામાં મહિલા પાસે Delhi માં એક રિક્ષાચાલક દ્વારા બે વિદેશી યુવતીઓની સાથે છેતરપિંડી કરવાનો દાવો કરવામાં આવ્યો છે. કારણ કે... આ Auto Driver એ વિદેશી યુવતીઓને જામા મસ્જિદથી લઈ લાલ કિલ્લા સુધી જવાનું રિક્ષા ભાડું 6000 રુપિયા માગ્યું હતું.

Advertisement

Advertisement

આ પણ વાંચો: Olympic 2024: ભારતીયોને મળશે મફત Visa , જો નીરજ ચોપરા જીતશે Gold

100 રૂપિયાના બદલે 6000 રૂપિયા માંગવાનું શરૂ કર્યું

ત્યારે બે વિદેશી યુવતીઓ પૈકી એક યુવતીએ આ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. અને આ વીડિયો ગણતરીના કલાકોમાં સમગ્ર ભારતમાં જડપથી વાયરલ થઈ રહ્યો છે. જોકે જે યુવતીએ આ વીડિયો પોસ્ટ કર્યો છે, તેણી એક Travel Blogger છે. તેણીનું નામ Sylvia Chan છે. તાજેતરમાં તેણી ભારતના પ્રવાસે આવી હતી. તેના અંતર્ગત તાજેતરમાં તેણી Delhi પ્રવાસે આવી હતી. ત્યારે તેની સાથે આ છેતરપિંડીની ઘટના બની હતી.

Sylvia Chan ને 2000 રૂપિયા ચૂકવવા પડ્યા

Sylvia Chan એ જાહેર કરેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, શરૂઆતમાં રિક્ષાચાલકે તેમની સાથે સારું વર્તન કર્યું હતું. પરંતુ બાદમાં તેમની પાસેથી વધુ પૈસાની માંગણી કરી હતી. રિક્ષાચાલકે તેમને જામા મસ્જિદથી લાલ કિલ્લા સુધી લઈ જવા માટે પ્રથમ ભાડું 100 રૂપિયા નક્કી કર્યું હતું. બાદમાં તેણે 1000 રૂપિયાના બદલે 6000 રૂપિયા માંગવાનું શરૂ કર્યું. ઘણી ચર્ચા બાદ આખરે Sylvia Chan ને 2000 રૂપિયા ચૂકવવા પડ્યા.

આ પણ વાંચો: Google ના કર્મચારીઓને મળતા ભોજનનો વીડિયો જોઈને તમે પણ લાળ ટપકાડશો!

Tags :
Advertisement

.

×