Delivery Boy ની મજબૂરી અને સપનાંનો સામનો થતા 'ચૂમી' લીધું.....!
- Delivery Boy ના બેટિંગ અભ્યાસનો વીડિયો વાયરલ
- સામાન પહોંચાડીને પરત ફરતા ક્રિકેટના બેટ પર નજર પડી
- ફોન મુકીને સપનું હાથમાં આવતા સમય વિતાવી લીધો
Delivery Boy : ભારતમાં ક્રિકેટ (Cricket In India) એક રમત નથી પણ એક જુસ્સો છે. લાખો યુવાનો ક્રિકેટમાં પોતાનું કરિયર બનાવવા માંગે છે. પરંતુ કઠિન સ્પર્ધાને કારણે, ઘણા ખેલાડીઓ ભારતીય ટીમ અથવા તેમના રાજ્ય ટીમ માટે પસંદ થતા નથી. આવી સ્થિતિમાં, ઘરની જવાબદારીઓને કારણે, આ ખેલાડીઓએ ક્રિકેટ છોડીને અન્ય કોઈ વિકલ્પ જોડે એડજેસ્ટ થવું પડે છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે (Social Media - Viral Video), જેમાં એક ડિલિવરી બોય લાખો યુઝર્સના દિલ જીતી રહ્યો છે.
Delivery Boy, પોતાને રોકી શકતો નથી
સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ જ ધૂમ મચાવી રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે એક ડિલિવરી બોય એક ઘર સુધી સામાન પહોંચાડી રહ્યો છે. સામાન પહોંચાડ્યા પછી, જ્યારે આ યુવાનની નજર સામે રાખેલા બેટ પર પડે છે, ત્યારે ડિલિવરી બોય પોતાને રોકી શકતો નથી અને પોતાનો ફોન નીચે મૂકીને બેટ ઉપાડે છે.
A delivery guy saw a cricket bat while leaving and couldn’t control to have a go. 🥹
- He kissed the bat after practicing few shots! ❤️ pic.twitter.com/eTmwcmzwHD
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 20, 2026
આ પણ વાંચો - PM Modi એ Giorgia Meloni ને ગિફ્ટ કરી ‘મેલોડી’, ઈટાલીના વડાપ્રધાને કહ્યું આભાર મોદીજી, જુઓ Video
Delivery Boy, ફોન લઇને ચાલ્યો ગયો
આ પછી, ડિલિવરી બોય બેટ ઉપાડે છે, સ્ટેન્સ લે છે અને શેડો પ્રેક્ટિસ શરૂ કરે છે. વીડિયોમાં, ડિલિવરી બોય ફ્રન્ટ ફૂટથી કવર ડ્રાઇવ, સ્ટ્રેટ ડ્રાઇવ અને કેટલાક અન્ય શોટ્સનો અભ્યાસ કરે છે. આ પછી ડિલિવરી બોય બેટ ત્યાં રાખે છે. પરંતુ ખાસ વાત એ છે કે, બેટ મુકતી વખતે આ યુવકે બેટને ચુંબન કર્યું હતું, જેની દુનિયાભરમાં પ્રશંસા થઈ રહી છે. આ પછી ડિલિવરી બોય તેનો ફોન લઈને ચાલ્યો જાય છે.
સપનાઓનું બલિદાન આપવાનું શીખવે
આ વીડિયોમાં યુઝર્સ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, "જ્યારે પરિવારની જવાબદારીઓ આવે છે, ત્યારે કેટલાક સપના ચકનાચૂર થઈ જાય છે," જ્યારે બીજા યુઝરે લખ્યું કે, "મુશ્કેલ પરિસ્થિતિઓ ઘણીવાર વ્યક્તિને વધુ મજબૂત વ્યક્તિ બનાવે છે, અને તેમને તેમના સપનાઓનું બલિદાન આપવાનું શીખવે છે." અન્ય યુઝરે લખ્યું કે, "તમે કોઈ વ્યક્તિ પાસેથી ક્રિકેટ છીનવી શકો છો... પરંતુ તેનામાંથી ક્રિકેટને ક્યારેય દૂર કરી શકતા નથી. બેટ પરનું તે નાનું ચુંબન... મને તે ખૂબ જ યાદ આવે છે."
આ પણ વાંચો - PM Modi અને Meloni ની રીલે ઇન્ટરનેટ હંફાવ્યું, જાણો કેટલી વાયરલ થઇ !


