ધોરણ 10માં ફેલ વિદ્યાર્થીના માતા-પિતાએ કરી ઉજવણી, 32 ટકાનું સેલીબ્રેશન થયું Viral
Karnataka માં એક પેરેન્ટ એવા છે જેમણે પોતાના સંતાનને ધોરણ 10માં ફેલ થવાની ઉજવણી કરી છે. માત્ર 32 ટકા મેળવેલા સંતાનને તેમણે ઠપકો ન આપ્યો પરંતુ કેક કટિંગ (Cake Cutting) કરાવ્યું અને સેલિબ્રેશન કર્યુ. આ Celebration વાયરલ થઈ રહ્યું છે. વાંચો વિગતવાર.
Advertisement
- ધોરણ 10માં ફેલ થવાની ઉજવણી Social Media માં થઈ રહી છે વાયરલ
- કર્ણાટકના વિદ્યાર્થીના માતા-પિતાએ રજૂ કર્યુ Successful Parenting
- કેક પર 32 ટકા લખાવીને વિદ્યાર્થી પાસે તેનું કટિંગ કરાવ્યું
Viral: સમગ્ર દેશમાં અત્યારે Board Exam ના રીઝલ્ટની મોસમ છે. તેથી વિદ્યાર્થીઓમાં કહીં ખુશી કહીં ગમનો માહોલ છે. ઓછા ટકા આવે ત્યારે ઘણા પરિવારો પર આભ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાય છે. જો કે Karnataka માં એક પેરેન્ટ એવા છે જેમણે પોતાના સંતાનને ધોરણ 10માં Fail થવાની ઉજવણી કરી છે. આ પેરેન્ટે સંતાનને ઠપકો આપવાને બદલે Cake Cutting કરીને સેલિબ્રેશન કર્યુ છે. આ સેલિબ્રેશન Social Media માં વાયરલ થઈ રહ્યું છે.

