ધોરણ 10માં ફેલ વિદ્યાર્થીના માતા-પિતાએ કરી ઉજવણી, 32 ટકાનું સેલીબ્રેશન થયું Viral
- ધોરણ 10માં ફેલ થવાની ઉજવણી Social Media માં થઈ રહી છે વાયરલ
- કર્ણાટકના વિદ્યાર્થીના માતા-પિતાએ રજૂ કર્યુ Successful Parenting
- કેક પર 32 ટકા લખાવીને વિદ્યાર્થી પાસે તેનું કટિંગ કરાવ્યું
Viral: સમગ્ર દેશમાં અત્યારે Board Exam ના રીઝલ્ટની મોસમ છે. તેથી વિદ્યાર્થીઓમાં કહીં ખુશી કહીં ગમનો માહોલ છે. ઓછા ટકા આવે ત્યારે ઘણા પરિવારો પર આભ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાય છે. જો કે Karnataka માં એક પેરેન્ટ એવા છે જેમણે પોતાના સંતાનને ધોરણ 10માં Fail થવાની ઉજવણી કરી છે. આ પેરેન્ટે સંતાનને ઠપકો આપવાને બદલે Cake Cutting કરીને સેલિબ્રેશન કર્યુ છે. આ સેલિબ્રેશન Social Media માં વાયરલ થઈ રહ્યું છે.
વિદ્યાર્થીએ મેળવ્યા માત્ર 32 ટકા
કર્ણાટકના બાગલકોટમાં રહેતા ધોરણ 10ના અભિષેક નામના વિદ્યાર્થીએ Board Exam માં માત્ર 32 ટકા મેળવ્યા છે. આ વિદ્યાર્થીએ કુલ ગુણ 625માંથી માત્ર 200 ગુણ પ્રાપ્ત કર્યા છે. આ પરિણામ બાદ પણ વિદ્યાર્થીના માતા-પિતાએ તેને ઠપકો આપવાને બદલે તેનું Warm Welcoming કર્યુ. એટલું જ નહિ પણ પરિણામ દર્શાવતી કેક લાવીને વિદ્યાર્થી પાસે કેક કટિંગ કરાવ્યું. માતા-પિતાએ આડોશ પાડોશમાં મીઠાઈ વહેંચી.
શું કહે છે માતા-પિતા ?
માતા-પિતાનું કહેવું છે કે, આખા વર્ષ દરમિયાન વિદ્યાર્થીએ કરેલ મહેનતની કદર થવી જોઈએ. અભિષેકના પિતાએ કહ્યું, અમે ઈચ્છતા હતા કે અભિષેક નિરાશ ન થાય, પરંતુ આગલી વખતે વધુ સારું કરે.' આ નાજુક ક્ષણે અમે અભિષેકનું મનોબળ વધાર્યુ છે. અભિષેકે પણ અમને વચન આપ્યું છે કે, આગલી વખતે હું બધા વિષયોમાં પાસ થઈશ. આ Celebration નો વીડિયો સોશિયલ મીડિયામાં Viral થઈ રહ્યો છે. આ વીડિયો પર યુઝર રંગ બે રંગી કોમેન્ટ્સ પણ કરી રહ્યા છે.
આ પણ વાંચોઃ શું તમે ટુ વ્હીલર ચલાવતા બળદને જોયો છે ? જોઈ લો આ Viral Video
યુઝર્સની રંગબેરંગી કોમેન્ટ્સ
ધોરણ 10માં માત્ર 32 ટકા મેળવીને નપાસ થનારા વિદ્યાર્થીના માતા પિતાએ કેક કાપીને પરિણામની કેક કાપીને ઉજવણી કરી છે. આ સેલિબ્રેશનનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયો પર યુઝર્સ રંગેબેરંગી કોમેન્ટ્સ કરી રહ્યા છે. એક યુઝરે જણાવ્યું કે, તમે ઉજવણી કરી રહ્યા છો કે Troll કરી રહ્યા છો ? બીજા એક યુઝરે લખ્યું કે, આ ઉજવણી થોડી વધારે પડતી થઈ રહી છે.
આ પણ વાંચોઃ Pahalgam terrorist attack બાદ ધીરેન્દ્ર શાસ્ત્રીના પાકિસ્તાન પર આકરા પ્રહાર