Pahalgam terrorist attack બાદ ધીરેન્દ્ર શાસ્ત્રીના પાકિસ્તાન પર આકરા પ્રહાર
- ધીરેન્દ્ર શાસ્ત્રીના પાકિસ્તાન પર આકરા પ્રહાર
- આ સદીની સૌથી નિંદનીય ઘટના- શાસ્ત્રી
- યુઝર્સે શાસ્ત્રીને ટ્રોલ કરવાનું શરૂ કર્યુ
Pahalgam terrorist attack: જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલ, 2025ના રોજ થયેલા ભયાનક આતંકવાદી હુમલાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. આ હુમલામાં આતંકવાદીઓએ મુખ્યત્વે હિંદુ પર્યટકોને નિશાન બનાવીને 26 નિર્દોષ લોકોની હત્યા કરી હતી. આ ઘટના બાદ બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીએ પાકિસ્તાન અને ઇસ્લામિક આતંકવાદને આડેહાથ લેતાં ઇસ્લામિક આતંકવાદને કવર આપી રહેલા કહેવાતા ધર્મનિરપેક્ષવાદીઓને નિશાન બનાવ્યા છે.
ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું....
એક વાયરલ વીડિયોમાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું, "ભારતમાં હિંદુ હોવું જો જીવલેણ બની જાય તો આનાથી મોટું દુર્ભાગ્ય બીજું કોઈ હોઈ શકે નહીં. પહેલગામની ઘટના આ સદીની સૌથી નિંદનીય ઘટના છે. આતંકવાદીઓએ ન જાતિ પૂછી, ન ભાષા પૂછી, ન SC, ST કે OBC વિશે જાણવાનો પ્રયાસ કર્યો. તેમણે ફક્ત એક જ સવાલ પૂછ્યો, 'શું તમે હિંદુ છો?' અને પછી ગોળીઓ ચલાવી દીધી." તેમણે આગળ કહ્યું કે આ દેશ આનાથી મોટા દુર્ભાગ્યનો સામનો ક્યારેય કરી શકે નહીં.
80 હજાર પાકિસ્તાની મહિલાઓ ભારતમાં રહે છે
ધીરેન્દ્ર શાસ્ત્રીએ વધુમાં પાકિસ્તાન પર નિશાન સાધતા કહ્યું કે, લગભગ 80 હજાર પાકિસ્તાની મહિલાઓ ભારતમાં રહે છે, જેઓ પોતાના પતિઓને પાકિસ્તાનમાં છોડીને અહીં આવીને ભારતનું રાશન ખાય છે. તેમણે કહ્યુ કે, જે દેશ પોતાની પત્નીઓને સાચવી શકતો નથી, તે દેશ કેવી રીતે પોતાને સાચવશે? શાસ્ત્રીએ ઉદાહરણ તરીકે ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાનો ઉલ્લેખ કર્યો, જેણે પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક સાથે લગ્ન કર્યા હતા.
આ પણ વાંચો : Rajasthan: જેસલમેરમાંથી પકડાયો ISI જાસૂસ! પાકિસ્તાની હેન્ડલર્સને આપતો હતો ગુપ્ત માહિતી
યુઝર્સની પ્રતિક્રિયા
વીડિયો વાયરલ થતા હવે કેટલાક યુઝર્સે ધીરેન્દ્ર શાસ્ત્રીને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે. એક યુઝરે લખ્યું, ધીરેન્દ્ર શાસ્ત્રીજીએ એક પરચી જારી કરીને પહેલગામમાં આતંકવાદી હુમલો થવાનો છે તેની અગાઉથી જાણ કરી દેવી જોઈતી હતી.
અન્ય એક યુઝરે કહ્યું, આતંકવાદીઓથી બચાવવા માટે એક પણ સુરક્ષા કર્મચારી ત્યાં હાજર નહોતો. ગુપ્તચર વિભાગ કેમ સૂઈ રહ્યો હતો અને ભૂતકાળ અને ભવિષ્ય વિશે બધું જ કહેનારા આ ઢોંગીને પણ કોઈ ખ્યાલ નહોતો. અને એક નહીં પણ ઘણા સ્થાનિક લોકોએ પ્રવાસીઓના જીવ બચાવ્યા. તેમાંથી એક આતંકવાદી સાથે લડ્યો અને પોતાનો જીવ પણ ગુમાવ્યો. સરકારને પૂછો, ઢોંગીઓ, સુરક્ષા કર્મચારીઓ ત્યાં કેમ હાજર ન હતા. પાકિસ્તાનના ટુકડા કરીને તેનો નાશ ક્યારે થશે?
આ પણ વાંચો : NEW FACE OF TERROR : પાકિસ્તાની આતંકવાદનો નવો પહેરો ઉઘાડો પાડતા BJP MP, કહ્યું, '5 લાખથી વધુ...'