Diana Duyser Story : મહિલાએ જાદુઇ Grilled Chees ને લાખોની કિંમતે વેચ્યું !
Diana Duyser Story એ ઇન્ટરનેટ પર ભારે આશ્ચર્ય સર્જ્યું છે, અમેરિકાના ફ્લોરિડાની મહિલાએ 10 વર્ષો સુધી સાચવીને રાખેલા ગ્રીલ્ડ ચીઝનું બટકું મારતા તેના પર દેવીનું ચિત્ર ઉપસી આવ્યું હતું, ત્યાર બાદ તેણીએ તેને ખાવાની જગ્યાએ તેને વેચવા માટે ઓનલાઇન મુક્યું હતું, ત્યાર બાદ મહિલાની કિસ્મત ચમકી ઉઠી હતી, અને લાખોની કિંમતે તે વસ્તુ વેચાઇ હતી, કસિનો દ્વારા તેને ખરીદવામાં આવ્યું હતું.
Advertisement
- Diana Duyser Story એ ઇન્ટરનેટ પર ભારે આશ્ચર્ય સર્જ્યું
- મહિલાએ ગ્રીલ્ડ ચીઝને વર્ષો સુધી સાચવી રાખ્યા બાદ તેવું જ રહ્યું
- પહેલું બટકું ખાવા જતા મહિલાના ધ્યાને ચીઝ પર ઉપસેલું ચિત્ર આવ્યું
- આ સેન્ડવિચ લાખોની કિંમતે વેચાઇ, મહિલા માલામાલ થઇ ગઇ
Diana Duyser Story : શું એક સાદી સેન્ડવીચ રાતોરાત કોઈનું નસીબ બદલી શકે છે ? તમારો જવાબ હશે ના, પરંતુ ફ્લોરિડાની એક મહિલા સાથે આવું જ કંઈક બન્યું છે. નાસ્તામાં ખાવા જઈ રહેલી સેન્ડવીચ પર એક રહસ્યમય છબીએ તેને લાખો રૂપિયાની માલિકણ બનાવી દીધી છે. 10 વર્ષ સુધી અકબંધ રહેલી આ સેન્ડવીચ દુનિયા માટે રહસ્ય બની ગઈ છે.

