Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પતિના અવસાન બાદ હોસ્પિટલ સ્ટાફે ગર્ભવતી પત્ની પાસે સ્ટ્રેચર સાફ કરાવ્યું, જુઓ

Dindori Hospital Viral Video : Hospital માં જ તેના પતિનું મૃત્યુ થયું હતું
પતિના અવસાન બાદ હોસ્પિટલ સ્ટાફે ગર્ભવતી પત્ની પાસે સ્ટ્રેચર સાફ કરાવ્યું  જુઓ
Advertisement
  • Dindori ની હોસ્પિટલમાંથી અમાનવીય ઘટના આવી સામે
  • પતિના મૃત્યુ બાદ ગર્ભવતી મહિલા પાસે સ્ટ્રેચર સાફ કરાવ્યું
  • Hospital માં જ તેના પતિનું મૃત્યુ થયું હતું

Dindori Hospital Viral Video : Madhya Pradesh ના Dindori માં એક પ્રાથમિક Hospital નો વીડિયો વાયરલ થયા બાદ વહીવટીતંત્ર એક્શનમાં આવ્યું છે. ગરડાસરી પ્રાથમિક Hospital ના નર્સ અને નર્સિંગ અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. Gadasarai Health Centre નો એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં એક મહિલા સ્ટ્રેચર સાફ કરતી જોવા મળે છે. પરંતુ જાણવા મળ્યું કે આ મહિલાના પતિના મૃત્યુ બાદ હોસ્પિટલના સ્ટાફે તેની પાસે સ્ટ્રેચર સાફ કરાવ્યું હતું. આ પછી સંબંધિત અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે.

પતિના મૃત્યુ બાદ ગર્ભવતી મહિલા પાસે સ્ટ્રેચર સાફ કરાવ્યું

એક અહેવાલના જણાવ્યા અનુસાર, મુખ્ય તબીબી અને આરોગ્ય અધિકારી Dindori એ જિલ્લામાં બનેલી અમાનવીય ઘટના માટે જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ સામે શિસ્તભંગની કાર્યવાહી કરી છે. આ સંદર્ભે જારી કરાયેલા આદેશ અનુસાર Gadasarai Health Centre ના નિયુક્ત મેડિકલ ઓફિસર ડો.ચંદ્રશેખર સિંઘને આગામી આદેશ સુધી સામુહિક Hospital કરંજિયા સાથે જોડવામાં આવ્યા છે. તેમજ Gadasarai Health Centre ના નર્સિંગ ઓફિસર રાજકુમારી અને આયા છોટીબાઈ ઠાકુરને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

Advertisement

આ પણ વાંચો: ચાલતી ટ્રેનમાંથી મહિલાએ પતિની સાથે ઝઘડો થતા મારી છલાંગ, જુઓ Video

Advertisement

Hospital માં જ તેના પતિનું મૃત્યુ થયું હતું

જોકે આ મહિલા તેના પતિને Dindori જિલ્લાના ગરદાસરી સામુહિક Hospital માં સારવાર માટે લઈ આવી હતી. ત્યારે Hospital માં જ તેના પતિનું મૃત્યુ થયું હતું. પતિના મૃત્યુ બાદ ગર્ભવતી મહિલા તેના બાળકો સાથે રડવા લાગી હતી. જોકે આવા સમયે Hospital ના સ્ટાફે તેને મદદ કરવાને બદલે તેને સ્ટ્રેચર સાફ કરાવ્યું હતું. કોઈએ આ ઘટનાનો વીડિયો રેકોર્ડ કરીને વાયરલ કરી દીધો. વીડિયો વાયરલ થયા બાદ હોબાળો થયો હતો અને દોષિત કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

આ પણ વાંચો: લોરેન્સ બિશ્નોઈના નામે ધમકી આપનારાની પોલીસે કરી ધરપકડ

Tags :
Advertisement

.

×