ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

વાહ! માલિકની ઉદારતા: દિવાળી પર 51 'રોકસ્ટાર' કર્મચારીઓને આપી કારની ગિફ્ટ

પંચકૂલાની કંપનીના માલિક એમકે ભાટિયાએ સતત ત્રીજા વર્ષે કર્મચારીઓને કાર આપીને તેમનો આભાર માન્યો. પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ.
08:50 PM Oct 20, 2025 IST | Mihir Solanki
પંચકૂલાની કંપનીના માલિક એમકે ભાટિયાએ સતત ત્રીજા વર્ષે કર્મચારીઓને કાર આપીને તેમનો આભાર માન્યો. પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ.
Diwali Gift Cars Employees

Diwali Gift Cars Employees : હરિયાણાના પંચકૂલામાં દિવાળીના શુભ પ્રસંગે એક કંપનીએ પોતાના 51 કર્મચારીઓને 51 બ્રાન્ડ ન્યૂ કાર મફતમાં ભેટ આપીને ઉદારતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. મિટ્સ હેલ્થકેર (Mits Healthcare) ના સંસ્થાપક અને જાણીતા સામાજિક કાર્યકર્તા એમકે ભાટિયા (MK Bhatia) એ શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ટીમના સભ્યોને કારની ચાવીઓ સોંપી અને તેમને 'રોકસ્ટાર સેલિબ્રિટી' નું બિરુદ આપીને તેમનો આભાર વ્યક્ત કર્યો.

સતત ત્રીજા વર્ષે કારની ગિફ્ટ (MK Bhatia Mits Healthcare)

સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, આ સતત ત્રીજું વર્ષ છે જ્યારે એમકે ભાટિયાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા કર્મચારીઓને દિવાળીના અવસર પર કાર જેવી મોંઘી ભેટ આપી છે. ભાટિયાએ લિંક્ડઇન (LinkedIn) પર એક પોસ્ટમાં આ ખુશી વ્યક્ત કરતા લખ્યું, "પાછલા બે વર્ષની જેમ, અમે શ્રેષ્ઠ કામ કરનારા સહકર્મીઓને દિવાળી પર કારો ભેટમાં આપવાનું ચાલુ રાખ્યું છે અને આ વર્ષે પણ આ જશ્ન ચાલુ છે!" ભાટિયાએ આ અઠવાડિયે કર્મચારીઓને વાહનોની સોંપણી કરી, ત્યારબાદ શોરૂમથી કંપનીની ઓફિસ સુધી એક "કાર ગિફ્ટ રેલી" પણ કાઢવામાં આવી હતી.

"તેઓ મારા રોકસ્ટાર સેલિબ્રિટી છે"  (51 Cars Diwali Gift)

કર્મચારીઓ પ્રત્યે પોતાનો આભાર વ્યક્ત કરતા એમકે ભાટિયાએ કહ્યું, "મેં તેમને ક્યારેય કર્મચારી કે સ્ટાફ નથી કહ્યા. તેઓ મારા ફિલ્મી જીવનના રોકસ્ટાર સેલિબ્રિટી છે— તે સિતારાઓ છે જે અમારી સફરના એડવેન્ચરને બ્લોકબસ્ટર બનાવે છે. કેટલીક રાઇડ્સ પહેલાથી જ આવી ગઈ છે અને કેટલીક આવવાની બાકી છે. જોતા રહો… આ દિવાળી વધુ ખાસ થવાની છે!"

કર્મચારીઓની મહેનતનું સન્માન – (Panchkula Company Owner)

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેઓ દર વર્ષે આટલી મોંઘી ભેટ શા માટે આપે છે, ત્યારે ભાટિયાએ જણાવ્યું કે, "મારા સહયોગીઓ મારી દવા કંપનીઓની કરોડરજ્જુ છે. તેમની સખત મહેનત, ઈમાનદારી અને સમર્પણ જ અમારી સફળતાનો પાયો છે. તેમના પ્રયાસોને ઓળખવા અને તેમને પ્રેરિત કરવા એ જ મારો એકમાત્ર હેતુ છે."

સોશિયલ મીડિયા પર પોસ્ટ વાયરલ (Employee Appreciation Gifts)

ભાટિયાની આ ઉદારતા સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ છે અને યુઝર્સ તેમના આ પગલાની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, "મારી કંપનીએ દિવાળી માટે ડ્રાયફ્રૂટ્સનો નાનો જાર અને 4 દીવા આપ્યા છે," જ્યારે અન્ય એક યુઝરે લખ્યું, "તમારી ટીમના મૂલ્યવાન સભ્યો માટે આ ખુશીની પળો છે અને તેઓ ધન્ય છે."

આ પણ વાંચો : Diwali Celebration Canada: કેનેડાના રસ્તાઓ પર ભારતીય રંગો! ટોરોન્ટોમાં દિવાળીની ઉજવણીનો Video Viral

Tags :
Corporate Giftdiwali giftEmployee MotivationEmployees GiftFestival CelebrationFree Car GiftMits HealthcareMK BhatiaPanchkula NewsViral News
Next Article