Alcohol પીધા પછી લોકો કેમ વધુ પ્રમાણિક બની જાય છે, જાણો કારણ...
નશામાં ધૂત લોકો વિચાર્યા વિના બોલવાનું શરૂ કરે છે
કેટલીકવાર તેઓ સમજી શકતા નથી કે તેઓ શું કહે છે
વિચારવાની અને નિર્ણય લેવાની ક્ષમતા પર અસર થાય છે
more honest when they're drunk : નશો કરવાથી લોકોનું વર્તન અને વિચારવામાં ફેરફાર આવી જાય છે. તો ખાસ કરીને હદથી વધારે Alcohol પીધા પછી લોકોના વર્તનમાં ફેરફાર થઈ જાય છે. ત્યારે લોકો ખુલીને વાત કરવાનું શરૂ કરી દે છે અને કોઈ પણ સંકોચ વગર પોતાની લાગણી વ્યક્ત કરે છે. આ કારણે ક્યારેક એવું લાગે છે કે જ્યારે લોકો નશામાં હોય ત્યારે કેમ પ્રમાણિક બની જાય છે. તો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી Alcohol આપણા મગજને અસર કરે છે. જે આપણી વિચારવાની અને નિર્ણય લેવાની ક્ષમતાને નબળી પાડે છે.
નશામાં ધૂત લોકો વિચાર્યા વિના બોલવાનું શરૂ કરે છે
તો Alcohol મગજના તે ભાગને અસર કરે છે જે આપણને સજાગ અને એકાગ્રતામાં મદદ કરે છે. આ કારણે લોકો નશામાં વધુ ભાવુક અને બેદરકાર બની જાય છે. જ્યારે લોકો Alcohol પીવે છે, ત્યારે તેમનું મગજ સામાન્ય કરતા ધીમી ગતિએ કામ કરવાનું શરૂ કરે છે. આ તેમની વિચારવાની અને સમજવાની ક્ષમતાને અસર કરે છે. તેથી નશામાં ધૂત લોકો વિચાર્યા વિના બોલવાનું શરૂ કરે છે. જેના કારણે તેમના મનની વાત બહાર આવી જાય છે. જ્યારે નશામાં હોય ત્યારે લોકો તેમની લાગણીઓ વધુ સચોટ રીતે વ્યક્ત કરે છે.
આ પણ વાંચો: Tinder Leave And Subscriptions આ દેશની કંપની કર્મચારીઓને આપશે
After drinking alcohol, some people experience feelings of shame or guilt. Experts call this hangover anxiety or “hangxiety.” It might be linked to dehydration, experts say. https://t.co/JT3VOI6xYn pic.twitter.com/m9UXLGRFrE
— Hauser Clinic (@hauserclinic) March 15, 2023
કેટલીકવાર તેઓ સમજી શકતા નથી કે તેઓ શું કહે છે
જ્યારે Alcohol નો નશો કોઈ વ્યક્તિ પર સવાર હોય, ત્યારે ઘણીવાર પોતાની જાતને મૂંઝવણમાં મૂકે છે. તેઓ પોતાની ગેરમાન્યતાઓને સત્ય માનીને વાતો કરવાનું શરૂ કરે છે. તેથી એવું જરૂરી નથી કે તેઓ જે કહે છે તે તેમની વાસ્તવિક વિચારસરણી હોય. તો નશામાંલોકો વધુ પ્રમાણિક બને છે તેવું કહેવું હંમેશા યોગ્ય નથી. કેટલાક લોકો નશામાં હોય ત્યારે તેમની સાચી લાગણીઓ વ્યક્ત કરી શકે છે, પરંતુ કેટલીકવાર તેઓ સમજી શકતા નથી કે તેઓ શું કહે છે.
વિચારવાની અને નિર્ણય લેવાની ક્ષમતા પર અસર થાય છે
એક અભ્યાસ અનુસાર Alcohol પીધા પછી લોકોની વિચારવાની અને નિર્ણય લેવાની ક્ષમતા પર અસર થાય છે. Journal of Psychopharmacology માં પ્રકાશિત થયેલા સંશોધનમાં જાણવા મળ્યું છે કે નશામાં લોકો તેમના મગજના પ્રીફ્રન્ટલ કોર્ટેક્સનો ઓછો ઉપયોગ કરે છે. જે વિચાર અને સામાજિક સંયમને નિયંત્રિત કરે છે. તેનાથી તેમનો ખચકાટ ઓછો થાય છે અને તેઓ ખુલીને બોલવા લાગે છે. જોકે, આ અભ્યાસમાં એ પણ જાણવા મળ્યું છે કે Alcohol પીવાથી લોકો વધુ ભાવનાત્મક રીતે પ્રતિક્રિયા આપે છે.
આ પણ વાંચો: આ Australian Prostitute ને પુરુષો એક કલાક માટે 1300 ડોલર માત્ર...