Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

'Shut up Trump'! ઈરાનમાં ડોનાલ્ડ ટ્રમ્પનો AI Video વાયરલ, યુદ્ધવિરામ લંબાવવા મુદ્દે ભારે મજાક

Donald Trump Viral Video : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈરાન વચ્ચેના સંબંધો હંમેશા ચર્ચામાં રહે છે, પરંતુ આ વખતે એક AI-જનરેટેડ વીડિયોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. આ વીડિયો ઈરાનમાં એટલો લોકપ્રિય થયો છે કે હૈદરાબાદ સ્થિત ઈરાની કોન્સ્યુલેટે પણ તેને શેર કરીને યુદ્ધવિરામ લંબાવવાની પ્રક્રિયા પર કટાક્ષ કર્યો છે.
 shut up trump   ઈરાનમાં ડોનાલ્ડ ટ્રમ્પનો ai video વાયરલ  યુદ્ધવિરામ લંબાવવા મુદ્દે ભારે મજાક
Advertisement
  •  ઈરાને રમુજી AI Video શેર કરી અમેરિકી રાષ્ટ્રપતિની મજાક ઉડાવી
  • વીડિયોમાં ઈરાને યુદ્ધવિરામ લંબાવવાના નિર્ણય પર વ્યંગાત્મક કટાક્ષ કર્યો
  • AI વીડિયોમાં ઈરાની પ્રતિનિધિઓની રાહ જોતા દેખાયા ડોનાલ્ડ ટ્રમ્પ
  • પાકિસ્તાનની વિનંતી પર યુદ્ધવિરામ લંબાવવાની વાતને રમુજી રીતે રજૂ કરાઈ
  • ઈરાની કોન્સ્યુલેટે સત્તાવાર હેન્ડલ પરથી વીડિયો શેર કરતા રાજકીય ગરમાવો

Trump AI Video : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) અને ઈરાન વચ્ચેના સંબંધો હંમેશા ચર્ચામાં રહે છે, પરંતુ આ વખતે એક AI-જનરેટેડ વીડિયો (AI-generated video)એ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. આ વીડિયો ઈરાનમાં એટલો લોકપ્રિય થયો છે કે હૈદરાબાદ સ્થિત ઈરાની કોન્સ્યુલેટે પણ તેને શેર કરીને યુદ્ધવિરામ (Ceasefire) લંબાવવાની પ્રક્રિયા પર કટાક્ષ કર્યો છે.

Trump AI Video : શું છે આ વાયરલ વીડિયોમાં?

આશરે 45 સેકન્ડના આ વીડિયોમાં AI ની મદદથી ટ્રમ્પ, ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ (JD Vance) અને અન્ય નેતાઓ એક ટેબલ પર બેઠેલા બતાવવામાં આવ્યા છે. તેઓ ઈરાની પ્રતિનિધિ મંડળની રાહ જોઈ રહ્યા છે.
વીડિયોમાં ટ્રમ્પ સોશિયલ મીડિયા પોસ્ટ કરતા દેખાય છે કે ઈરાન સાથેની વાતચીત સારી ચાલી રહી છે, જ્યારે હકીકતમાં સામેની ખુરશીઓ ખાલી હોય છે. એક રમુજી દ્રશ્યમાં ટ્રમ્પ ગુસ્સે ભરાઈને કહે છે કે જો ઈરાન નહીં આવે તો તેઓ હુમલો કરશે. તેમજ વીડિયોના અંતમાં એક સહાયક ટ્રમ્પને કાગળ આપે છે જેના પર "Shut up Trump" (ટ્રમ્પ બંધ કરો) લખેલું હોય છે.

Advertisement

Advertisement

પાકિસ્તાનનું કનેક્શન અને યુદ્ધવિરામ

વીડિયોમાં કટાક્ષ કરવામાં આવ્યો છે કે ટ્રમ્પ પાકિસ્તાનની વિનંતી પર ઈરાન સાથે યુદ્ધવિરામ લંબાવે છે. વાસ્તવિક ઘટનાક્રમ મુજબ, ટ્રમ્પે અગાઉ જણાવ્યું હતું કે પાકિસ્તાનની વિનંતીને માન આપીને ઈરાનને શાંતિ પ્રસ્તાવ તૈયાર કરવા માટે વધુ સમય આપવામાં આવ્યો છે. આ ગંભીર રાજકીય ઘટનાને વીડિયોમાં અત્યંત વ્યંગાત્મક રીતે રજૂ કરવામાં આવી છે.

ઈરાનનો પક્ષ (Iran's Stance)

ઈરાનના વિદેશ મંત્રાલય (Ministry of Foreign Affairs) ના પ્રવક્તા ઇસ્માઇલ બાકીએ જણાવ્યું છે કે ઈરાન હંમેશા સારા ઈરાદા સાથે વાટાઘાટોમાં જોડાય છે, પરંતુ અમેરિકામાં ગંભીરતાનો અભાવ જોવા મળે છે. આગામી શાંતિ મંત્રણા (Peace Talks) માં ભાગ લેવો કે નહીં તે અંગે ઈરાને હજુ સુધી અંતિમ નિર્ણય લીધો નથી.

આ પણ વાંચો : World Book Day: અભિનય બાદ કલમથી કમાલ કરી રહી છે બોલિવૂડની આ હસીનાઓ!

Tags :
Advertisement

.

×