Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દારૂ પીને Cab Driver એ દરવાજા પર લટકીને મોતને આહ્વાન આપ્યું, જુઓ વીડિયો

નશામાં Cab Driver એ રસ્તા પર મોતનો ખેલ કર્યો આ ઘટના આશરે 12 વાગ્યા પછી બની હતી FIR દાખલ કરીને આગળ કાર્યવાહી કરવામાં આવી રહી Drunk cab driver: દારૂ પીને વાહન ચલાવવા પર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. જોકે આ...
દારૂ પીને cab driver એ દરવાજા પર લટકીને મોતને આહ્વાન આપ્યું  જુઓ વીડિયો
  • નશામાં Cab Driver એ રસ્તા પર મોતનો ખેલ કર્યો

  • આ ઘટના આશરે 12 વાગ્યા પછી બની હતી

  • FIR દાખલ કરીને આગળ કાર્યવાહી કરવામાં આવી રહી

Drunk cab driver: દારૂ પીને વાહન ચલાવવા પર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. જોકે આ ચેતવણી દરેક રસ્તાઓ પર લખવામાં આવી છે. પરંતુ આ ચેતવણીને અનેક લોકો નજરઅંદાજ કરતા હોય છે. ત્યારે સોશિયલ મીડિયા પર તાજેતરમાં એક વીડિયો વાયરલ કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં એક શરાબી જાનના જોખમે કાર ચલાવી રહ્યો છે. આ વીડિયોમાં તે કામમાં બેસીને નહીં, પરંતુ કારને બહારથી ચલાવી રહ્યો છે.

Advertisement

નશામાં Cab Driver એ રસ્તા પર મોતનો ખેલ કર્યો

જોકે આ શરાબી Cab Driver નું આ કૃત્ય એટલું ભયાવહ અને બેદકારીથી ભરેલું હતું કે, જો કોઈ વ્યક્તિ આ કારની આસપાસ હોત. તો અવશ્ય તેને અકસ્માતનો સામનો કરવો પડે તેમ હતો. પરંતુ તેની આ કરતૂત તેની પર જ ભારે પડી હતી. કારણ કે.... આ Cab Driver રસ્તા પર મોતનો સોદાગર બનીને કાર ચલાવી રહ્યો હતો. આ Cab Driver કારના દરવાજાને બંધ કરીને કારનો કાચ નીચે કરી દરવાજા પર લટકીને કાર ચલાવી રહ્યો છે.

Advertisement

આ પણ વાંચો: ગુજરાતમાં 99.99% મેળવેલા વિદ્યાર્થી કરતા ત્રિપુરાનો 70% મેળવેલો વિદ્યાર્થી વધુ હોશિયાર છે!

આ ઘટના આશરે 12 વાગ્યા પછી બની હતી

આ પ્રકારે કાર ચલાવવાથી Cab Driver ને મોતનો સામનો પણ કરવો પડે તેમ હતો. પરંતુ Cab Driver નશાની હાલતમાં હોવાથી, તેણે કાર પરથી તેનું નિયંત્રણ ગુમાવ્યું હતું. અને અંતે તેણે એક રસ્તા પર પહેલાથી ઉભેલી કાર સાથે પોતાની કારને અથડાવી દીધી હતી. ત્યારે આ સંપૂર્ણ ઘટનાને એક Cab Driver દ્વારા વીડિયોમાં કેદ કરી લેવામાં આવી હતી. અને તેણે આ વીડિયો સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર જાહેર કર્યો હતો.

Advertisement

FIR દાખલ કરીને આગળ કાર્યવાહી કરવામાં આવી રહી

આ વીડિયા મુંબઈના અંધેરીના ઘાટકોપર લિંક રોડ પરથી વાયરલ કરવામાં આવ્યો છે. આ ઘટના આશરે 12 વાગ્યા પછી બની હતી. તો આરોપીનું નામ સુરાજ રાવ છે. સુરાજ સાવે નશાની હાલતમાં કાર ચલાવીને અન્ય કારને ટક્કર મારી હતી. જોકે આ ઘટનામાં કોઈ જાનહાની સામે આવી નથી. તે ઉપરાંત મુંબઈ પોલીસ દ્વારા આ આરોપીને પકડી પાડવામાં આવ્યો છે. તેની વિરુદ્ધ FIR દાખલ કરીને આગળ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: Ayodhya Rape Case : CM યોગી એક્શનમાં, મોઇદ ખાનની બેકરી પર ચાલ્યું બુલડોઝર VIDEO

Tags :
Advertisement

.