Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

IRCTC Video Viral : દુરંતો એક્સપ્રેસમાં વોશરૂમમાં વાસણો ધોવાયા, ચોંટ્યો મોટો દંડ !

IRCTC Video Viral એ મોટી પોલ ખોલી નાંખી છે. આ પ્રીમિયમ ટ્રેનમાં, 'ડાયનેમિક પ્રાઈસિંગ' એટલે કે માંગ મુજબ ભાડામાં વધારો લાગુ પડે છે, અને ભોજનનો ખર્ચ પણ ટિકિટમાં સામેલ છે. સામાન્ય રીતે, નીચલા વર્ગના કોચમાં બેદરકારીના અહેવાલો આવે છે, પરંતુ VIP કોચમાં ટોયલેટ સીટ પર ખાવાના વાસણો રાખવાથી ખબર પડે છે કે, મુસાફરોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે.
irctc video viral   દુરંતો એક્સપ્રેસમાં વોશરૂમમાં વાસણો ધોવાયા  ચોંટ્યો મોટો દંડ
Advertisement

IRCTC Video Viral : ભારતીય રેલ્વેની રાજધાની, શતાબ્દી, વંદે ભારત અને દુરંતો જેવી પ્રીમિયમ ટ્રેનોમાં મુસાફરી કરવી મોંઘી છે. મુસાફરી આરામદાયક રહે અને આપણને સ્વચ્છ અને સારું ભોજન મળે તે માટે આપણે વધુ પૈસા ચૂકવીએ છીએ. પણ, જો તમને ખબર પડે કે, જે પ્લેટમાં તમે ખૂબ જ સ્વાદથી ભોજન કરી રહ્યા છો, તે ટ્રેનના શૌચાલયમાં રાખવામાં આવી છે, અથવા ધોઈ નાખવામાં આવી છે, તો તમને કેવું લાગશે ? તમને ચોક્કસ ખૂબ ગુસ્સો આવશે.

IRCTC Video Viral, રેલ્વેના ગેરવર્તનનો પર્દાફાશ થયો

તાજેતરમાં, મુંબઈ (LTT) થી એર્નાકુલમ જતી 12223 દુરંતો એક્સપ્રેસમાં એક ઘટના બની હતી, જેનાથી રેલ્વેની સ્વચ્છતા અને કેટરિંગ સિસ્ટમ પર ગંભીર પ્રશ્નો ઉભા થયા હતા. આ ઘટના 24 મે 2026 ના રોજ બની હોવાનું કહેવાય છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક યુઝરે આ ઘટનાનો વીડિયો અને ફોટો શેર કર્યો હતો, જેમાં રેલ્વેના ગેરવર્તનનો પર્દાફાશ થયો હતો.

Advertisement

IRCTC Video Viral, કમોડ પર વાસણો મુક્યા

આ ઘટના કોઈ સ્લીપર કે જનરલ ડબ્બામાં બની ન હતી, પરંતુ ટ્રેનના સૌથી મોંઘા ફર્સ્ટ એસી - H1 કોચમાં બની હતી. મુસાફરે જોયું કે ટોઇલેટ કમોડની ઉપર, એટલે કે ટોઇલેટ સીટની ઉપર, પોર્સેલિન પ્લેટો અને બાઉલ મૂકવામાં આવ્યા હતા, જેમાં ફર્સ્ટ એસી મુસાફરોને લંચ અને ડિનર પીરસવામાં આવે છે. એવું લાગતું હતું કે, પેન્ટ્રી સ્ટાફ ટોયલેટમાં જ આ વાસણો સાફ કરી રહ્યો હતો, અને તેને કોમોડ સીટ પર રાખી રહ્યો હતો. સદનસીબે, સ્ટાફ ત્યાંથી વાસણો હટાવે તે પહેલાં જ એક મુસાફરે આ વાત ધ્યાનમાં આવી ગઈ. મુસાફરે સ્ટાફના ખરાબ વર્તન અંગે પણ ફરિયાદ કરી હતી.

Advertisement

વીઆઇપી કોચની ખરાબ સ્થિતિ

આ પ્રીમિયમ ટ્રેનોમાં, 'ડાયનેમિક પ્રાઈસિંગ' એટલે કે માંગ મુજબ ભાડામાં વધારો લાગુ પડે છે અને ભોજનનો ખર્ચ પણ ટિકિટમાં સામેલ છે. સામાન્ય રીતે, નીચલા વર્ગના કોચમાં કોન્ટ્રાક્ટરો દ્વારા બેદરકારીના અહેવાલો આવે છે, પરંતુ ફર્સ્ટ એસી જેવા VIP કોચમાં ટોયલેટ સીટ પર ખાવાના વાસણો રાખવાથી ખબર પડે છે કે, મુસાફરોના સ્વાસ્થ્ય સાથે કેટલું ચેડા થઈ રહ્યા છે.

50,000 રૂપિયાનો દંડ ફટકાર્યો

આ મામલો વધુ વકર્યા અને વાયરલ થયા પછી, સરકારી માલિકીની ઇન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) એ પોતાની ભૂલ સ્વીકારી અને તાત્કાલિક કડક કાર્યવાહી કરી. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ટ્રેન માટે કેટરિંગ કોન્ટ્રાક્ટ 'મેસર્સ વૃંદાવન ફૂડ પ્રોડક્ટ્સ' સાથે છે, જે આરકે ગ્રુપની કંપની છે. આ ઘોર બેદરકારી બદલ IRCTC એ કોન્ટ્રાક્ટર પર 50,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

સ્ટાફને તાત્કાલિક ફરજ પરથી દૂર કરવામાં આવ્યો

તે દિવસે ફરજ પર રહેલા અને આ ઘૃણાસ્પદ કૃત્ય કરનાર સ્ટાફને તાત્કાલિક ફરજ પરથી દૂર કરવામાં આવ્યો છે અને ટ્રેનમાંથી ઉતારી લેવામાં આવ્યો છે. ભવિષ્યમાં આવી બેદરકારી ફરી ન થાય તે માટે ટ્રેનના પેન્ટ્રી કાર મેનેજરને પણ કડક ચેતવણી આપવામાં આવી છે.

આ પણ વાંચો - Desi Jugad : કારને હિલ સ્ટેશન સ્ટાઇલ ઠંડી-કૂલ રાખવાનો ઉપાય વાયરલ !

Tags :
Advertisement

.

×