Viral : મહિલાએ કર્યો કમાલ !, એક જ રોટલામાં ત્રણ ધાન્યનો સ્વાદ ભેગો કર્યો
સામાન્ય રીતે આપણે એકથી વધુ લોટની બનેલી ભાખરી વિશે જોયું અને જાણ્યું છે, પરંતુ હાલમાં મહિલાએ આ વાતને રોટલા માટે પણ હકીકત બનાવી દીધી હતી. મહિલાએ ત્રણ લોટ ભેગા કરીને અનોખો રોટલો બનાવ્યો હતો. આ રોટલાની ખાસિયત એ છે કે, તેમાં ત્રણેય પ્રકારના લોટને અલગ અલગ તારવી શકાય તેમ હતા, આ કાર્યને ઇન્ટરનેટ પર લોકોએ મહિલાની સિદ્ધી તરીકે વર્ણવી હતી.
Advertisement
- મહિલાએ કરેલી કરામતનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
- ત્રણ અલગ અલગ ધાન્ય ભેગા કરીને મહિલાએ રોટલો બનાવ્યો
- મહિલાની સિદ્ધી જોઇને ઇન્ટરનેટ ગાંડુ થયું
Viral : આજકાલ, જ્યારે પણ લોકો કંટાળો આવે છે, અથવા કામથી મુક્ત થાય એટલે તુરંત પોતાનો સ્માર્ટ ફોન કાઢીને સોશિયલ મીડિયાની દુનિયામાં ડૂબકી લગાવે છે. જો તમે પણ આવા લોકોમાંથી એક છો, તો તમે જાણો છો કે એક પણ દિવસ એવો નથી જતો કે, કોઈ વિડીયો વાયરલ ન થાય. હાલમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં મહિલા એક જ રોટલામાં ત્રણ લોટ ભેગા કરીને બનાવે છે. અને તમામ લોટનો અલગ ભાગ જોવા મળે છે. આ કાર્યને મહિલાની સિદ્ધી તરીકે વર્ણવવામાં આવી છે.

