Finnish Family in Mumbai : દુનિયાનો સૌથી શાંત દેશ છોડી મુંબઈની ભીડમાં કેમ રહેવા આવ્યો આ વિદેશી પરિવાર? કારણ જાણીને ચોંકી જશો!
Finnish Family in Mumbai : ફિનલેન્ડ (Finland) જેવી શાંત અને સુખદ જિંદગી છોડીને એક ફિનિશ પરિવારે મુંબઈ (Mumbai)ને પોતાનું નવું ઘર બનાવ્યું છે. ‘ધ ફિનડિયન ફેમિલી (The Findian Family)’ તરીકે જાણીતા આ પરિવારે બાળકોને દુનિયાની વિવિધ સંસ્કૃતિ (Culture) અને જીવનશૈલીનો અનુભવ કરાવવા કન્ફર્ટ ઝોન (Comfort Zone) છોડ્યો. મુંબઈ પહોંચ્યા બાદ વરસાદ સાથે થયેલા સ્વાગત અને તેમના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.
Advertisement
Finnish Family in Mumbai : વિશ્વભરમાં ઘણા લોકો ફિનલેન્ડ (Finland) જેવી શાંત, સુરક્ષિત અને આરામદાયક જગ્યાએ રહેવાનું સપનું જુએ છે. જોકે, ફિનલેન્ડના એક પરિવારે આ આરામદાયક જીવન છોડીને ભારતના મુંબઈ (Mumbai) શહેરમાં વસવાનો નિર્ણય લઈને સૌને ચોંકાવી દીધા છે. સોશિયલ મીડિયા (Social Media) પર ‘ધ ફિનડિયન ફેમિલી (The Findian Family)’ તરીકે ઓળખાતો આ ફિનિશ પરિવાર હવે મુંબઈમાં નવી જિંદગીની શરૂઆત કરી રહ્યો છે.

