Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Flower : સૂરજમુખીની સલ્તનત અને રાતરાણીનું રજવાડુ તરત પરખાઈ જાય

કહેવાતા મઠના અનુયાયો થવા કરતાં ફૂલના ભક્ત થવું વધુ સારું
flower   સૂરજમુખીની સલ્તનત અને રાતરાણીનું રજવાડુ તરત પરખાઈ જાય
Advertisement

Flower :

ફૂલનો ધર્મ કોમળતા અને સુગંધ રાષ્ટગીત

Advertisement

રોજ સવારે ઊગતું ફૂલ વિશ્વને હાસ્યસંદેશો આપે છે.

Advertisement

ફૂલોનું જીવન માત્ર એક દિવસનું હોય છે છતાં એક એક ક્ષણને મહેકાવી જાય છે. ફૂલો સાથે ફારગતી કરનારનો કદી વિશ્વાસ ન કરવો.

ફૂલ વગરનું વૃક્ષ વૈધવ્ય પાળતી સ્ત્રી જેવું વાગે છે. કૂલ કદી એપ્રિલફૂલ બનાવતા નથી. એ જેવા છે એવા જ રજૂ થઈ જાય છે. બાગની આન, બાન, શાન ફૂલ છે. સવારમાં રંગબેરંગી ગણવેશ પહેરી પ્રકૃતિની નિશાળમાં હાજરી નોંધાવી દે છે. સુગંય જેનું રાષ્ટગીત અને કોમળતા ધર્મ છે.

જગતની દરેક આંખોને ભરીભાદરી કરવાનો ફૂલનો  જીવનમંત્ર

બગીચાના કુટુંબમાં કદી વિખવાદ સર્જાતો નથી.

ફૂલ ‘એકબીજાથી રળિઆત છીએ’નો સુગંધી સંદેશ વિશ્વને પહોંચાડે છે. કાલ સાંજે ખાલી ખાલી લાગતી ડાળી આજે સવારે બગીચામાં હરીભરી થઈ જાય છે. બગીયાનો આ સ્પિરિટ જબરદસ્ત છે. પાનખરને પછાડી વસંત સાથે તત જોડે છે. આપણે તો ધંથામાં ખોટ આવે તો ભાગે કે પીડાના પહાડ ખડકાયા.. હંમેશા રાત પછી જ સવાર હોય છે અને પરસેવા પછી જ પરફ્યુમ પ્રસરે છે.

ફૂલોનો વાર્ષિક ઉત્સવ એટલે વસંત, કામદેવનો જન્મદિવસ.વસંત એટલે ફૂલોનું સેલિબ્રેશન અને મહેકનો મહોત્સવ મનાવવામાં આવે છે. નવપરિણીત યુગલ નવપલ્લવિત થઈ જાય છે. ઋતુરાણીના રજવાડામાં છડેચોક પ્રેમનો પોકાર થાય છે. કશા છોછ વગર પ્રણયપ્રક્રિયા થાય છે.

જન્મદિનથી નનામી સુધી ફૂલોનો સંગાથ

મદમત્ત અને મનમોહક વસંતની મોસમમાં એક માત્ર દેવની પૂજા થાય છે અને એ છે કામદેવ. અહીં પ્રેમનો પ્રાદુર્ભાવ છે. પ્રેમ અને પ્રકૃતિનો સુભગ સમન્વય સધાયો છે. એટલે જ પ્રથમ મિવનથી પ્રથમ રાત્રી સુધી પુષ્પની સીગાત મળતી રહો છે. જન્મદિનથી જનાજા સુધી ફૂલોનો સંગાથ રહ્યો છે.

બૂકેથી બુફેના ટેબર શણગારવા સુધીના દરેક પ્રસંગમાં પુષ્પ અનિવાર્ય હિસ્સો છે. ઉમાશંકર જોશીએ આખો દિવસ ભાગદોડ કરતા નગરવાસીઓને ઉદ્દેશીને લખ્યું કે, પુષ્પો સાથે વાત કરવાનો સમય રહ્યો નથી. જે માણસ ફૂલોની ભાષા નથી સમજતો એ સ્નાતક હોવા છતાં પણ અભણ છે. રસ્તામાં જ્યાં પણ ફૂલ દેખાય છે ત્યાં આપોઆપ પગમાં બ્રેક લાગી જાય છે અને આંખ દોડવા લાગે છે.

અત્તરમાં અનેક ફૂલોની ચીસો સંભળાય છે?

ફૂલને મસળી શકાય છે પરંતુ સુગંધને નકારી ન શકીએ. સારા માણસની સુગંધ આપોઆપ ફેલાય છે. એનો ઢંઢેરો પીટવો પડતો નથી. સૂરજમુખીની સલ્તનત અને રાતરાણીનું રજવાડુ તરત પરખાઈ જાય છે. એનું માર્કેટિંગ કરવું પડતું નથી.

પ્રાકૃત ગાથાકોશના પ્રાચીન મુક્તકમાં ફૂલોના રૂપક દ્વારા લાગણીની લવચીકતા આલેખાય છે. ફૂલોની પાંખડીમાં મધુમત્ત ભમરાઓ બિન્દાસ બેઠા હોય છે.

રાત્રિસભામાં જૂઈના જલસામાં તમરાનું તારસપ્તક સાંભળવા ચંદ્ર પણ પરતી પર આવી જાય છે.આજની કરુણાંતિકા એ છે કે ફ્લાવર કરતા ફેશન શોમાં આપણને વધુ રસ પડે છે.

અમદાવાદના રિવર ફ્રન્ટ પર યોજાતા ફ્લાવર શો નિહાળીને આપણા હાથની ડાળીની રગરગમાં પર્ણ ફૂટે છે?

વેલી ઓફ ફ્લાવર્સ નિહાળો એટલે એના ફોલોઅર્સ થઇ જ જાવ. અહીં આકાશ અને અસ્તિત્વ વચ્ચે હાથવેંતનું છેટું છે. ભાતીગળ ફૂલો અને ઘાસનાં મેદાનોવાળું પ્રાકૃતિક સૌંદર્ય આખ અને અંતરને ઠારે છે. કહેવાતા મઠના અનુયાયો થવા કરતાં ફૂલના ભક્ત થવું વધુ સારું. સોગિયાં મોં કદી ઉપવનના સદસ્ય ન બની શકે. ફૂલો સાથે ફારગતી કરનારનો કદી વિશ્વાસ ન કરવી. રોજ સવારે ઊગતું કૂલ વિશ્વને હાસ્યસંદેશો આપે છે.

પહેલાના સમયમાં ફૂલોમાંથી રંગો બનાવી સુંદર ચિત્રાવલીઓ અંકિત થતી. દરેક ફૂલની એક આગવી ઓળખ અને વહાલસોઈ  વિશેષતા છે. ફૂલોનું જીવન માત્ર એક દિવસનું હોય છે છતાં એક એક ક્ષણને મહેકાવી જાય છે.

પ્રિયકાંત મણિચારને ફૂલોના કવિ કહ્યા છે. એમની પુષ્પપ્રીતિના અનેક ઉદાહરણો મળી આવે છે. પ્રકૃતિનું આકંઠ પાન કર્યું છે. એટલે એ ફૂલોના સમાનાર્થી બની ગયા છે. ફૂલનો બોજો કદી કો ડાળને હોતો નથી. ફૂલોની જેમ પ્રિયકાંતને કવિતા ફૂટી એમ સહુની સર્વેદનાને સુગંધ મળે એવી પુષ્પપાર્થના.

આ પણ વાંચો : Highway to success : મને મળી નિષ્ફળતા અનેક, તેથી થયો સફળ કૈંક હું જિંદગીમાં

Tags :
Advertisement

.

×