Former ISRO Officer : મહારાષ્ટ્રના શિરડીમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો
- ભીખારીઓ સામેની ઝૂંબેશમાં પોલીસ પણ ચોંકી ગઈ
- નાસિકમાં બેગ ચોરાતા ભીખ માગવાની નોબત આવી
- ISROના પૂર્વ અધિકારીનો પુત્ર યુકેમાં કરે છે અભ્યાસ
Former ISRO Officer : મહારાષ્ટ્રના શિરડીમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ભીખારી ધરપકડ અભિયાન દરમિયાન તંત્રએ 50થી વધુ ભીખારીઓને પકડ્યા હતા. પરંતુ આ દરમિયાન એક ભિખારી અંગ્રેજીમાં ભીખ માગતા પકડાતા પોલીસે વધુ પૂછપરછ કરી તો ચોંકી ઉઠી હતી. તેમાં વ્યક્તિએ પોતાને ઈસરોના સેવાનિવૃત્તિ અધિકારી તરીકેની ઓળખ આપતા શિરડી પોલીસ એલર્ટ થઈ ગઈ હતી.
શિરડી પોલીસે તેમના દાવાઓની સત્યતા ચકાસીને મુક્ત કર્યા
તપાસમાં સામે આવ્યું કે કેરળના કે.એસ. નારાયણન નામના વ્યક્તિ 1988માં ઈસરોના અધિકારી હતા અને 2008માં સ્વૈચ્છિક સેવાનિવૃત્તિ લીધી હતી. તેમણે કહ્યું દાવો કર્યો હતો કે મોટો પુત્ર યુકેમાં કામ કરે છે અને તેઓ શિરડી દર્શન માટે આવતી વખતે નાસિકમાં બેગ ચોરાઈ ગઈ હતી. જેમાં આધારકાર્ડ, આઈકાર્ડ અને પૈસા હતા. પરત જવા માટે પૈસા ન હોવાથી ભીખ માગવા બેઠા હતા તેવો દાવો કર્યો છે. કે.એસ. નારાયણને દાવો કર્યો છે કે તેઓ ઈસરોના અનેક મિશનમાં સામેલ હતા. શિરડી પોલીસે તેમના દાવાઓની સત્યતા ચકાસીને મુક્ત કર્યા હતા.
શું છે ઝુંબેશ:
સાંઈ બાબાના શિરડીમાં હંમેશા ભક્તોની ભીડ રહે છે. આવા સમયે ઘણા ભિખારીઓ અહીં આવીને સ્થાયી થાય છે. તે ભક્તો દ્વારા દાનમાં મળેલા પૈસા પર ગુજરાન ચલાવે છે. કેટલાક ભિખારીઓ પણ ડ્રગ્સના વ્યસની હોય છે. શિરડી પોલીસ, મ્યુનિસિપલ કાઉન્સિલ અને સાંઈ સંસ્થાન દર બે મહિને શિરડીમાં બોમ્બે પ્રોહિબિશન ઓફ ભીખ માંગવા અધિનિયમ, ૧૯૫૯ ની કલમ ૫(૫) હેઠળ કાર્યવાહી કરે છે. આમાં પકડાયેલા ભિખારીઓને કોર્ટના આદેશ મુજબ વિસાપુર સ્થિત સરકારી ભિક્ષુક ગૃહમાં મોકલી દેવામાં આવે છે.
આ પણ વાંચો: કેનેડામાં ગુજરાતીયોની સુરક્ષાને લઈને સવાલ, સુરતના યુવકની ચાકૂ મારીને હત્યા