આ ભારતીયને ટ્વિટર ચૂકવતું હતું 100 કરોડ, પછી આવ્યો Elon નામનો શનિ
- Twitter ના CEO Parag Agarwal ને પણ બરતરફ કર્યા
- નીકાળ્યા બાદ પણ તે કંપની પાસે 400 કરોડ રૂપિયા માગતા હતાં
- કર્મચારીઓએ Elon Musk વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો
Twitter CEO Parag Agarwal : ભારતના લોકો અમેરિકાથી લઈને લંડન સુધી કમાલ કરી રહ્યા છે. વિશ્વની સૌથી મોટી ટેક્નોલોજીવાળી કંપનીઓના ટોચના સ્થાને ભારતીયો જોવા મળી રહ્યા છે. ત્યારે થોડાક વર્ષો પહેલા આવી જ એક ટેક કંપનીની કમાન એક ભારતીય મૂળના વ્યક્તિ પાસે હતી. ત્યારે આ ભારતીયનો પગાર એક વર્ષનો 100 કરોડ રૂપિયા હતો. પરંતુ આ ભારતીયના જીવનમાં Elon Musk નામનો શનિ આવ્યો હતો. જેના કારણે આ ભારતીયને કંપનીમાંથી નીકાળી દેવામાં આવ્યો હતો.
Twitter ના CEO Parag Agarwal ને પણ બરતરફ કર્યા
તો ઓક્ટોમ્બર 2022 માં દુનિયાના દિગ્ગજ ઉદ્યોગપતિ Elon Musk એ Twitter ને 44 અરબ ડોલરમાં ખરીદી લધુ હતું. ત્યારબાદ Elon Musk એ Twitter માં અગ્રીમ ફેરફારો કર્યા હતાં. સૌ પ્રથમ Elon Musk એ Twitter ની ચકલી ઉડાડી દીધી હતી. અને ત્યારબાદ Twitter નું નામ બદલીને X કરવામાં આવ્યું છે. તે ઉપરાંત Twitter ને ખરીદતાની સાથે જ Twitter ના અનેક ભૂતપૂર્વ કર્મચારીઓને નીકાળી મૂક્યા હતાં. ત્યારે Elon Musk એ Twitter ના CEO Parag Agarwal ને પણ બરતરફ કર્યા હતાં.
આ પણ વાંચો: દરેક 90 સેકન્ડે ભૂકંપના આંચકા થવાથી 9 દિવસ ધરતી ધ્રુજી, જાણો રહસ્ય
Former Twitter CEO Parag Agarwal raises $30 million in funding for his new AI startup pic.twitter.com/dytY2VluXR
— Aryan Trivedi (@AryanTrivedi_7) January 9, 2024
નીકાળ્યા બાદ પણ તે કંપની પાસે 400 કરોડ રૂપિયા માગતા હતાં
Parag Agarwal ને વાર્ષિક 100 કરોડ રૂપિયા વેતન ટ્વિટર દ્વારા આપવામાં આવતું હતું. તે ઉપરાંત Parag Agarwal એ ભારતમાંથી IIT કર્યું હતું. જે બાદ Parag Agarwal એ Twitter ના CEO તરીકે વિશ્વભરમાં સ્થાન મેળવ્યું હતું. તો એક પુસ્તક અનુસાર Parag Agarwal એ Elon Musk ના પ્રાઈવેટ જેટની લોકેશનને ટ્રેક કરતું એકાઉન્ટને બ્લોક કરવાની અરજી કરી હતી. જેની Elon Musk એ અસ્વીકાર કર્યો હતો. જે Elon Musk એ Parag Agarwal ને નીકાળી દીધા હતાં. જોકે Parag Agarwal ને નીકાળ્યા બાદ પણ તેઓ કંપની પાસે 400 કરોડ રૂપિયા માગતા હતાં. પરંતુ તેમને તે રકમ મળી ન હતી.
કર્મચારીઓએ Elon Musk વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો
ત્યારે Parag Agarwal અને અન્ય કર્મચારીઓએ Elon Musk વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. જેના અંતર્ગત Elon Musk પાસેથી કુલ 1000 કરોડ રૂપિયા લેવાના નીકળતા હતાં. ત્યારે હવે, Parag Agarwal એ એક AI Sector માં જોડાયા છે. તેમણે પોતાની એક AI સિસ્ટમ બનાવી છે. તેના માટે Parag Agarwal ને 249 કરોડ રૂપિયાનું ફન્ડિંગ મળ્યું હતું.
આ પણ વાંચો: ધરતીને મળશે નવો ચંદ્ર! શું Mini Moon ને ભારતથી જોઈ શકાશે?