Viral : ગણેશજીની મૂર્તિને જોઇને પાલતુ શ્વાને હાથ ઉંચા કરી આશિર્વાદ લીધા, કુદીને ઝુમ્યો
- દેશભરમાં ગણેશજીની ભક્તિનો માહોલ છવાયો
- પાલતુ શ્વાને ગણેશજી પ્રત્યેની અનોખી શ્રદ્ધા દર્શાવી
- લોકોએ શ્વાનની ગણેશ ભક્તિની સરાહના કરી
Ganesh Chaturthi Viral Video : આજે ભારતના ખૂણે ખૂણે ગણેશ ચતુર્થી (Ganesh Charurthi - 2025) ઉજવાઈ રહી છે. ખાસ કરીને મહારાષ્ટ્રમાં ગણેશ ઉત્સવનો ગજબ માહોલ છે. લોકો બાપ્પાના આગમનની ઉજવણીમાં ડૂબેલા જોવા મળી રહ્યા છે. સોશિયલ મીડિયા (Social Media) પણ ગણેશ ચતુર્થીના વીડિયોઝથી (Video) ઉભરાયું છે. દરમિયાન એક વીડિયો ખુબ વાયરલ (Video Viral) થઈ રહ્યો છે. જેમાં ગણેશજીના આગમન બાદ પાલતુ શ્વાન બે હાથ ઉંચા કરીને તેમના આગમનમાં ઝૂમી રહ્યો હોવાનું જોવા મળી રહ્યું છે.
પંજા ઉંચા કરીને નાચવાનું શરૂ કરે છે
માઇક્રો-બ્લોગિંગ સાઇટ X પર Vaishnavi_03 નામના યુઝરે શેર કરેલા આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, એક પાલતુ શ્વાન પહેલા ગણપતિની મૂર્તિ સામે તેના આગળના પંજા ઉંચા કરીને ઉભો રહે છે, જાણે તે બાપ્પાને નમસ્કાર કરી રહ્યો હોય, પછી તે પોતાનો આગળનો પંજા ઉંચા કરીને નાચવાનું શરૂ કરે છે.
ભગવાન પોતે બોલાવે
યુઝર્સ શ્વાનના આ વાયરલ વીડિયોને શ્રદ્ધા સાથે જોડી રહ્યા છે. તેઓએ શ્વાનને બાપ્પાનો ભક્ત ગણાવ્યો છે. તેઓનું કહેવું છે કે, બાપ્પાએ પોતે તેમને તેમની મૂર્તિ સામે નૃત્ય કરવા પ્રેરણા આપી હતી. ફક્ત તે ભગવાન પાસે જાય છે, જેને ભગવાન પોતે બોલાવે છે. વીડિયોના કોમેન્ટ સેક્શનમાં, યુઝર્સ ગણેશ ચતુર્થીની શુભેચ્છા પાઠવતા અને ગણપતિ બાપ્પાના મંત્રો મુકતા જોવા મળે છે.
સોશિયલ મીડિયામાં ગણેશજીની ભક્તિ ટ્રેન્ડમાં
અત્રે નોંધનીય છે કે, આજથી ગણોશોત્સવની શરૂઆત થઇ છે. આગામી 10 દિવસ સુધી ગણેશજી પોતાના ભક્તોને ત્યાં આતિથ્ય માણશે, દરમિયાન એક દિવસ, દોઢ દિવસ, ત્રણ દિવસ, પાંચ દિવસ જેમ જેમ લોકોએ પોતાની શ્રદ્ધા અને માન્યતા અનુસાર ગણેશજીને બેસાડ્યા હશે, તેને અનુસરીને તેમનું વિસર્જન કરશે. હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર પણ ગણેશજીની ભક્તિના વીડિયો-ફોટો વધારે ટ્રેન્ડ કરી રહ્યા છે.
આ પણ વાંચો ----- Google Translate નો Duolingo ને પડકાર, નવું ટ્રાન્સલેશન ફીચર માર્કેટમાં ઉતાર્યું