ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Garba Heart Attack : શું ગરબા રમતા રમતા આવી શકે છે હાર્ટએટેક? જાણો શું રાખવી સાવચેતી?

ગરબા દરમિયાન હાર્ટ એટેકના બનાવો વધતા ડૉક્ટરોએ ખાસ સલાહ આપી છે. ગરબા રમતી વખતે શું સાવચેતી રાખવી?
05:07 PM Sep 22, 2025 IST | Mihir Solanki
ગરબા દરમિયાન હાર્ટ એટેકના બનાવો વધતા ડૉક્ટરોએ ખાસ સલાહ આપી છે. ગરબા રમતી વખતે શું સાવચેતી રાખવી?
Garba Heart Attack

Garba Heart Attack  : નવરાત્રિનો ઉત્સવ દેશભરમાં ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. ગુજરાત સહિત અનેક શહેરોમાં ગરબા અને દાંડિયા નાઇટનું આયોજન થાય છે. ગરબા એક ઉત્સાહજનક પરંપરા છે જે વર્ષોથી ચાલી આવે છે અને તે એક ઉત્તમ કસરત પણ છે. પરંતુ, તાજેતરના વર્ષોમાં ગરબા રમતી વખતે હાર્ટ એટેકના બનાવો વધ્યા છે. જો તમે ગરબા રમો છો તો આ જીવલેણ જોખમથી બચવા માટે કેટલીક સાવચેતી રાખવી અત્યંત જરૂરી છે. આ અંગે ઓર્થોપેડિક સર્જન અને સ્પોર્ટ્સ ડૉક્ટર મનન વોરાએ કેટલીક અગત્યની સલાહ આપી છે.

ગરબા દરમિયાન હાર્ટ એટેકથી બચવાના ઉપાય (Garba Heart Attack )

ડૉ. મનન વોરાએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તેમણે જણાવ્યુ છે કે, ગરબા રમવા જતા પહેલા અને દરમિયાન શરીરને પૂરતું હાઈડ્રેટેડ રાખવું જરૂરી છે.

ઈમરજન્સીમાં શું કરવું? (Garba Heart Attack )

જો કોઈ વ્યક્તિ અચાનક ચક્કર ખાઈને પડી જાય, બેભાન થઈ જાય અથવા શ્વાસ લેવામાં તકલીફ થાય તો તાત્કાલિક એમ્બ્યુલન્સને બોલાવો. જો શ્વાસ લેવામાં તકલીફ હોય તો તેને CPR આપો. CPR આપવા માટે તમારી હથેળીના નીચેના ભાગને દર્દીની છાતીના વચ્ચેના ભાગમાં મૂકીને ઝડપથી અને ઊંડા ધક્કા આપો. જ્યાં સુધી એમ્બ્યુલન્સ ન આવે ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલુ રાખો.

ઈજાથી બચવા માટેની ટિપ્સ

ઓર્થોપેડિક સર્જન ડૉ. કૃણાલ શાહે ગરબા દરમિયાન ઈજાથી બચવા અને હાર્ટ એટેકનું જોખમ ઘટાડવા માટે કેટલીક મહત્વપૂર્ણ ટિપ્સ આપી છે:

આ પણ વાંચો :  Navratri 2025 Rashifal : આ 5 રાશિઓ પર મા દુર્ગાની વિશેષ કૃપા, મળશે શુભ ફળ

Tags :
Garba Heart AttackGarba safety tipsHeart Attack PreventionNavratri health tips
Next Article