Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Gen Z Dadi : 'સમાજ શું કહેશે' વાળું જ્ઞાન આપતા વાલીઓને 'Gen Z દાદી'નો સણસણતો જવાબ

Gen Z Dadi : સમાજના ડરથી શું માતા-પિતા પોતાના સંતાનોની ખુશીઓ અને સપનાઓ પર રોક લગાવી શકે? સોશિયલ મીડિયા પર ‘Gen Z દાદી’ તરીકે લોકપ્રિય 65 વર્ષીય સવવિંદર હુડ્ડાએ પોતાના નવા વીડિયોમાં આવા વાલીઓને સ્પષ્ટ સંદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે બાળકોની ઇચ્છાઓ કરતાં ‘ચાર લોકો શું કહેશે’ તેની ચિંતા કરવી યોગ્ય નથી. તેમનો આ વીડિયો હાલ ચર્ચામાં છે.
gen z dadi    સમાજ શું કહેશે  વાળું જ્ઞાન આપતા વાલીઓને  gen z દાદી નો સણસણતો જવાબ
Advertisement

Gen Z Dadi : જો તમારા ઘરમાં પણ સંતાનોની ખુશી કરતા 'સમાજ શું કહેશે' તેને વધુ મહત્વ આપવામાં આવતું હોય, તો ઇન્ટરનેટ પર 'Gen Z દાદી' તરીકે છવાયેલા 65 વર્ષના સવવિંદર હુડ્ડાનો નવો વાયરલ વીડિયો તમારે જોવાનું ન ચૂકવું જોઈએ. 'તાઈ સાવિત્રી' તરીકે પણ ઓળખાતા આ દાદીએ પોતાના દેશી હરિયાણવી અંદાજમાં એવા પેરેન્ટ્સની આકરી ટીકા કરી છે જેઓ બાળકોની ઈચ્છાઓ દબાવીને દુનિયાના લોકો શું વિચારશે તેની વધુ પરવા કરે છે. રૂઢિચુસ્ત વિચારધારા પર સીધો પ્રહાર કરતો અને સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બનેલો તેમનો આ બેબાક મેસેજ અત્યારે યુવાપેઢીના દિલ જીતી રહ્યો છે.

Tags :
Advertisement

.

×