રોટલીમાં થૂંકતો કેમેરામાં કેદ થયો શખ્સ! જુઓ આ Viral Video
- વાયરલ વીડિયો: રેસ્ટોરન્ટમાં રોટલી પર થૂંકતા શખ્સની ધરપકડ
- ખોડા વિસ્તારનો કિસ્સો: રોટલી બનાવતી વખતે કરી ખરાબ હરકત
- દિલ્હી 6 રેસ્ટોરન્ટનો વિવાદ: રોટલી પર થૂંકતો વ્યક્તિ
- વાયરલ વીડિયો પછી રેસ્ટોરન્ટના કર્મચારી વિરુદ્ધ પોલીસ કાર્યવાહી
- ગાઝિયાબાદમાં ફરી ચોંકાવનારો કિસ્સો: શખ્સનો રોટલી પર થૂંકતું કૃત્ય કેમેરામાં કેદ
Viral Video : આજના વ્યસ્ત જીવનશૈલીમાં લોકોનું ઘરે ઓછું અને બહાર ખાવાનું વધી ગયું છે. ત્યારે જે લોકો સૌથી વધુ બહાર ખાવાનું પસંદ કરે છે અને ખાસ કરીને જે લોકો રેસ્ટોરન્ટમાં જઇને જમે છે તેમના માટે આ સમાચાર સૌથી મહત્વના છે. દિલ્હીથી નજીક એક ખોડા નામનો વિસ્તાર કે જ્યાથી એક ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. વાયરલ વીડિયો મુજબ રેસ્ટોરન્ટમાં કામ કરતો એક શખ્સ રોટલી બનાવતી વખતે તેમા થૂંકતો જોવા મળ્યો હતો.
વીડિયો વાયરલ
દિલ્હીને અડીને આવેલા ખોડા વિસ્તારમાં સ્થિત "દિલ્હી 6" નામના રેસ્ટોરન્ટનો આ કિસ્સો છે, જ્યાથી આ વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં એક યુવકને રોટલી પર થૂંકીને તેને તંદૂરમાં શેકતા જોઇ શકાય છે. આ ઘટના બાદ લોકોમાં રોષ અને ચિંતાનો માહોલ છવાયો છે. વીડિયોમાં એક યુવક રોટલી બનાવતી વખતે તેના પર થૂંકી રહ્યો છે અને પછી તેને તંદૂરમાં શેકવા માટે મુકી રહ્યો છે. આ રેસ્ટોરન્ટમાં આવેલા એક શખ્સે આ ઘટનાનો વીડિયો બનાવ્યો અને તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો. વીડિયોની અસરથી સ્થાનિક પોલીસ એક્શનમાં આવી અને આરોપીની ધરપકડ કરી.
આરોપી પર કાર્યવાહી
મળી રહેલી માહિતી અનુસાર, આરોપીનું નામ અનવર છે. પોલીસે તેની ધરપકડ કરી લીધી છે. સમગ્ર મામલે ઇન્દિરાપુરમના સહાયક પોલીસ કમિશનર સ્વતંત્ર કુમાર સિંહે જણાવ્યું કે, વાયરલ વીડિયોની તપાસ બાદ આરોપી રોટલી બનાવતી વખતે થૂંકતો જોવા મળ્યો. વીડિયોની નોંધ લેતા, તે વ્યક્તિને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. આરોપી સામે ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
અગાઉ પણ આવી ઘટનાઓ પ્રકાશમાં આવી
આ પહેલો કિસ્સો નથી જ્યારે ગાઝિયાબાદમાં આવું બની રહ્યું હોય. ડિસેમ્બર 2024 માં કૃષ્ણા કોલોનીમાં સ્થિત તાજ હોટેલના એક કર્મચારીનો પણ આવો જ વીડિયો વાયરલ થયો હતો, જેમાં તે રોટલી બનાવતી વખતે આવી જ હરકત કરતા કેદ થયો હતો. આ ઘટનામાં પણ સ્થાનિક પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.
આ પણ વાંચો : અચાનક શરૂ થઇ વાળ ખરવા અને ટાલ પડવાની સમસ્યા, ઘણા ગામોથી આવી ફરિયાદ