New Year માં દુલ્હનની જેમ ઝળકતું GOA કેમ સ્મશાન જેવું જોવા મળ્યું?
- GOA ના દરેક બીચ પણ ખાલી જોવા મળ્યા હતા
- 2013 માં 15 લાખ વિદેશી Tourists GOA આવ્યા
- @IamShajanSamuel એ દીપિકાના વીડિયોને શેર કર્યો
Goa is empty : ગઈકાલે રાત્રે વિશ્વભરના વ્યક્તિઓ New Year ની ઉજવણીમાં ઉમટ્યા હતા. તો અમુક લોગો New Year ની ઉજવણી માટે પોતાના શહેરને છોડીને અન્ય શહેરોમાં ગયા હતો, તો અન્ય લોકો પોતના શહેરમાં પરિવાર સાથે New Yearનું આગમન કર્યું હતું. તો ભારતીયોમાં સૌથી વધુ મોજ-મસ્તીનું શહેર GOA માનવામાં આવે છે. કારણ કે... ત્યાં વિદેશ જેવો અનુભવ થતો હોય છે. તો દર વર્ષે New Year ની ઉજવણી માટે GOA દુલ્હનની જેમ શણગાણેલું જોવા મળતું હોય છે. પરંતુ આ વખતે GOA વિપરિત પરિસ્થિતિ જોવા મળી હતી.
GOAના દરેક બીચ પણ ખાલી જોવા મળ્યા હતા
તાજતેરમાં GOA થી વિવિધ ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ત્યારે તેમાં જે GOA ની સ્થિતિ New Year ના આગમનની રાત્રે જોવા મળે છે, તેને જોઈને તમે સ્તબ્ધ થઈ જશો. કારણ કે... GOA સંપૂર્ણપણે શાંત જોવ મળી રહ્યું છે. અને GOAના દરેક રસ્તાઓ ખાલીખણ જોવા મળી રહ્યા છે. New Yearના આગમનના સમયે આ GOA ની સ્થિતિ જોવા દરેક લોકો ચોંકી ગયા છે. તો GOA ના દરેક બીચ પણ ખાલી જોવા મળ્યા હતા.
આ પણ વાંચો: ના ભારત, ના અમેરિકા... આ દેશના લોકો સૌથી વધુ સ્નાન કરે છે; જાણો કેમ?
2013 માં 15 લાખ વિદેશી Tourists GOA આવ્યા
CIC એ તેના એક અહેવાલમાં દાવો કર્યો હતો કે GOA Touristsની સંખ્યામાં ભારે ઘટાડો થયો છે. 2013 માં 15 લાખ વિદેશી Tourists GOA આવ્યા હતા, જ્યારે 2019 માં આ આંકડો 85 લાખ હતો. સામાજિક કાર્યકર્તા અને ફિલ્મ નિર્માતા દીપિકા નારાયણ ભારદ્વાજે X પર વીડિયો શેર કર્યો અને કહ્યું, GOA સંપૂર્ણપણે ખાલી છે. ત્યાં માત્ર થોડા Tourists છે. સરકાર માટે આ એક ખાસ ચેતવણી સમાન છે. આશા છે કે તેઓ આ દિશામાં ખાસ કરીને પરિવહન બાબતે કંઈક કરશે.
@IamShajanSamuel એ દીપિકાના વીડિયોને શેર કર્યો
જો કે, સ્પોર્ટ્સમેન શાજન સેમ્યુઅલ @IamShajanSamuel એ દીપિકાની માહિતીનો પ્રતિસાદ આપ્યો હતો. તેમાં જણાવ્યું હતું કે, GOA એકદમ ભરચક છે. કહીને જે લોકો મને ખોટો સાબિત કરી રહ્યા હતા. તે લોકોએ આ વીડિયોને જોવો જોઈએ. ઘણા એક્સ યુઝર્સ માને છે કે મોંઘી હવાઈ મુસાફરી, મોંઘી હોટેલો અને અન્ય પરિવહન ખર્ચને કારણે GOA સતત Touristsની સંખ્યા ઘટી રહી છે.
આ પણ વાંચો: લો બોલો, ચોરો કર્મચારી તરીકે કામ કરશે, પગાર સાથે આ વિવિધ સુવિધા