Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Google 67 Search Trend : સાવધાન! ગૂગલ પર '67' સર્ચ કરશો તો સ્ક્રીન નાચવા લાગશે, જાણો કેમ?

ગૂગલના સર્ચ બારમાં માત્ર બે અંકો ટાઈપ કરતા જ કંઈક એવું થાય છે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય. સોશિયલ મીડિયા પર અત્યારે એક અજીબોગરીબ ટ્રેન્ડ વાયરલ થયો છે, જેમાં '67' આંકડો સર્ચ કરતા જ તમારી સ્ક્રીન પર જાદુઈ હલચલ જોવા મળે છે. શું આ કોઈ ટેકનિકલ ખામી છે કે ગૂગલનું કોઈ સિક્રેટ ફીચર?
google 67 search trend   સાવધાન  ગૂગલ પર  67  સર્ચ કરશો તો સ્ક્રીન નાચવા લાગશે  જાણો કેમ
Advertisement
  • Google 67 Search Trend થઈ રહ્યું છે વાયરલ
  • ગૂગલ પર ‘67’ લખતા જ આખી સ્ક્રીન નાચવા લાગી
  • યુઝર્સ અચાનક સ્ક્રીન હલતા જોઈને આશ્ચર્યમાં મૂકાયા
  • ટેકનિકલ ખામી નથી પણ ગૂગલનું એક સિક્રેટ ફીચર
  • વાયરલ રેપ સોંગ સાથે જોડાયેલું છે આ અનોખું રહસ્ય

Google 67 Search Trend : જો તમે ગૂગલ પર કંઈક સર્ચ કરો અને અચાનક તમારી મોબાઈલ કે કોમ્પ્યુટરની સ્ક્રીન હલવા લાગે અથવા નાચવા લાગે, તો ગભરાવાની જરૂર નથી. આ કોઈ ટેકનિકલ ખામી કે વાયરસ નથી, પરંતુ ગૂગલનું એક નવું અને મજેદાર 'ઈસ્ટર એગ' ફીચર છે. હાલમાં ઈન્ટરનેટ પર '67' અથવા '6-7' સર્ચ કરવાનો ટ્રેન્ડ જોર પકડ્યો છે.

શું છે ગૂગલ 67 ટ્રેન્ડ?

જ્યારે તમે ગૂગલ સર્ચ બારમાં જઈને '67' અથવા '6-7' ટાઈપ કરીને એન્ટર આપો છો, ત્યારે સર્ચ રિઝલ્ટ ખુલતાની સાથે જ આખી સ્ક્રીન શેક (Shake) થવા લાગે છે. આ ઈફેક્ટ એવી લાગે છે જાણે તમારી સ્ક્રીન કોઈ મ્યુઝિક પર ડાન્સ કરી રહી હોય. આ ફીચર ડેસ્કટોપ અને મોબાઈલ બંને વર્ઝનમાં કાર્યરત છે અને યુઝર્સને ભારે આશ્ચર્યમાં મૂકી રહ્યું છે.

Advertisement

 

View this post on Instagram

 

A post shared by Gujarat First (@gujaratfirst)

Advertisement

Google 67 Search Trend : ક્યાંથી થઈ આ ટ્રેન્ડની શરૂઆત?

આ ટ્રેન્ડનો મૂળ સ્ત્રોત ફિલાડેલ્ફિયાના રેપર 'સ્ક્રીલ્લા' (Skrilla) ના 2024ના ગીત 'Doot Doot (6 7)' માં છુપાયેલો છે. આ ગીતમાં વપરાયેલ '6-7' શબ્દ ધીરે ધીરે સોશિયલ મીડિયા પર મીમ બની ગયો હતો. ત્યારબાદ 6 ફૂટ 7 ઈંચ લાંબા એક NBA ખેલાડી આની સાથે જોડાયા અને બાસ્કેટબોલ ગેમ્સમાં પણ આ ટ્રેન્ડ વાયરલ થયો. ગૂગલે આ ઈન્ટરનેટ કલ્ચરને પ્રોત્સાહન આપવા માટે તેના સર્ચ એન્જિનમાં આ ખાસ ડાન્સિંગ ઈફેક્ટ ઉમેરી છે.

Google 67 Search Trend : '67' નો અર્થ શું થાય છે?

નવાઈની વાત એ છે કે '67' નો કોઈ ચોક્કસ કે ગંભીર અર્થ નથી. Dictionary.com મુજબ, આ એક પ્રકારનો 'સ્લેંગ' (Slang) છે, જેનો ઉપયોગ લોકો 'કદાચ હા, કદાચ ના' અથવા 'ઠીક-ઠાક' જેવી મિશ્ર લાગણીઓ વ્યક્ત કરવા માટે કરે છે. ડિક્શનરી મીડિયા ગ્રુપના જણાવ્યા અનુસાર, તે એક 'ઇનસાઇડ જોક' જેવો છે જે અત્યારે યુવા પેઢીમાં ખૂબ લોકપ્રિય છે.

ગૂગલની મજેદાર પ્રયોગશાળા

ગૂગલ હંમેશા આવા વાયરલ ટ્રેન્ડ્સ સાથે પ્રયોગ કરતું રહે છે. આ પહેલા પણ ગૂગલે 'Do a barrel roll' કે 'Thanos snap' જેવા મજેદાર ફીચર્સ આપ્યા છે. 67 ટ્રેન્ડ દ્વારા ગૂગલે સાબિત કર્યું છે કે તે માત્ર એક સર્ચ એન્જિન નથી, પરંતુ ઈન્ટરનેટ કલ્ચર સાથે જીવંત રીતે જોડાયેલું પ્લેટફોર્મ છે. જો તમે પણ આ અનુભવ કરવા માંગતા હોવ, તો હમણાં જ ગૂગલ પર જઈને '6-7' સર્ચ કરી જુઓ!

આ પણ વાંચો : Top Viral Faces 2025 : શું તમને યાદ છે આ ચહેરાઓ? 2025માં આ થયા છે ખૂબ વાયરલ

Tags :
Advertisement

.

×