Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat : સનાતન ધર્મ સાથે ષડયંત્ર રચાતું હોવાનો વધુ એક પુરાવો જુઓ Viral Video

તાપીના સોનગઢ નગરનો ધર્મપરિવર્તનનો વીડિયો વાયરલ થયો છે. તેમાં એક મહિલા-પુરુષ ખ્રિસ્તી ધર્મનો પ્રસાર કરી રહ્યા હોવાનો વીડિયો સામે આવ્યો
gujarat   સનાતન ધર્મ સાથે ષડયંત્ર રચાતું હોવાનો વધુ એક પુરાવો જુઓ viral video
Advertisement
  • તાપીના સોનગઢ નગરનો ધર્મપરિવર્તનનો વીડિયો વાયરલ
  • એક મહિલા-પુરુષ ખ્રિસ્તી ધર્મનો પ્રસાર કરી રહ્યા હોવાનો વીડિયો
  • હિન્દુ વસ્તીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રસાર કરતા હોવાનો વીડિયો

સનાતન ધર્મ સાથે ષડયંત્ર રચાતું હોવાનો વધુ એક પુરાવો સામે આવ્યો છે. જેમાં તાપીના સોનગઢ નગરનો ધર્મપરિવર્તનનો વીડિયો વાયરલ થયો છે. તેમાં એક મહિલા-પુરુષ ખ્રિસ્તી ધર્મનો પ્રસાર કરી રહ્યા હોવાનો વીડિયો સામે આવ્યો છે. હિન્દુ વસ્તીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રસાર કરતા હોવાનો વીડિયો છે. જેમાં સ્થાનિકોએ ખ્રિસ્તી ધર્મના પ્રચારકોનો વિરોધ કરી ભગાવ્યા હતા. ખ્રિસ્તી ધર્મના પ્રચારકોનો વિરોધ કરતાં સ્થાનિકો સાથે રકઝક કરી છે. ત્યારે ગુજરાત ફર્સ્ટ આ વાયરલ વીડિયોની પુષ્ટી કરતું નથી.

Advertisement

કથાકાર મોરારી બાપુએ (Morari Bapu) પણ ચિંતા વ્યક્ત કરી

દક્ષિણ ગુજરાતનાં કેટલાક વિસ્તારોમાં હિંદુ નાગરિકોને ધર્મ પરિવર્તન કરાવી સનાતન ધર્મ (Sanatan Dharma) વિરુદ્ધ મસમોટું ષડયંત્ર રચાતું હોય તેવા કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા છે. આ મામલે, જાણીતા કથાકાર મોરારી બાપુએ (Morari Bapu) પણ ચિંતા વ્યક્ત કરી હતી. સોનગઢમાં કથા દરમિયાન 'ફ્રી શિક્ષણનાં નામે ધર્મ પરિવર્તનનો ખેલ ચાલે છે' તેવો એ પત્ર તેમને મળ્યો હોવાનું જણાવ્યું હતું. સાથે જ શિક્ષણ મંત્રીને પત્ર લખી સરકારને આ મામલે ત્વરિત પગલાં લેવા માગ પણ કરી હતી. જો કે, હવે આ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) અને શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાનું મોટું નિવેદન આવ્યું છે.

Advertisement

મને એક ગામીત ભાઈએ પત્ર લખ્યોઃ મોરારી બાપુ

તાપી જિલ્લાનાં (Tapi) સોનગઢમાં કથા દરમિયાન કથાકાર મોરારી બાપુએ દક્ષિણ ગુજરાતમાં ચાલી રહેલા ધર્મ પરિવર્તનનાં ષડયંત્ર અંગે ભારે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, મને એક ગામીત ભાઈએ પત્ર લખ્યો છે, જેમાં ફ્રી શિક્ષણનાં નામે ધર્મ પરિવર્તનનો ખેલ ચાલે છે તેમ જણાવ્યું છે. પત્રમાં લખ્યું છે કે સરકારી શાળાઓની સ્થિતિ ખૂબ જ ભયાનક છે. અહીં, વટાળ પ્રવૃત્તિમાં વ્યસ્ત એવા તથાકથિત ધર્મગુરૂઓ બાળકોને સેલવાસ અને દમણની શાળામાં મફતમાં ભણાવવા માટે લઈ જાય છે અને તે દરમિયાન ધર્મ પરિવર્તન (Religious Conversion) કરાવે છે. આ સાથે પત્રમાં ઉદ્યોગપતિઓને શાળા સ્થાપવા માટે આહ્વાન પણ કરાયું હતું.

આ પણ વાંચો: Jamnagar: 15 વર્ષની વિદ્યાર્થિની પાસેથી મોબાઇલ મળ્યો અને ઠપકો આપતા કર્યો આપઘાત

Tags :
Advertisement

.

×