Halloween પાર્ટીમાં ભૂતોની ટોળકીએ હનુમાનજીને જોતા દોડધામ મચી
વિદેશમાં ધૂમ મચાવતી Halloween નો ટ્રેન્ડ હવે ભારતમાં પણ ધીરે ધીરે જામી રહ્યો છે. જાહેર જગ્યાઓથી લઇને કોર્પોરેટ ઓફિસોમાં Halloween પાર્ટીઓનું આયોજન કરવામાં આવતું હોય છે. જેમાં કર્મચારીઓ ભૂત-પિશાચના વેશમાં આવીને સજ્જ થઇને આવતા હોય છે. તાજેતરમાં Halloween પાર્ટીમાં એક વ્યક્તિ હનુમાનજી બનીને પહોંચ્યો હતો. જે બાદ ભારે દોડધામ મચી હોવાનો વીડિયો સામે આવ્યો છે.
Advertisement
- Halloween પાર્ટીમાં ભૂત અથવા ડરાવના કોસ્ચ્યૂમ પહેરીને ભેગા થવાનો ટ્રેન્ડ જામી રહ્યો છે
- ભારતમાં એક ઓફિસમાં આયોજિત Halloween પાર્ટીમાં હનુમાનજી બનીને યુવક પહોંચ્યો
- હનુમાનજીને જોતા જ ભૂતોમાં ભારે દોડધામ મચી જવા પામી હોવાનો વીડિયો સામે આવ્યો
Hanumanji In Halloween : Halloween પર દેશ અને દુનિયાભરમાંથી ઘણા રમુજી વીડિયો સામે આવી રહ્યા છે. આ વીડિયોમાં લોકોના વિચિત્ર પોશાક એકદમ અનોખા છે, અને લોકો તેના પર ટિપ્પણી કરી રહ્યા છે. જો કે, તાજેતરમાં એક વીડિયો સામે આવ્યો છે, જેમાં Halloween પર ભગવાન હનુમાનને જોયા પછી ભૂત અને આત્માઓ ડરી ગયા હતા. આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, અને યુઝર્સે તેના પર રમુજી પ્રતિક્રિયાઓ પણ આપી છે.

