Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Viral Video : બાલ્કનીમાં લટકતા બાળકને કપિરાજનો સહારો, લોકોએ કહ્યું, 'જય બજરંગબલી'

Viral Video માં લટકતા બાળકને કપિરાજ બચાવવા આવ્યા હોવાનું જોવા મળી રહ્યું છે, આ વીડિયોમાં, એક નાનો છોકરો તેના ઘરની બાલ્કનીમાંથી પડીને રેલિંગ પર લટકતો જોવા મળે છે. પરિવારનો કોઈ સભ્ય ઘટનાસ્થળે હાજર નહોતો. બીજી તરફ, શેરીમાં, કોઈએ એક નાનું બાળક ત્રીજા માળેથી લટકતું, અને પડવાની સ્થિતીમાં તેના પર ધ્યાન ગયું નહતું, લોકોનું માનવું છે કે, હનુમાનજી કપિરાજના રૂપે આવ્યા હતા
viral video   બાલ્કનીમાં લટકતા બાળકને કપિરાજનો સહારો  લોકોએ કહ્યું   જય બજરંગબલી
Advertisement
  • Viral Video માં લટકતા બાળકને કપિરાજ બચાવવા આવ્યા
  • કપિરાજે બાળકને બચાવીને છાતીએ રાખીને શાંત કર્યા
  • કપિરાજને હનુમાનજીનું સ્વરૂપ માનવામાં આવે છે

Viral Video : "સંકટ કાટે મિતે સબ પીરા, જો સુમીરૈ હનુમાન બલબીરા," હનુમાન ચાલીસાના (Hanuman Chalisa) આ બે દોહા અત્યંત મહત્વપૂર્ણ છે. પ્રથમ દોહાનો અર્થ એ છે કે, જે કોઈ ભક્ત હનુમાનજીને યાદ કરે છે, તે તેમની બધી મુશ્કેલીઓ અને સમસ્યાઓથી મુક્ત થઈ જશે. બીજા દોહાનો અર્થ એ છે કે, બજરંગબલીની (Bajrang Bali) શરણમાં બધી સુખ-સુવિધાઓ મળે છે, અને જો હનુમાનજી પોતે રક્ષક છે, તો કોઈએ શા માટે ડરવું જોઈએ ?

Viral Video, દોહા હકીકત સાબિત થયા

એવું માનવામાં આવે છે કે, હનુમાનજી અમર છે, જેના કારણે તેઓ આજે જીવંત છે, અને હંમેશા પૃથ્વી પર હાજર રહેશે. ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થયેલા એક વીડિયોએ હનુમાન ચાલીસાના આ બે દોહા સાથે ફરી એકવાર આ વાત સાચી સાબિત કરી છે. આ વીડિયો રુપ્સી સૈનીના હેન્ડલ @ZiviiBloom દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો હતો.

Advertisement

Advertisement

આ પણ વાંચો ------------- Viral Video : બળદના માથામાં આખી ટાંકી ફસાઇ જતા જાહેરમાં તોફાન મચ્યું !

Viral Video, બાળક પડવાની તૈયારીમાં હતું

આ વીડિયોમાં, એક નાનો છોકરો તેના ઘરની બાલ્કનીમાંથી પડીને રેલિંગ પર લટકતો જોવા મળે છે. નાના છોકરાના પરિવારનો કોઈ સભ્ય ઘટનાસ્થળે હાજર નહોતો. બીજી તરફ, શેરીમાં, કોઈએ એક નાનું બાળક ત્રીજા માળેથી લટકતું, અને પડવાની સ્થિતીમાં તેના પર ધ્યાન ગયું નહતું. નાના બાળકોમાં લાંબા સમય સુધી ગ્રીલને પકડી રાખવાની તાકાત હોતી નથી.

બાળકને શાંત કરાવ્યો

પરંતુ અચાનક, એક કપિરાજ દેખાય છે, એક મોટી છલાંગ લગાવે છે, લટકતા બાળકને પકડી લે છે, અને સીધો બીજા માળની બાલ્કનીમાં કૂદી પડે છે. પછી વાંદરો બાળકના ડરને શાંત કરવા માટે બાળકને તેની છાતીની નજીક રાખે છે.

રક્ષમ કરીને પ્રેમથી ભેંટ્યા

લોકોનું માનવું છે કે, ભગવાન હનુમાન ફક્ત કપિરાજના રૂપમાં જ દેખાઈ શકે છે. અન્ય પ્રાણીઓ સામાન્ય રીતે અજાણ્યાઓની સેવા કરતા નથી. તેથી, એવું લાગે છે કે, ભગવાન હનુમાન પોતે વાંદરાના રૂપમાં આવ્યા છે, જે ફક્ત બાળકને બચાવીને તેનું રક્ષણ કરતા નથી, પણ તેનો ડર દૂર કરવા માટે તેને પ્રેમથી ભેટી પણ નાખે છે.

આ પણ વાંચો ------------- Virat Kohli ની એક લાઇકથી જર્મન ઇન્ફ્લુએન્સર ચર્ચિત ચહેરો બની !

Tags :
Advertisement

.

×