Happy Kiss Day : હિંદી ફિલ્મોમાં કોણે આપ્યો હતો સૌપ્રથમ કિસિંગ સીન? સતત 4 મિનિટ સુધી ચાલતી રહી કીસ
- દેવિકા રાનીએ આપ્યો હતો સૌપ્રથમ કિસિંગ સીન
- ફિલ્મ કર્મા માટે દેવિકા રાનીએ 4 મિનિટ લાંબી કીસ કરી હતી
- ફિલ્મ જો કે ફ્લોપ રહી પરંતુ તેના કીસીંગ સીનની ભારે ચર્ચા થઇ હતી
અમદાવાદ : વેલેન્ટાઇન વીકના પાંચમાં દિવસે એટલે કે 13 ફેબ્રુઆરીએ કિસ ડે સેલિબ્રેટ કરવામાં આવે છે. કિસ કરવાનું પોતિકાપણાનો અહેસાસ કરાવવા પ્રેમ અને રિસપેક્ટનું પ્રતિક છે. બોલિવુડ અનેક વર્ષોથી પ્રેમની અભિવ્યક્તિની ઉજવણી કરતું રહે છે કારણ કે તે મોર્ડન સમયના રોમાન્સને સ્ક્રીન પર દેખાડવાની એક આઇડિયલ પદ્ધતી છે.આવો જાણીએ કે કિસ ડેના પ્રસંગે તમને જણાવીએ કે બોલિવુડમાં કઇ ફિલ્મમાં સૌથી પહેલા કિસિંગ સીન આપવાની શરૂઆત થઇ હતી.
ફિલ્મ કર્માથી શરૂઆત થઇ કિસ સીનની શરૂઆત
તમને જાણીને હૈરાની થશે કે ભારતીય સિનેમામાં પહેલો કિસિંગ સીન 1993 માં આવેલી ફિલ્મ કર્મામાં થયો હતો જે ચાર મિનિટ લાંબી હતી. જે લોકોએ આ સીન કર્યો તે બોમ્બેમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લીડિંગ સ્ટાર્ટ હતા. આપણે વાત કરી રહ્યા છીએ દેવિકા રાની અને હિમાંશુ રાયની. બંન્ને અસલ જિંદગીમાં પરણિત હતા. અભિનેત્રી તે જમાનામાં ખુબ જ ગ્લેમરસ અને સુંદર અભિનેત્રી માનવામાં આવતી હતી.
આ પણ વાંચો : Marriage : ન તો લગ્નના ફેરા, ન તો મંગળસૂત્ર, મધ્યપ્રદેશમાં આ પ્રતિમા સામે થયા અનોખા લગ્ન
ચાર મિનિટ સુધી હિમાંશુ રાયને કિસ કરતી રહી હતી દેવિકા રાની
દેવિકા રાની અને હિમાંશુ રાય ભારતમાં બોમ્બે ટોકિઝના ફાઉન્ડર હતા. બંન્નેની મુલાકાત લંડનમાં થઇ હતી. આ જોડીના લગ્ન 1929 માં થયા હતા કર્મા 1933 માં રિલીઝ થઇ હતી. એવું લાગે છે કે, તેમણે કિસ સીન એટલા માટે કર્યું હતું કારણ કે તેઓ પહેલાથી જ એક લગન કરેલું કપલ હતું. ફિલ્મ કર્માના કિસિંગ સીનની વાત કરવામાં આવે તો માં એક્ટર બેહોશીની હાલતમાં જોવા મળે છે. અભિનેત્રીએ તેને કિસ કરીને જગાવવાનો હતો. સીનમાં દેવિકાએ હિમાંશુને કિસ કરી. આ સીન 4 મિનિટ લાંબો હતો. આ ફિલ્મમાં સૌથી લાંબો કિસ સીન બંન્નેનો પણ રેકોર્ડ પોતાને નામ કર્યો હતો.
કિસ સીન પર મચી હતી બબાલ અને દેવિકા રાની ભાગી ગઇ
જો કે કર્મામાં દેવિકા રાની અને હિમાંશુ રાયના કિસિંગ સીન પર ખુબ જ હોબાળો પણ થયો હતો. અનેક લોકોએ આ કિસ સીનની ખુબ જ ટીકા કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, અસલ જીવમાં હિમાંથુ દેવિકાથી 16 વર્ષ મોટા હતા. આ કારણે તે અંગે વધારે બબાલ થઇ રહી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, કર્મા ફિલ્મ ભારતમાં તો ફ્લોપ થઇ ગઇ હતી પરંતુ વિદેશમાં હીટ રહી હતી. તમામે તેમને સ્ટાર મટિરિયલ જાહેર કર્યા હતા. વિંડસમાં શાહી પરિવાર માટે એક સ્પેશિયલ સ્ક્રીનિંગ આયોજીત કરવામાં આવી હતી. 1934 માં આ ભારતમાં રિલીઝ થઇ પરંતુ ખરાબ રીતે ફ્લોપ થઇ ગઇ. કર્મા બાદ દેવિકા રાની અને હિમાંશુ રાયનો પ્રેમ ફીકો પડવા લાગ્યો હતો. તેઓએ 1935 માં પોતાના કો એક્ટર નઝમ ઉલ હસન સાથે ભાગી ગઇ હતી.
આ પણ વાંચો : Accident: મહાકુંભમાંથી આવી રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, અચાનક બ્રેક ફેલ થતાં બસ પલટી