મહાકુંભની વાયરલ ગર્લ Monalisaની નવી રીલ આપે જોઈ ??? ઝડપથી થઈ રહી છે વાયરલ
- મોનાલિસા Mahakumbhમાં માળા વેચતી વખતે થઈ હતી વાયરલ
- પોતાની દરેક રીલમાં Monalisa આંખોના વિશિષ્ટ હાવભાવ કરે છે
- મોનાલિસાને એક ફિલ્મ પણ મળી છે
Monalisa reel : મહાકુંભ દરમિયાન અનેક લોકોને પ્રસિદ્ધિ મળી હતી, અનેક લોકો ઈન્ટરનેટ સેન્સેશનલ પણ બની ચૂક્યા હતા. તેમાંથી સૌથી અગ્રણી છે મોનાલિસા. મહાકુંભમાં માળા વેચતી એક છોકરી કે જેની આંખોને લીધે તે એટલી પ્રસિદ્ધિ પામી કે તેણીને આજે કોઈ ઓળખાણની જરૂર નથી. Monalisa જે પણ રીલ બનાવે છે તે ઝડપથી વાયરલ થઈ જાય છે.
સાથી પ્યાર કા ચુન લીયા...
હવે મોનાલિસાએ જો જીતા વહી સિકંદર ફિલ્મના અતિ પ્રચલિત ગીત પહેલા નશા...પહેલા ખુમાર..ની એક કડી પર રીલ બનાવી છે. જે ઝડપથી વાયરલ થઈ રહી છે. મોનાલીસા પહેલા નશા...ગીત પર લિપ-સિંક કરતી વખતે ખૂબ જ આકર્ષક લાગે છે. લિપ-સિંકિંગ કરતી વખતે, તે હવે ગીતની લાઈનો પર અભિનય કરતી પણ જોઈ શકાય છે. આ ગીત 1991માં આવેલી ફિલ્મ 'Jo Jeeta Wahi Sikander'માં આમિર ખાન અને આયેશા ઝુલ્કા પર ફિલ્માવવામાં આવ્યું હતું.
આજ દિન ચઢિયા...
મોનાલિસાએ અન્ય એક રીલમાં આજ દિન ચઢિયા... ગીત સાથે લિપ-સિંક કર્યુ છે. ફિલ્ટરથી બનેલી આ રીલમાં, મોનાલિસા તેના જૂના અંદાજમાં ફ્લોર પર બેઠેલી જોવા મળે છે. તેમની આ રીલને લોકોએ ખૂબ પ્રશંસા પણ કરી છે.
View this post on Instagram
રીલ્સમાં પણ આંખોની અદા
મોનાલિસા મહાકુંભ વખતે ફેમસ થવા પાછળનું મુખ્ય કારણ તેની આંખો છે. આ આંખોને લીધે તેણીને બહુ પ્રસિદ્ધિ મળી છે. મોનાલિસા હંમેશા બોલિવૂડ ગીતો પર રીલ્સ બનાવતી વખતે પોતાની Eye movementsનું ખાસ ધ્યાન રાખે છે. આવી જ અનેક રીલ્સ ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ છે.
આ પણ વાંચોઃ Hair lossની સમસ્યામાંથી કેવી રીતે મેળવશો છુટકારો ? આ ફળોનો કરો ઉપયોગ
આંખોની અદાવાળી રીલ્સના 30000થી વધુ વ્યૂઝ
આ રીલમાં Monalisa પોતાની આંખોને નચાવતી જોવા મળે છે. આ ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં, તેણે પોતાના ફક્ત 6 ફોટાઓનો કોલાજ પોસ્ટ કર્યો છે. જેના પર તેણે એક ગીત મૂક્યું છે. આ પોસ્ટને અત્યાર સુધીમાં 30 હજારથી વધુ વ્યૂઝ અને 700 થી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે.
ફિલ્મ પણ મળી છે
મોનાલિસાને એક ફિલ્મ પણ ઓફર થઈ હતી અને તેણી તેમાં કામ પણ કરવાની હતી. જો કે આ ફિલ્મના દિગ્દર્શક સનોજ મિશ્રાની દિલ્હી પોલીસે ગાઝિયાબાદથી ધરપકડ કરી લીધી છે. તેના પર એક યુવતીને હિરોઈન બનાવવાનો અને લગ્નના બહાને તેનું જાતીય શોષણ કરવાનો આરોપ છે.
આ પણ વાંચોઃ Retirement Mentality : યોગ્ય સમયે પદ છોડવું એ નુકસાન નથી-એક સંતોષ છે