"Pakistan માં 80% લોકો ગે છે" - વાયરલ વીડિયોમાં એક્ટિવિસ્ટ હિના બલોચનો સનસનીખેજ દાવો
- હિના બલોચનો ધડાકો: પાકિસ્તાનની 80% વસ્તી 'ગે' છે!
- સોશિયલ મીડિયા પર એક્ટિવિસ્ટનો વિડીયો થયો જોરદાર વાયરલ
- ધર્મ અને પરિવારના ડરથી લોકો ઓળખ છુપાવતા હોવાનો દાવો
- પાકિસ્તાન છોડી બ્રિટનમાં શરણ લેવા મજબૂર બની હિના
- ટ્રાન્સજેન્ડર સમુદાયના શોષણ સામે ઉઠાવ્યો બુલંદ અવાજ
Hina Baloch Pakistan Viral Video: પાકિસ્તાની ટ્રાન્સજેન્ડર એક્ટિવિસ્ટ (Transgender Activist) હિના બલોચનો એક વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર તોફાન મચાવી રહ્યો છે. એક ઇન્ટરવ્યુ દરમિયાન તેણે દાવો કર્યો છે કે પાકિસ્તાનની 80 ટકા વસ્તી 'ગે' (Gay) છે અને બાકીના 20 ટકા લોકો 'બાયસેક્સ્યુઅલ' (Bisexual) છે. હિનાના મતે, આખો દેશ LGBTQ સમુદાયનો હિસ્સો છે, પરંતુ સામાજિક દબાણ અને ધર્મના ડરથી લોકો પોતાની અસલી ઓળખ છુપાવી રહ્યા છે.
ઓળખ છુપાવવાની મજબૂરી
'ક્વીર ગ્લોબલ' (Queer Global) નામની યુટ્યુબ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં હિનાએ આ મુદ્દાને પાકિસ્તાનનું 'ઓપન સિક્રેટ' ગણાવ્યું હતું. તેણે કહ્યું કે જ્યારે પણ આ બાબતે સવાલ થાય છે ત્યારે લોકો સંસ્કૃતિ અને ધર્મનો હવાલો આપીને વાસ્તવિકતા નકારે છે. હિનાએ પોતાનું દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું કે બાળપણમાં તેને લિપસ્ટિક લગાવવા કે ઘરેણાં પહેરવા બદલ પરિવાર તરફથી શારીરિક શોષણ અને અત્યાચારનો સામનો કરવો પડતો હતો.
Everyone knows it exists, nobody wants their name attached to it.
Pakistani activist Hina Baloch claims 80% of Pakistan is gay and the rest bisexual.. pic.twitter.com/OF6nL55ona— Wellu (@Wellutwt) April 3, 2026
'ખ્વાજા સિરા' સમુદાયનો પડકાર
પાકિસ્તાનમાં ટ્રાન્સજેન્ડર સમુદાયને 'ખ્વાજા સિરા' (Khwaja Sira) તરીકે ઓળખવામાં આવે છે. હિનાએ જણાવ્યું કે આ સમુદાય પાસે આજીવિકાના સાધનો અત્યંત મર્યાદિત છે. મોટાભાગના લોકોએ મજબૂરીમાં ભીખ માંગવી પડે છે અથવા સેક્સ વર્ક (Sex Work) જેવા શોષણકારી કામોમાં ધકેલાવું પડે છે. હિનાએ આ વ્યવસ્થા સામે અવાજ ઉઠાવવાનું શરૂ કર્યું અને લઘુમતીઓના અધિકારો માટે લડત આપી.
હિંસા અને દેશ છોડવાનો નિર્ણય
હિના બલોચ પાકિસ્તાનમાં 'સિંધ મુરત માર્ચ' (Sindh Moorat March) ની સહ-સ્થાપક રહી છે. જોકે, તેના સક્રિય અવાજને કારણે તેને ભારે કિંમત ચૂકવવી પડી છે. એક વિરોધ પ્રદર્શન દરમિયાન 'પ્રાઈડ ફ્લેગ' (Rainbow Flag) લહેરાવવા બદલ તેને કાયદાકીય એજન્સીઓ દ્વારા અપહરણ અને અત્યાચારનો ભોગ બનવું પડ્યું હોવાનો તેણે દાવો કર્યો છે. જીવનું જોખમ હોવાથી અંતે તેણે પાકિસ્તાન છોડી દીધું અને હાલમાં તે બ્રિટન (United Kingdom) માં શરણ લઈને અભ્યાસ કરી રહી છે.
આ પણ વાંચો :શું તમે ક્યારેય વિચાર્યું છે કે દરિયા કિનારે પડેલો કચરો તમને 'ઈનામ' અપાવી શકે? મરીના બીચનો આ નજારો જુઓ!


