પાયલોટ બનવામાં કેટલો ખર્ચ થાય છે? દર મહિને કેટલો પગાર મળે છે, જાણો તમામ માહિતી
- મહિને 10-12 લાખ રૂપિયાનો પગાર મળે છે
- પાયલોટની ટ્રેનિંગ પાછળ થાય છે 1 કરોડ રૂપિયાનો ખર્ચ
- પાયલોટે કેટલીક વખત ઘરે પણ બેસવું પડતું હોય છે
નવી દિલ્હી : પાયલોટની ટ્રેનિંગ દરમિયાન નાના વિમાન ઉડાવવાનું શીખવવામાં આવે છે, જો તમે એક પ્રોફશનલ પાયલોટ કે કોઇ એરલાઇન્સના પાયલોટ બનવા માંગો છો તો તમારે 50 દિવસની અલગથી ટ્રેનિંગ આપવામાં આવે છે. જે ખુબ જ ખર્ચીલી હોય છે.
પાયલોટ બનવાની સફર અને ઉડ્યનના અનુભવ અંગે પાયલોટ મોહન તેવતિયા નામના વ્યક્તિએ કેટલાક રસપ્રદ કિસ્સા જણાવ્યા હતા. તેમણે જણાવ્યું કે, પાયલોટ બનવા માટે તમારે પહેલા 12 ધોરણ પાસ કરવું પડે છે ત્યાર બાદ લાંબી ટ્રેનિંગ આપવામાં આવે છે. પોતાની પાયલોટ ટ્રેનિંગ ઇંસ્ટીટ્યૂટ ચલાવનારા મોહન તેવતિયાએ જણાવ્યું કે, પહેલા એક લેખીત પરીક્ષા ક્લિયર કરવાની હોય છે. ત્યાર બાદ 200 કલાકની પ્રેક્ટિકલ ટ્રેનિંગ માટે મોકલવામાં આવે છે. આ બંન્ને ફેસને પાસ કર્યા બાદ એક લાઈસન્સ આપવામાં આવે છે. જો કે તેમ છતા પણ હજી તમે વિમાન ઉડાવવા માટે ટ્રેઇન્ડ નથી માનવામાં આવતા.
આ પણ વાંચો : Gujarat: રાજ્યના 17 IAS અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યું, જાણો કોને બઢતી મળી
મોટા વિમાન માટે હોય છે અલગથી ટ્રેનિંગ
તમને ટ્રેનિંગ દરમિયાન નાના વિમાનને ઉડાવવાનું શિખવવામાં આવે છે. જો તમે એક પ્રોફેશનલ પાયલોટ અથવા કોઇ એરલાઇન્સ સાથે જોડાવાનું હોય છે તેના માટે 50 દિવસની અલગથી ટ્રેનિંગ આપવામાં આવે છે. જે ખુબ જ ખર્ચાળ હોય છે. મોહન તેવતિયા જણાવે છે કે, પાયલોટ બનવામાં ઓછામાં ઓછા 60 લાખથી 1 કરોડ રૂપિયા સુધીનો ખર્ચ થાય છે. આ ખર્ચ કોર્સ પર નિર્ભર કરે છે કારણ કે ટ્રેન્ડ પાયલોટને અલગ અલગ પ્રકારના કોર્સ કરવા પડતા હોય છે.
જોબનો સ્કોપ પ્રમાણમાં સારો હોય છે
પાયલોટની ટ્રેનિંગ બાદ જોબના સ્કોપ અંગે મોહન તેવતિયાએ જણાવ્યું કે, સામાન્ય રીતે ભરતી આવતી જ રહે છે. નવી એરલાઇન્સ શરૂ થાય ત્યારે જોબ ક્રિએશન થાય છે. જો કે મંદી અને કોરોનાના સમયને યાદ કરતા જણાવે છે કે, એવા સમયે તમારે ઘરે પણ બેસવું પડી શકે છે. જો કે તેમણે જણાવ્યું કે, મિડલ ઇસ્ટમાં ટ્રેન્ડ પાયલોટની અછત છે, તેવામાં ભારતીય અને યુરોપના દેશોથી અનેક લોકો ત્યાં પણ જોબ કરવા માટે જાય છે.
આ પણ વાંચો : પત્ની સાથે ઝઘડો થતા યુવકે કૂવામાં ઝંપલાવ્યુ, બચાવવા જતા 5 લોકોએ જીવ ગુમાવ્યા
કેટલો હોય છે પગાર?
પ્રોફેશનલ પાયલટનો પગાર અંગે વાત કરતા તેવતિયાએ જણાવ્યું કે, એક ફ્લાઇટમાં ફર્સ્ટ ઓફિસર અને કેપ્ટન પ્લેન ઉડાવે છે. જેમાં કેપ્ટનનો પગાર 8.10 લાખ રૂપિયા પ્રતિમાસ હોય છે. જ્યારે ફર્સ્ટ ઓફિસરને 3 લાખ રૂપિયાનો પગાર ચુકવવામાં આવે છે. પાંચ વર્ષના અનુભવ બાદ કોઇ ફર્સ્ટ ઓફિસરને કેપ્ટનની પોસ્ટ પર પ્રમોટ કરવામાં આવે છે. તેમણે જણાવ્યું કે, મિડલ ઇસ્ટના દેશોમાં જ્યાં ટ્રેઇન્ડ પાયલોટ ઓછા છે ત્યાં માસિક પગાર 12-14 લાખ પણ મળી શકે છે.
પ્રાઇવેટ જેટના પાયલોટનો હોય છે સારો પગાર
પ્રાઇવેટ જેટ ઉડાવનારા પાયલોટની સેલેરી પણ એરલાઇનના પાયલોટ જેટલી જ હોય છે જો કે તે નિર્ભર કરે છે કે તમે કોના માટે જેટ ઉડાવી રહ્યા છો. તેમ છતા ભારતમાં કોઇ પણ પાયલોટની સેલેરી 10 થી 15 લાખ રૂપિયા પ્રતિમાસ વચ્ચે હોય છે.મોહન તેવતિયાએ કહ્યું કે, જે પાયલોટ બોઇંગ 777, એરબસ 350 જેવા વિમાન ઉડાવે છે તેમને લાંબી મુસાફરી કરવાની હોય છે. એવા પાયલોટ ઇન્ટરનેશન ઉડ્યનના કારણે રોજ ઘરે આવી શકતા નથી અને તેમને 3-4 દિવસ બહાર રહેવું પડે છે. તેવામાં પાયલોટ પોતાની સુવિધા અનુસાર નાના વિમાન ઉડાવવાનું પસંદ કરે છે જે લોકલ ઉડ્યન કરે છે. પાયલોટ એક દિવસ છોડીને એક દિવસ પોતાના ઘરે પહોંચી શકે છે.
આ પણ વાંચો : Surat: પાટીદાર સમાજના આગેવાનો લેટરકાંડમાં સમાજની દિકરીના સન્માનના મુદ્દે આકરા પાણીએ