Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

25 લાખ વર્ષ પહેલા મનુષ્ય પાસે હતી આ અનોખી શક્તિ, પરંતુ હવે તે કેમ નષ્ટ થઈ ગઈ?

એક નવા સંશોધન મુજબ માનવીના પૂર્વજો તેમના કાન હલાવી શકતા હતા. પરંતુ તેઓએ લગભગ 25 લાખ વર્ષ પહેલા આ ક્ષમતા ગુમાવી દીધી હતી
25 લાખ વર્ષ પહેલા મનુષ્ય પાસે હતી આ અનોખી શક્તિ  પરંતુ હવે તે કેમ નષ્ટ થઈ ગઈ
Advertisement
  • માનવીના પૂર્વજો તેમના કાન હલાવી શકતા હતા
  • તેઓએ 25 લાખ વર્ષ પહેલા આ ક્ષમતા ગુમાવી દીધી હતી
  • 10 થી 20 ટકા લોકોમાં હજુ પણ આ શક્તિ બાકી છે

Humans had this unique power : એક નવા સંશોધન મુજબ માનવીના પૂર્વજો તેમના કાન હલાવી શકતા હતા. પરંતુ તેઓએ લગભગ 25 લાખ વર્ષ પહેલા આ ક્ષમતા ગુમાવી દીધી હતી. જોકે, વૈજ્ઞાનિકોએ એવો પણ દાવો કર્યો છે કે 10 થી 20 ટકા લોકોમાં હજુ પણ આ શક્તિ બાકી છે. હાલમાં આ પાછળના કારણોની તપાસ કરવામાં આવી રહી છે.

શું તમે ક્યારેય નોંધ્યું છે કે કૂતરા, બિલાડી કે ઘોડા જ્યારે અવાજ સાંભળે છે ત્યારે તરત જ તેમના કાન હલાવી દે છે? પણ માણસો આવુ કેમ નથી કરી શકતા? શું આપણા પૂર્વજોમાં પણ આ ક્ષમતા હતી? વૈજ્ઞાનિકોએ હવે આ લુપ્ત શક્તિનું રહસ્ય શોધી કાઢ્યું છે.

Advertisement

સારલેન્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોનું સંશોધન

વિજ્ઞાન અનુસાર, આપણા પૂર્વજો તેમના કાન હલાવી શકતા હતા, પરંતુ આપણે લગભગ 25 લાખ વર્ષ પહેલાં આ ક્ષમતા ગુમાવી દીધી હતી. જર્મનીની સારલેન્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ એક સંશોધનમાં શોધી કાઢ્યું છે કે, આવા સ્નાયુઓ હજુ પણ આપણા કાનમાં હાજર છે, પરંતુ તે નિષ્ક્રિય થઈ ગયા છે. જોકે, જ્યારે આપણે એવો કોઈ અવાજ સાંભળીએ જે આપણુ ધ્યાન ખેંચે, ત્યારે આપણા કાનના સ્નાયુઓ થોડા સક્રિય થઈ જાય છે.

Advertisement

આ પણ વાંચો : VIDEO બનાવશો તો થશે સાત વર્ષની સજા, TTEએ યાત્રીને કાયદો શીખવાડ્યો, જુઓ અંતે શું થયું

પ્રાણીઓ માટે કાનની હિલચાલ જરૂરી

પ્રાણીઓ માટે કાનની હિલચાલ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ માત્ર તેમને ચોક્કસ અવાજ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં જ મદદ નથી કરતુ, પણ તે અવાજ કઈ દિશામાંથી આવી રહ્યો છે તે સમજવામાં પણ મદદ કરે છે. કૂતરા, બિલાડીઓ અને અન્ય ઘણા જીવો તેમના કાનને હલાવી શકે છે, જેનાથી તેઓ કોઈપણ ખતરાને ઝડપથી શોધી શકે છે.

સંશોધકોએ કહ્યું કે, તેઓ તપાસ કરવા માગે છે કે આપણા કાનના સ્નાયુઓ સાંભળવા માટે કેવી રીતે પ્રતિક્રિયા આપે છે. વૈજ્ઞાનિકોએ સમજાવ્યું, "કલ્પના કરો કે જ્યારે તમે શાંત રેસ્ટોરન્ટમાં કોઈની વાત સાંભળો છો અને પછી ઘોંઘાટીયા રેસ્ટોરન્ટમાં પણ તે જ કરવાનો પ્રયાસ કરો છો - તફાવત સ્પષ્ટ જણાશે!"

આ પણ વાંચો :  હોટ અવતારમાં બેડ પર સુતી જોવા મળી Shweta Tiwari, બોલ્ડ Photos Viral

આજે પણ કેટલાક લોકોમાં આ ક્ષમતા છે

મોટાભાગના લોકોએ આ ક્ષમતા ગુમાવી દીધી હોવા છતાં, લગભગ 10 થી 20 ટકા લોકોમાં હજુ પણ કાન હલાવવાની શક્તિ છે. આ શક્ય છે કારણ કે કાનને હલાવવા ત્રણ મુખ્ય સ્નાયુઓ (જે કાનને ખોપરી અને ત્વચા સાથે જોડે છે) હજુ પણ શરીરમાં હાજર છે, પરંતુ તે મોટાભાગે નિષ્ક્રિય છે. અભ્યાસમાં ભાગ લેનારા બધા પુખ્ત વયના લોકોના કાન પર ઇલેક્ટ્રોડ મૂકવામાં આવ્યા હતા, જેનાથી વૈજ્ઞાનિકો તેમના કાનને હલાવતા સ્નાયુઓ કેવી રીતે સક્રિય થાય છે તેનું અવલોકન કરી શક્યા. સંશોધનમાં જાણવા મળ્યું છે કે, જ્યારે સાંભળવું મુશ્કેલ હોય છે, ત્યારે કાનના આ છુપાયેલા સ્નાયુઓ વધુ સખત કામ કરવાનું શરૂ કરે છે.

સંશોધન કેવી રીતે થયું?

વિજ્ઞાનીઓએ ઈલેક્ટ્રોમાયોગ્રાફી નામની ટેકનીકનો ઉપયોગ કરીને મનુષ્યની સાંભળવાની ક્ષમતા શોધી કાઢી હતી. આ તકનીક દ્વારા, સ્નાયુઓની ગતિવિધિઓ માપવામાં આવે છે. સંશોધન દરમિયાન, 20 લોકોને ઑડિયોબુક્સ અને ધ્યાન ભંગ કરતા પોડકાસ્ટ સંભળાવવામાં આવ્યા. જ્યારે સહભાગીઓને મુશ્કેલ ઑડિઓ સંભળાવ્યા, ત્યારે વૈજ્ઞાનિકોએ જોયું કે તેમના કાનમાં નિષ્ક્રિય સ્નાયુઓ થોડા સક્રિય થઈ ગયા હતા.

આ પણ વાંચો : હાથીની પાછળ ભગાવતા હતા JCB, ગજરાજને ગુસ્સો આવ્યો અને પછી... Viral Video

Tags :
Advertisement

.

×